ગાંધીગીરીથી હારશે કોરોના:ગાંધીજી પણ 2 વખત મહામારીની ઝપેટમાં આવ્યા હતા, પરંતુ હાર્યા નહિ; રાષ્ટ્રપિતાની 8 વાતથી સમજો કે વેક્સિન આવે ત્યાં સુધી પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવાના છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 1918માં સ્પેનિશ ફ્લૂ અને 1945માં ઇન્ફ્લુએન્ઝા મહામારી દરમિયાન મહાત્મા ગાંધી પણ બીમાર થયા હતા

આજે ગાંધીજયંતી છે અર્થાત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મદિવસ. નવી પેઢી પ્રથમ વખત મહામારી દરમિયાન ગાંધીજીનો જન્મદિવસ ઊજવી રહી છે, જ્યારે પોતે ગાંધીજી સ્પેનિશ ફ્લૂ મહામારીમાંથી પસાર થઈ ચૂક્યા છે. આટલું જ નહિ, 1918થી લઈને 1924 સુધી ચાલનારી મહામારીનો શિકાર પણ બન્યા હતા. ઘણાં પુસ્તકમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગાંધીજી તેમના જીવનમાં ઘણી ગંભીર બીમારીઓની ઝપેટમાં આવ્યા હોવા છતાં અનુશાસનના બળે સ્વસ્થ થયા હતા.

ઈન્ડિયન કાઉન્સિલ જર્નલ પ્રમાણે, તેઓ પોતાના જીવનમાં ફિઝિકલ ફિટનેસ અને સંતુલિત આહારને જરૂરી માનતા છે. ગાંધીજી 1914માં પ્લુરિસી, 1918માં સ્પેનિશ ફ્લૂ, 1929માં ગંભીર ડિસેન્ટ્રી, 1925,1936 અને 1944માં મલેરિયા, 1939માં ગેસ્ટ્રિક ફ્લૂ અને 1945માં ઈન્ફ્લુએન્ઝાનો શિકાર બન્યા હતા.

કોરોના વાઈરસ દુનિયાભરમાં ફેલાયો છે અને વૈજ્ઞાનિકો એનાથી બચવા માટે વેક્સિનનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે હાલ ખબર નથી કે વેક્સિન આપણને ક્યાં સુધી મળશે. હાલમાં જ સમાચારો સામે આવ્યા હતા કે વેક્સિન ટ્રાયલમાં ખલેલ પહોંચી રહી છે. આ સમયે આપણે ગાંધીજીની વાતો યાદ રાખવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે આપણે ઠોકર ખાઈ શકીએ છીએ, પડી શકીએ છીએ, પરંતુ ફરી ઊભા થઈશું. એ પૂરતું હોવું જોઈએ કે આપણે મેદાન છોડીને ન ભાગીએ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આવી જ કેટલીક વાતો કોરોનાકાળમાં આપણને સુરક્ષિત રહેવાનો પાઠ આપે છે.

ગાંધીજીની વાતોમાં છુપાયેલાં છે કોરોના સામે લડત આપવાનાં રહસ્યો...

અન્ય સમાચારો પણ છે...