તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Kerala Government Launches 'Matru Kavacham Abhiyan' To Provide Vaccines During Pregnancy, Pregnant Women Will Be Able To Register With The Help Of Asha Worker

મહામારીમાં નેક પહેલ:કેરળ સરકારે પ્રેગ્નન્સી દરમિયાન વેક્સિન આપવા માટે ‘માતૃ કવચમ અભિયાન’ લોન્ચ કર્યું, ગર્ભવતી મહિલા આશા વર્કરની મદદથી રજીસ્ટ્રેશન કરાવી શકશે

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વાસ્થ્ય મંત્રી વીના જ્યોર્જે કહ્યું કે, પ્રેગ્નન્ટ મહિલાઓને વેક્સિન લેવી જરૂરી છે
  • વેક્સિનેશન સેન્ટર પર આ મહિલાઓ માટે અલગ સુવિધાઓ હશે

મહામારીમાં ગર્ભવતી મહિલાઓને સુરક્ષિત રાખવા માટે કેરળ સરકારે ‘માતૃ કવચમ અભિયાન’ લોન્ચ કર્યું છે. આ અભિયાન હેઠળ દરેક ગર્ભવતી મહિલાઓન આશા કાર્યકર્તાની મદદથી પોતાના વોર્ડમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીના જ્યોર્જે કહ્યું કે, આશા કાર્યકર્તા દરેક મહિલાઓએ પોતાના ક્ષેત્રમાં વેક્સિન લગાવવા માટે રજીસ્ટર્ડ કરશે. સ્ટેટ લેવલે ગર્ભવતી મહિલાઓ માટે કેમ્પનું આયોજન પણ કરવામાં આવશે.

વીના જ્યોર્જે કહ્યું, પ્રેગ્નન્ટ મહિલાઓને વેક્સિન લેવી જરૂરી છે. વેક્સિનેશન પછી પણ આ મહિલાઓએ માસ્ક ફેરવું અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી છે. વેક્સિનેશન સેન્ટર પર આ મહિલાઓ માટે સુવિધાઓ હશે. તેઓ અન્ય કોઈના સંપર્કમાં ના આવે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે.

સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા પ્રમાણે, પ્રેગ્નન્સી દરમિયાન કોઈ પણ મહિનામાં વેક્સિન લઇ શકાય છે. આ કામ જેટલું જલ્દી થાય તેમ પૂરું કરી લેવું જોઈએ. પ્રેગ્નન્સી દરમિયાન મહિલા કોવિડ પોઝિટિવ હોય તો તેણે ડિલિવરી પછી વેક્સિન લેવી જોઈએ. આવી સ્થિતિમાં રિપોર્ટ નેગેટિવ આવ્યાને ત્રણ મહિના પછી વેક્સિન લેવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...