ગુડબાય ટુ ‘સ્ટ્રેચ માર્ક્સ’:પ્રેગ્નન્સીમાં આવતા સ્ટ્રેચ માર્ક્સથી કેવી રીતે છૂટકારો મેળવશો? જાણો એક્સપર્ટ પાસેથી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટ્રેચ માર્ક્સ પર નારિયેળના તેલથી માલિશ કરો

દુનિયાની કોઈ પણ મહિલા માટે માતા બનવું એ લાઈફનો સૌથી સુંદર અનુભવ હોય છે. પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓના શરીરમાં ઘણા બધા ચેન્જ આવે છે. તેમાંથી ઘણા ચેન્જની નિશાનીઓ વર્ષો સુધી રહી જાય છે. આ ચેન્જમાંથી એક છે ‘સ્ટ્રેચ માર્ક’. પ્રેગ્નન્સીમાં પેટના નીચેના ભાગમાં, જાંઘ અને બ્રેસ્ટ પર નિશાન પડે છે, જો ધ્યાન રાખવામાં આવે તો આ નિશાનથી બચી શકાય છે. નોઈડામાં આવેલી SJM હોસ્પિટલ એન્ડ IVF સેન્ટરમાં સીનિયર ગાયનેકોલોજિસ્ટ ડૉ. પુષ્પા કૌલે જણાવ્યું, સ્ટ્રેચ માર્ક્સ કેમ થાય છે અને તેનાથી કેવી રીતે બચી શકાય?

ડૉ. પુષ્પા કૌલે જણાવ્યું કે, પ્રેગ્નન્સી દરમિયાન બાળકોના ગ્રોથની સાથોસાથ પેટ પણ વધે છે. પેટ વધવાને લીધે સ્કિન પર ઉપર અને નીચેના ભાગમાં ખેંચાણ થાય છે. તેનાથી કોલેજન ફાટી જાય છે અને તે સ્ટ્રેચ માર્ક્સના રૂપે દેખાય છે. પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓના પેટના નીચેના ભાગમાં, જાંઘ, નિતંબ અને બ્રેસ્ટ પર સ્ટ્રેચ માર્ક્સ આવી જાય છે. સરળ ભાષામાં સ્ટ્રેચ માર્ક્સ એક પ્રકારના ઘાના નિશાન છે.

ફેર સ્કિનવાળી મહિલાઓમાં વધારે સ્ટ્રેચ માર્ક્સ દેખાય છે
ડૉ. પુષ્પાએ જણાવ્યું કે, કોઈને વધારે સ્ટ્રેચ માર્ક્સ થાય છે તો કોઈને ઓછા. સ્ટ્રેચ માર્ક્સથી પૂરી રીતે તો બચી શકાય તેવું શક્ય નથી પણ આપણે અમુક ચીવટ રાખી શકીએ છીએ. દરેક મહિલામાં સ્કિન ટેક્સ્ચર અને સ્કિનની ફ્લેક્સિબિલિટી અલગ-અલગ પ્રકારની હોય છે. આ કારણે ઘણીવાર મહિલાઓમાં વજન વધતું નથી, પણ સ્ટ્રેચ માર્ક્સ આવી જાય છે. ફેર સ્કિનવાળી મહિલાઓમાં સ્ટ્રેચ માર્ક્સ વધારે દેખાય છે. પ્રેગ્નન્સી દરમિયાન જરૂર કરતાં વધારે વજન ધરાવતી મહિલાઓમાં પણ સ્ટ્રેચ માર્ક્સ વધારે થાય છે.

આ રીતે ઓછા કરો સ્ટ્રેચ માર્ક્સ

  • વજન કન્ટ્રોલમાં રાખો.
  • નખથી ના ખંજવાળો.
  • બોડી હાઈડ્રેટેડ રાખો, શક્ય હોય તેટલું પાણી પીઓ અને લિક્વિડ લેતા રહો.
  • વધારે પાણીવાળા ફળ અને શાકભાજી જેમ કે, તરબૂચ, ખીરા કાકડી અને દૂધી ખાઓ.
  • ઝિંક વધારે પ્રમાણમાં હોય તેવી વસ્તુઓ ખાઓ.
  • નારિયેળ તેલ, ઓલિવ ઓઇલ કે પછી સારા બોડી લોશનથી બોડી મોશ્ચ્રરાઈઝ્ડ રાખો.
  • સ્ટ્રેચ માર્ક્સ પર નારિયેળના તેલથી માલિશ કરો.
  • પોષક તત્ત્વોથી ભરપૂર ડાયટ લો, વિટામિન C અને Dથી છલોછલ હોય તેવી વસ્તુઓ ખાઓ.