ડાર્ક સર્કલ્સ:આંખોની આજુબાજુ ઘેરાયેલા કાળા કુંડાળાને ‘ગુડબાય’ કહેવા કેમિકલ પ્રોડક્ટ્સને બદલે આ ઘરેલુ નુસખા ચોક્કસ ટ્રાય કરો

9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બદામના તેલથી આંખોની આજુબાજુ મસાજ કરો
 • ખીરા કાકડીની સ્લાઈસ આંખો પરના કાળા કુંડાળા ઓછા કરે છે

આંખો નીચેના ડાર્ક સર્કલ્સ જોવામાં વિચિત્ર લાગે છે પ્લસ આ સર્કલ્સ લોકોને જણાવે છે કે તમારી રૂટિન લાઈફમાં કોઈ તકલીફ છે. ડાર્ક સર્કલ્સ કેમ થાય છે? આ દૂર કરવા શું કરવું અને શું ખાવું? કેવું રૂટિન હોવું જોઈએ? આવા બધી પ્રશ્નો તમારા મનમાં થતા હશે. ન્યૂટ્રિશન ડૉ. હિમાંશુ રાય પાસેથી જાણીએ જવાબ...

ડાર્ક સર્કલ્સ કેમ થાય છે?

 • જો તમે વધારે કે ઓછા સમયની ઊંઘ લો છો.
 • વધતી જતી ઉંમર પણ ડાર્ક સર્કલ્સનું એક કારણ છે.
 • વધારે થાકવાળું રૂટિન ફોલો કરો છો.
 • સતત ટીવી અને કમ્પ્યુટર સ્ક્રીન પણ આનું એકે કારણ છે.
 • ડિહાઈડ્રેશનને લીધે આંખોની નીચેની સ્કિન ડાર્ક થઈ જાય છે.
 • જેનેટિક કારણો કે પછી ફેમિલી હિસ્ટ્રી
 • આ ઉપરાંત શરીરમાં રક્તની ઉણપ અને સ્ટ્રેસને લીધે પણ ડાર્ક સર્કલ્સ થાય છે.

ડાર્ક સર્કલ્સને ‘બાય-બાય’ કહેવા શું કરશો?

 • આકરા તડકામાં બહાર ના નીકળવું.
 • આંખો પર બરફના પાણીનું ઠંડું કપડું મૂકો.
 • બદામના તેલથી આંખોની આજુબાજુ મસાજ કરો.
 • વિટામિન Eની કેપ્સૂલથી આંખોની આજુબાજુ મસાજ કરો.
 • ખીરા કાકડીની સ્લાઈસ આંખો પર કાળા કુંડાળા ઓછા કરે છે.
 • ઊંઘતા પહેલાં નારિયેળ તેલથી માલિશ કરવી.

ડાયટમાં આટલી વાતોનું રાખો ધ્યાન:

 • ખીરા કાકડી ખાઓ. શરીરને હાઈડ્રેટ રાખો.
 • ટમેટું ખાઓ. તેમાં હાજર એન્ટિ-ઓક્સિડન્ટ બ્લડ સર્ક્યુલેશન સારું રાખે છે.
 • હાઈ પ્રોટીનથી ભરપૂર ભોજન ડાયટમાં સામેલ કરો.
 • આયર્નની ભરપૂર ડાયટ લેવાથી પણ ડાર્ક સર્કલ્સની તકલીફ દૂર થાય છે.

આજકાલ ઘણા બધા લોકો ભાગદોડવાળી જિંદગીમાં સપ્લિમેટ્સ અને ક્રીમની મદદથી ડાર્ક સર્કલ્સ ઓછા કરવા ઈચ્છે છે, પણ આ કોઈ પર્મેનન્ટ સોલ્યુશન નથી. જ્યાં સુધી તમે આનો ઉપયોગ કરશો, ત્યાં સુધી ડાર્ક સર્કલ્સ નહીં દેખાય. જેવું તમે ક્રીમ લગાવાનું બંધ કરશો તેવા કાળા કુંડાળા આવી જશે. શક્ય હોય તેટલું વધારે પાણી પીઓ અને ડાયટમાં હેલ્ધી ફૂડ્સ સામેલ કરો.