તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લેન્સેટ જર્નલ સ્ટડી:છેલ્લા 3 દાયકાઓમાં થયેલાં મૃત્યુનું ત્રીજું સૌથી મોટું કારણ બ્રેન સ્ટ્રોક, 2019માં 7 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિપોર્ટ પ્રમાણે, હૃદય રોગ અને ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટ્રિવ પલ્મોનરી ડિસીઝ બાદ બ્રેન સ્ટ્રોક ભારતીયોમાં થતા મૃત્યુનું સૌથી મોટું ત્રીજું કારણ છે
  • 2019માં દેશના 48 કરોડ લોકો માથાના દુખાવાથી પીડિત હતા
  • પુરુષોની સરખામણમીએ સૌથી વધારે 35થી 59 વર્ષની મહિલા માથાના દુખાવાથી પરેશાન થઈ

મગજની બીમારીઓથી 68% સુધી થનારા મૃત્યુનું કારણ બ્રેન સ્ટ્રોક છે. 2019માં તેને કારણે દેશમાં 7 કરોડ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશમાં દર વર્ષે જેટલાં મૃત્યુ થાય છે તેમાંથી 7.4% લોકોએ પોતાનો જીવ બ્રેન સ્ટ્રોકને કારણે ગુમાવ્યો છે. આ આંકડા લેન્સેટ ગ્લોબલ જર્નલમાં પ્રકાશિત સ્ટડી રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યા છે.

રિપોર્ટ પ્રમાણે, ન્યુરોલોજિકલ ડિસઓર્ડરના દર્દીઓમાં સ્ટ્રોક પછી સૌથી વધારે મૃત્યુ અલ્ઝાઈમર્સ ડિમેન્શિયા (12%) અને એનસેફેલાઈટિસ (12%)થી થયાં છે.

48 કરોડ લોકો માથાના દુખાવાથી પીડિત
રિપોર્ટ કહે છે કે, 2019માં દેશના 48 કરોડ લોકો માથાના દુખાવાથી પીડિત હતા. આ એવો માથાનો દુખાવો હતો જેનું કારણ માઈગ્રેન અને તણાવ હતું. પુરુષોની સરખામણમીએ સૌથી વધારે 35થી 59 વર્ષની મહિલા તેનાથી પરેશાન થઈ. દુનિયામાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે. તેથી બ્રેન સંબંધિત બીમારીઓના કેસ પણ વધી રહ્યા છે.

છેલ્લા 3 દશકનો રિપોર્ટ
1990થી 2019 સુધીનો સમય બ્રેન સંબંધિત ડિસઓર્ડર માટે કેવો રહ્યો તેનાં પર પણ રિસર્ચ કરવામાં આવ્યું. રિપોર્ટ પ્રમાણે, હૃદય રોગ અને ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટ્રિવ પલ્મોનરી ડિસીઝ બાદ બ્રેન સ્ટ્રોક ભારતીયોમાં થતા મૃત્યુનું સૌથી મોટું ત્રીજું કારણ છે. આટલું જ નહિ વધતી જતી ઉંમરે ઓછી યાદશક્તિ અર્થાત ડિમેન્શિયાના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે.

ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ પર થયેલી આ પ્રથમ સ્ટડી છે. ICMR, બ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા, ઈન્સ્ટિટ્યુટ ઓફ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન સહિત 100 સંસ્થાઓએ મળીને આ સ્ટડી કરી. સ્ટડીમાં બ્રેન સ્ટ્રોક અંગે રાજ્યોની સ્થિતિ શું છે તે પણ જણાવાયું છે.

સ્ટ્રોકના કેસ સૌથી વધારે પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં
દયાનંદ મેડિકલ કોલેજ, લુધિયાણાના ન્યુરોલોજિસ્ટ અને સંશોધક ડૉ. ગગનદીપ સિંહ કહે છે કે, સ્ટ્રોકના કેસ પશ્ચિમ બંગાળ અને છત્તીસગછમાં સૌથી વધારે છે. જોકે તેનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તેનાથી છૂટકારો મેળવવા માટે સ્ટ્રોકની સારવારમાં ઉપયોગ કરાતા મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવાની અને તેને વધુ સારું કરવાની જરૂર છે. સ્ટ્રોકના કેસ રોકવા માટે ડાયાબિટીસ, સ્મોકિંગ અને હાઈબ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરવો જરૂરી છે.

બ્રેન સ્ટ્રોક
બ્રેન સ્ટ્રોકના કેસ ત્યારે સામે આવે છે જ્યારે મગજ સુધી લોહી પહોંચાડનારી ધમની ડેમેજ થાય છે. અથવા તેમાં બ્લોકેજ થવાને કારણે લોહી મગજ સુધી પહોંચી શકતું નથી. આમ થવા પર મગજ સુધી લોહી અને ઓક્સિજન પહોંચી શકતું નથી.

અમેરિકાની સૌથી મોટી સ્વાસ્થ્ય એજન્સી CDCનું કહેવું છે કે, ઓક્સિજન ન પહોંચવા પર મગજની કોશિકાઓ મિનિટોમાં નાશ પામવા લાગે છે અને આ રીતે દર્દી બ્રેન સ્ટ્રોકથી પીડાય છે.

અન્ય સમાચારો પણ છે...