કહેવાય છે કે ગુસ્સામાં વ્યક્તિ પોતાનું ભાન ગુમાવી બેસે છે. તે હજારો બીમારીઓનું મૂળ છે. ગુસ્સો આવવા પર વ્યક્તિનું પોતાના પર નિયંત્રણ નથી રહેતું. આ દરમિયાન કરવામાં આવેલી ઘણી ભૂલો હંમેશાં માટે ઉદાહરણ બની જાય છે. આવું જ કંઈક ઓસ્કર 2022ની એવોર્ડ સેરેમનીમાં જોવા મળ્યું.
બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીતનાર અમેરિકી એક્ટર વિલ સ્મિથે સ્ટેજ પર જ કોમેડિયન ક્રિસ રોકને લાફો મારી દીધો હતો. હકીકતમાં ક્રિસે કાર્યક્રમ દરમિયાન વિલની પત્ની જેડા પિંકેટના ટૂંકા વાળની મજાક ઉડાવી હતી, જેનાથી તે ગુસ્સે થયો હતો. જો કે, પાછળથી તેના ભાષણમાં, વિલ રડી પડ્યો અને સ્ટેજ પર ક્રિસને થપ્પડ મારવા બદલ માફી માંગી.
આજે ગુસ્સામાં વિલથી જે ભૂલ થઈ, તેની ઘણી આલોચના થઈ રહી છે. સવાલ એ છે કે શું ગુસ્સા પર કાબૂ મેળવવો આટલો મુશ્કેલ છે?
જાણો, આખરે લોકોને આટલો ગુસ્સો કેમ આવે છે?
ગુસ્સે થવાના કોઈ નક્કર કારણ નથી. તે ઘણા કારણોસર આવી શકે છે. અહીં ગુસ્સે થવાના કેટલાક સામાન્ય કારણો છે.
ગુસ્સાને મેનેજ કેવી રીતે કરવો?
માણસ માટે પોતાના ગુસ્સા પર કાબૂ રાખવો એ એક પડકાર છે. ગુસ્સાને પોતાના પર હાવી ન થવા દો. જો તમે તમારો ગુસ્સો સરળતાથી ગુમાવી દો છો અને નાની નાની બાબતોમાં ગુસ્સે થઈ જાઓ છો, તો માયોક્લિનિકના રિપોર્ટમાં આપવામાં આવેલા સૂચનોથી પોતાના ગુસ્સાને મેનેજ કરી શકો છો.
1. બોલતા પહેલા વિચારોઃ ક્યારે પણ ગુસ્સામાં કોઈને પણ એવી વાત ન કહો કે સંબંધોમાં કડવાશ આવી જાય. કંઈપણ કહેતા પહેલા એક વખત શાંત મગજથી વિચારો.
2. ગુસ્સો આવે તો આંખો બંધ કરી લોઃ જે સમયે તમને ગુસ્સો આવી રહ્યો હોય તે સમયે તમારી આંખોને બંધ કરીને મનને શાંત કરો અને પછી તમારી વાત કહો.
3. એક્સર્સાઈઝ કરોઃ હંમેશાં મેન્ટલ અને ફિઝિકલ બેલેન્સને જાળવી રાખવા માટે એક્સર્સાઈઝ અને યોગા કરવા જરૂરી હોય છે. તે તણાવને ઓછો કરવામાં તમારી મદદ કરી શકે છે.
4. ટાઈમ આઉટ લોઃ જ્યારે પણ વ્યક્તિ કોઈ એક કામને વધારે સમય સુધી કરે છે અને તેના વિશે વધારે વિચારે છે તો તણાવની સ્થિતિ સર્જાઈ શકે છે. તેથી હંમેશાં કામની વચ્ચે બ્રેક લેતા રહો.
5. હંમેશાં સમાધાન વિશે વિચારોઃ જે વાત તમારા ગુસ્સાનું કારણ છે અને તે તમારો ગુસ્સો વધારી રહી છે, તેના વિશે વધારે ન વિચારો હંમેશાં સમાધાન વિશે વિચારો.
6. બીજીની ભૂલ ન કાઢોઃ મોટાભાગના લોકો ગુસ્સામાં આવીને બીજાની ભૂલ કાઢે છે અને દોષ પણ આપે છે. આવું કરવાથી બચો.
7. કોઈના પ્રત્યે મનમાં ખોટી ભાવના ન રાખોઃ જ્યારે પણ કોઈની સાથે મતભેદ હોય, તેના પ્રત્યે મનમાં ખોટી ભાવના લાવવાનું ટાળવું. તેના વિશે હંમેશાં પોઝિટિવ વિચારો.
8. હંમેશાં હસતાં રહોઃ જો તમે કોઈ વાતથી હેરાન છો અને તણાવમાં છો તો પણ હસવાનું ન છોડો. તમારા ચહેરાના હાવભાવ જ તમારી ઓળખ છે.
તેમ છતાં તમને ગુસ્સો વધારે અને વારંવાર આવે છે, તો તમારે કોઈ મનોચિકિત્સકની સલાહ જરૂરથી લેવી.
(Disclaimer: આ આર્ટિકલ માત્ર સામાન્ય જાણકારી માટે છે. ટિપ્સ/સારવાર/બચાવની રીત અપનાવતા પહેલા ડૉક્ટરની સલાહ જરૂરથી લો)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.