તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માસ્ક એ જ વેક્સિન અભિયાન:WHOના અગ્રણી વિજ્ઞાનીએ કહ્યું- માસ્ક થ્રી લેયરનું, ઘાટ્ટા રંગની સાઈડ બહાર રહે તેમ પહેરવું

નવી દિલ્હી7 મહિનો પહેલા
માસ્કની બંને તરફ ગેપ ના રહે તેનું પણ ખાસ ધ્યાન રાખો અને માસ્કને પણ વારંવાર સ્પર્શ ના કરો. - Divya Bhaskar
માસ્કની બંને તરફ ગેપ ના રહે તેનું પણ ખાસ ધ્યાન રાખો અને માસ્કને પણ વારંવાર સ્પર્શ ના કરો.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના ચીફ સાયન્ટિસ્ટ ડૉ. પ્રો. સૌમ્યા સ્વામીનાથનના જણાવ્યા અનુસાર કોરોના વાઈરસના સંક્રમણથી બચવા જ્યાં સુધી વેક્સિન ના આવે ત્યાં સુધી માસ્ક જ આપણી સુરક્ષા કરશે. હાલના સંજોગોમાં માસ્ક તમારા અને આપણા જીવનનું સૌથી મહત્ત્વનું સાથીદાર છે. એટલે તેનો ઉપયોગ ક્યારેય બંધ ના કરો.

માસ્ક તમને ફક્ત સંક્રમિત થવાથી નથી બચાવતું, પરંતુ તમારી સામે આવતી વ્યક્તિને પણ બચાવે છે. એકથી બીજા વ્યક્તિમાં મોં કે નાકમાંથી નીકળતા ડ્રોપલેટ્સથી કોરોના વાઈરસ માનવશરીરમાં પ્રવેશે છે. આ ડ્રોપલેટ્સથી માસ્ક જ બચાવે છે. હેલ્થ કેર પ્રોવાઈડર્સ, કોવિડ કેર પ્રોવાઈડર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને એન-95 અને એન-99 માસ્ક પહેરવું જોઈએ કારણ કે, તેઓ દર્દીઓના સીધા સંપર્કમાં આવે છે અને તેમને સંક્રમણનો ખતરો વધુ રહે છે. બાકી લોકો માટે કાપડનું માસ્ક કે થ્રી લેયર ધરાવતું સર્જિકલ માસ્ક હિતાવહ છે. થ્રી લેયર ધરાવતું માસ્ક બારીક તરલ પદાર્થ રોકી લે છે. માસ્ક પહેરતી અને કાઢતી વખતે નાની-નાની સાવધાની પર વિશેષ ધ્યાન રાખવું જોઈએ. માસ્કને સ્પર્શ કરતા પહેલાં હાથને પાણીથી સારી રીતે ધોઈ લેવા જોઈએ. થ્રી લેયરનું માસ્ક પહેરતી વખતે ઘાટ્ટો રંગ બહાર તરફ જ રાખો. માસ્કની બંને તરફ ગેપ ના રહે તેનું પણ ખાસ ધ્યાન રાખો અને માસ્કને પણ વારંવાર સ્પર્શ ના કરો. આ ઉપરાંત માસ્ક કાઢીને તેને ક્યારેય કોઈ સપાટી પર ના મૂકો.

માસ્ક પહેર્યા પછીયે એકબીજાથી એક મીટરનું અંતર રાખો
માસ્કની પહેર્યું હોય તોપણ એકબીજાથી એક મીટરનું અંતર રાખવું ખૂબ જરૂરી છે. આ ઉપરાંત ભીડ ધરાવતી જગ્યાએ જવાનું ટાળો. પાર્ટી અને જાહેર કાર્યક્રમોમાં પણ ના જાઓ કારણ કે, જ્યાં જેટલા વધુ લોકો હશે, સંક્રમણનો ખતરો એટલો જ વધુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો