જાણો શું છે ‘Hantavirus’ જેને લોકો મહામારી સમજી ભય ફેલાવી રહ્યા છે

Learn what 'Hantavirus' is spreading to people who understand the epidemic
X
Learn what 'Hantavirus' is spreading to people who understand the epidemic

 • આ વાઈરસ ઉંદરોમાં થતો જોવા મળે છે. ઉંદરો દ્વારા જ તે માણસોમાં ફેલાઈ શકે છે
 • ચીનમાં ઘણા વર્ષોથી આ વાઈરસ સક્રિય છે
 • હવાનાં માધ્યમ કે પછી હ્યુમન ટુ હ્યુમન કોન્ટેક્ટ દ્વારા આ વાઈરસ ફેલાતો નથી

દિવ્ય ભાસ્કર

Mar 24, 2020, 04:46 PM IST

હેલ્થ ડેસ્ક: કોરોનાવાઈરસ નામના દુશ્મનથી હજુ દુનિયાએ છૂટકારો પણ નથી મેળવ્યો. તેવામાં ચીનમાંથી જ ઉદભવેલા Hantavirus હેન્ટાવાઈરસે હાહાકાર મચાવ્યો છે. ટ્વિટર પર # Hantavirus ટ્રેન્ડિંગ પર છે. તેને લઈને લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે તો કેટલાક લોકો મીમ્સ પણ બનાવી રહ્યા છે. પરંતુ હકીકત એ છે કે આ વાઈરસથી ડરવા જેવી કોઈ વાત જ નથી. ન તો આ વાઈરસ હવા દ્વારા ફેલાય છે ન તો મનુષ્યના સંપર્કથી ફેલાય છે. શું છે આ વાઈરસ અને કેવી રીતે ફેલાય છે તેના વિશે સમજીએ...

ઉંદરો દ્વારા જ આ વાઈરસ માણસોમાં ફેલાઈ શકે છે:

 • હેન્ટાવાઈરસ ચીનમાં ઘણા વર્ષોથી સક્રિય છે. આ વાઈરસ એક માણસથી અન્ય માણસોમાં ફેલાતો નથી. આ વાઈરસ ઉંદરોમાં થતો જોવા મળે છે. ઉંદરો દ્વારા જ તે માણસોમાં ફેલાઈ શકે છે.
 • આ વાઈરસથી ચેપિત ઉંદરોના મળ-મૂત્ર અને સલાઈવા (લાળ)નાં સંપર્કમાં આવવાથી જ મનુષ્યમાં તે ફેલાય છે.
 • હવાનાં માધ્યમ કે પછી હ્યુમન ટુ હ્યુમન કોન્ટેક્ટ દ્વારા આ વાઈરસ ફેલાતો નથી.
 • સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનની વેબસાઈટ અનુસાર, ઉંદરો ઘરમાં રહે તો આ વાઈરસના ફેલાવવાનું જોખમ વધારે બને છે. ચેપિત ઉંદરોના સંપર્કમાં આવ્યા બાદ મોં, આંખ, નાકને અડવાથી શરીરની અંદર આ વાઈરસ ફેલાઈ શકે છે.

હેન્ટાવાઈરસનાં લક્ષણો:

 • તાવ
 • માથાનો દુખાવો
 • ઠંડી લાગવી
 • સ્નાયુમાં દુખાવો
 • ચક્કર આવવા
 • ઊલટી થવી
 • ડાયેરિયા

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી