સૂતા સમયે પગની નીચે ઓશીકું અચૂક રાખો:પગના સોજા પીઠ અને સાઇટિકાનો દુખાવો દૂર થશે તો બ્લડ સર્કયુલેશન બરાબર રહેશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજના સમયમાં પગના દુખાવાની સમસ્યા સામાન્ય થઇ ગઇ છે. પગના દુખાવાથી છુટકારો મેળવવા માટે ઘણાં ઉપાયો કરવામાં આવે છે. જો તમારે પગના દુખાવામાં રાહત મેળવવી હોય તો સૂતા સમયે પગની નીચે ઓશીકું રાખવાથી ઘણા ફાયદા થાય છે. તો દરરોજ આ ઉપાય કરવામાં આવે તો નાનામાં નાની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. દિલ્હી AIIMSના પૂર્વ ફિઝિયોથેરાપિસ્ટ ખ્યાતિ શર્મા પગની નીચે ઓશીકું રાખવાના ફાયદા જણાવે છે.

સૂતા સમયે પગની નીચે ઓશીકું રાખાવાથી અઢળક ફાયદો થાય છે
સૂતા સમયે પગની નીચે ઓશીકું રાખાવાથી અઢળક ફાયદો થાય છે

ફિઝિયોથેરાપિસ્ટ ખ્યાતિ શર્મા જણાવે છે કે, પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓના પગમાં સોજા ચઢવા સામાન્ય છે. આ સમયે પગની નીચે ઓશીકું રાખવાથી રાહત થાય છે. પગની નીચે ઓશીકું રાખવાથી પગના સોજા ઓછા થાય છે અને કમર ઉપર પણ વધારે વજન નથી આવતું. પ્રેગ્નન્સીમાં બે વસ્તું જેવી કે, પગમાં સોજા અને કમરના દુખાવાથી પરેશાન હોઇએ ત્યારે આ ઉપાય કારગર સાબિત થાય છે. આ ઉપાય ફક્ત પ્રેગ્નન્સીમાં જ નહી પરંતુ બધા લોકો માટે ફાયદાકારક છે.

સૂતા સમયે પગની નીચે ઓશીકું રાખવાના ફાયદા
પગના સોજા ઓછા થાય છે
જો કોઇપણ કારણે પગમાં સોજા આવી જાય છે તો પગની નીચે ઓશીકું રાખો. આ ઉપાય ઘણી રીતે ફાયદાકારક સાબિત થાય છે. તો જો કોઇને પગમાં થાકને કારણે સોજા આવે છે અથવા વેરિકોઝ વેન્સની સમસ્યા હોય કે પછી કોઇ કારણે મસલ્સને કારણે પગમાં સોજા આવે છે તો ગની નીચે ઓશીકું રાખી શકાય છે.

કમરનાં દુખાવામાં રાહત મળે
લાંબા સમય સુધી ડેસ્ક પર કામ કરવાને કારણે લોકોને પીઠ અને હિપ્સના દુખાવાની ફરિયાદ રહે છે, જેના કારણે શરીરમાં અનેક પ્રકારની તકલીફ પડે છે. આ સ્થિતિમાં પગ નીચે ઓશીકું રાખીને સૂવાથી કમરના દુખાવામાં રાહત મળે છે. આ સાથે જ સ્નાયુઓમાં સર્જાતા દબાણને ઘટાડવાનું પણ કામ કરે છે, તેથી સૂતી વખતે પગ નીચે ઓશીકું રાખવું જોઇએ.

પગની નીચે ઓશીકું રાખવાથી સાઇટિકાનો દુખાવો ઘટે છે.
પગની નીચે ઓશીકું રાખવાથી સાઇટિકાનો દુખાવો ઘટે છે.

સાઇટિકાનો દુખાવો ઘટાડે
સાઇટિકાનો દુખાવો સામાન્ય રીતે નિતંબ અને પગના પાછળના ભાગમાં થાય છે. આ સ્થિતિમાં સૂવાથી પીઠના નીચેના ભાગમાં અને હિપ્સમાં ઝણઝણાટી થઈ શકે છે, જેના કારણે સાઇટિકાનો દુખાવો વધે છે. આવી સ્થિતિમાં પગ નીચે ઓશીકું રાખીને સૂવાથી તમને દુખાવામાં રાહત મળી શકે છે.

બ્લડ સર્કયુલેશન બરાબર રહે
જે લોકોને બ્લડ સર્કયુલેશનમાં સમસ્યા હોય તો રાત્રે પગમાં બળતરા અને દુખાવાની સમસ્યા થાય છે. આ સ્થિતિમાં તમારા પગ નીચે ઓશીકું રાખીને સૂવાથી તમને સારું લાગે છે, કારણ કે બ્લડ સર્કયુલેશન બરાબર થશે અને પગમાં બળતરા અને દુખાવો ઓછો કરશે. આ બધી પરિસ્થિતિઓમાં તમે તમારા પગ નીચે ઓશીકું રાખીને સૂવાથી સારું અનુભવી શકો છો.