100g કુલ્થી દાળમાં દૂધ કરતાં પણ વધુ પ્રોટિન:રેગ્યુલર ખાશો તો કીડની સ્ટોન દૂર થશે , બ્રેસ્ટફિડિંગ કરાવતી મહિલાઓએ દરરોજ 1 ચમચી જરુર ખાવી

3 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાળને પ્રોટીનનો અખૂટ સ્રોત માનવામાં આવે છે. અળદની દાળ, મસૂરની દાળ, ચણાદાળ, મગની દાળ એ લગભગ દરેક ભારતીય ઘરમાં જોવા મળી રહે છે. આ દાળનો ઉપયોગ કરીને તમે અનેક પકવાન તૈયાર કરીને ખાઈ શકો છો. જો કે, એક એવી દાળ પણ છે કે, જે પોષકતત્વોનો ભંડાર છે. આ દાળ છે કુલ્થી દાળ. શહેરી વિસ્તારમાં આ દાળ એટલી જાણીતી નથી પણ ગ્રામ્ય વિસ્તારમાં તો આ દાળનો ભરપૂર ઉપયોગ થાય છે. ઝારખંડ, છતીસગઢ અને ઓરિસ્સાનાં ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધુ આ દાળનો ઉપયોગ કરવામાં આવે છે. તેનું એકમાત્ર કારણ તેમાં રહેલા પોષકતત્વો. આવશ્યક માત્રામાં પ્રોટિનની સાથે મિનસલ્સ અને વિટામિન્સ પણ તમને આ દાળમાંથી મળી રહેશે.

શરીરમાંથી કિડની સ્ટોનને દૂર કરે છે આ દાળ
કુલ્થી દાળને ભોજન સ્વરુપે ઓછી અને ઓષધિની દ્રષ્ટિએ વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. ડાયટિશન ડૉ. વિજયશ્રી પ્રસાદ જણાવે છે કે, આ દાળમાં ભરપૂર માત્રામાં પોષકતત્વો સિવાય અમુક બાયોએક્ટિવ પદાર્થ જેમ કે, ફેનોલિક એસિડ, ફ્લેવોનોડ્સ અને ટેનિંસ મળી રહે છે. આ તત્વો અમુક પ્રકારની બીમારીઓનાં નિદાનમાં મદદરુપ થાય છે.

અમુક સંશોધનોમાં એવું જણાવવામાં આવ્યું છે કે, જો તમે કિડની સ્ટોનની સમસ્યાથી પીડાવ છો અને કુલ્થી દાળનું નિયમિત સેવન કરો તો તે કિડની સ્ટોનને તમારા શરીરમાં જ ઓગાળી દે છે અને તેને યૂરિનનાં માધ્યમથી શરીરમાંથી દૂર કરી દે છે. તેના નિયમિત સેવનથી કબજિયાતની સમસ્યા પણ દૂર થઈ શકે છે. આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે, તેનાથી ગોળ બ્લેડરમાં રહેલા સ્ટોનને પણ બહાર કાઢી શકાય છે. જે લોકો શરીરમાં યૂરિક એસિડનું પ્રમાણ વધી જવાની ફરિયાદ કરતા હોય તો તે કુલ્થી દાળનું સેવન કરી શકે. રેગ્યુલર કુલ્થી દાળનું સેવન કરવાથી કોલોન કેન્સરનું જોખમ પણ ઘટી જાય છે.

100 ગ્રામ કુલ્થી દાળમાં આ પોષકતત્વો સામેલ છે
પ્રોટિન- 21 ગ્રામ
કાર્બોહાઈડ્રેટ- 48 ગ્રામ
વસા- 0.6 ગ્રામ
ફાઈબર- 7.9 ગ્રામ
કેલરી- 330 કેલરી

પાઈલ્સની બીમારી માટે પણ લાભદાયી
કુલ્થી દાળ એ પાઈલ્સની બીમારીથી પીડાતા લોકો માટે લાભદાયી માનવામાં આવે છે. તેમાં પુષ્કળ માત્રામાં ફાઈબર મળી રહે છે. આ સિવાય તેને સલાડ રુપે કાચુ પણ ખાઈ શકો છો. તે સિવાય જો તમે રાત્રે આ દાળ પાણીમાં પલાળીને સવારે તે પાણીને પી જાવ તો તમને પાઈલ્સની સમસ્યામાં રાહત મળી શકે છે.

ડિલિવરી પછી મહિલાઓએ આ દાળ જરુર ખાવી
આયુર્વેદ મુજબ મહિલાઓએ તેના રોજિંદા ભોજનમાં આ દાળનો સમાવેશ જરુર કરવો જોઈએ. દરરોજનો એક ચમચી કુલ્થી દાળનો પાવડર તમારા શરીરને એનર્જીથી ભરી દે છે. ડિલિવરી પછી મહિલાઓનું શરીર નબળું પડી જાય છે અને તેઓને પોષકતત્વોની અને એનર્જીની સખત જરુર પડે છે ત્યારે આ સમયે તેમના માટે કુલ્થી દાળ સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. તે તેમના શરીરને એનર્જી તો પૂરી પાડે જ છે સાથે જ શરીરને ખૂટતાં પોષકતત્વો પણ પૂરા પાડે છે. બ્રેસ્ટ ફિડિંગ કરાવતી માતાઓ માટે પણ આ દાળનું સેવન ખૂબ જ લાભદાયી સાબિત થાય છે.

કુલ્થી દાળમાં આયર્ન પણ ભરપૂર માત્રામાં હોય છે, જે મહિલાઓને પીરિયડ્સ સાથે સંબંધિત સમસ્યાઓ સામે લડવામાં મદદરુપ થાય છે. તેનો ઉપયોગ અનિયમિત અને હેવી બ્લીડિંગ રોકવા માટે પણ કરવામાં આવે છે.

કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે
કુલ્થી દાળ એ શરીરમાં LDL એટલે કે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને HDL એટલે કે ગૂડ કોલેસ્ટ્રોલને વધારે છે. ડૉ. વિજયશ્રી મુજબ ડાયટમાં કુલ્થી દાળને સામેલ કરવામાં આવે તો તે કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

સ્પર્મને પાતળા થતાં અટકાવે
કુલ્થી દાળમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન અને એમિનો એસિડ સામેલ હોય છે. તેનાથી પુરુષોમાં સ્પર્મનું પ્રમાણ વધે છે. આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે, કુલ્થી દાળ સ્પર્મને પાતળું થતા અટકાવે છે. જે લોકોમાં સ્પર્મ ઓછા હોય તે કુલ્થી દાળનું ઔષધિ સ્વરુપે સેવન કરી શકે છે. દરરોજની એક ચમચી તમારી આ સમસ્યાનું નિવારણ લાવી શકે છે.

ઠંડીની ઋતુમાં શરીરને ગરમ રાખે છે
આયુર્વેદમાં કુલ્થીની તાસીરને ગરમ જણાવવામાં આવી છે. ઠંડીની ઋતુમાં જે લોકો શરદી- ઉધરસનાં શિકાર બની જતા હોય છે તે લોકો માટે કુલ્થી દાળનું સેવન લાભદાયી સાબિત થઈ શકે છે. કુલ્થી દાળ ખાવાથી તમને સીઝનલ ફ્લૂની સમસ્યાથી રાહત મળી શકે છે. આ સિવાય તે તમારા શરીરને ગરમ રાખવામાં પણ મદદરુપ સાબિત થાય છે.

બ્લડ ગ્લૂકોઝને નિયંત્રિત રાખવામાં પણ મદદરુપ થાય છે
કુલ્થી દાળમાં ભરપૂર માત્રામાં પોષકતત્વો મળી રહે છે, જે બ્લડ ગ્લૂકોઝનાં લેવલને નિયંત્રણમાં રાખે છે. આ સિવાય ડાયાબિટીસની સમસ્યાથી પીડીત લોકો માટે પણ કુલ્થી દાળનું સેવન ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે.

વિશેષ નોંધ- આ આર્ટિકલમાં આપવામાં આવેલ સૂચનાઓ એક્સપર્ટ દ્વારા આપવામાં આવેલી સલાહ મુજબ લખવામાં આવી છે. આ સૂચનાઓનો અમલ કરતાં પહેલા એકવાર એક્સપર્ટની સલાહ જરુર લેવી