• Gujarati News
  • Lifestyle
  • Health
  • Keep Children Away From Balloons And Chewing Gum, As This Can Damage The Trachea And Increase The Risk Of Death.

સાવધાન:બાળકોને ફુગ્ગા અને ચ્યુઈંગ ગમથી દૂર રાખો, તેનાથી શ્વાસનળી ડેમેજ થઈ શકે છે અને મૃત્યુનું જોખમ પણ રહે છે

7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફુગ્ગા પણ બાળકના મૃત્યુનું કારણ બની શકે છે અથવા ચ્યુઈંગમ ગમ ખાવાથી પણ જીવ જઈ શકે છે

હંમેશાં બાળકો પેરેન્ટ્સ પાસેથી કંઈક એવી ડિમાન્ડ કરી બેસતા હોય છે કે જે તેમની સાથે કોઈ દુર્ઘટનાનું કારણ બની જાય છે. તેમાંથી એક છે ફુગ્ગો અને ચ્યુઈંગ ગમ. આવા સમાચાર પેપરમાં, ટીવીમાં જોવા મળે છે કે, ફુગ્ગો ફૂલાવતા સમયે ફાટી ગયો. તેના ટૂકડા બાળકની શ્વાસનળીમાં ફસાઈ જવાના કારણે તેનું મૃત્યુ થઈ ગયું. ઘણી વખત બાળકો ચ્યુઈંગ ગમ ચાવતા ચાવતા તેને ગળી જાય છે.

પીડિયાટ્રિક્સ એન્ડ નિયોનેટોલોજિસ્ટ ડૉ. મેજર મનીષ મન્નાન જણાવે છે કે, મેડિકલ ટર્મમાં તેને ફોરેન બોડી એસ્પિરેશન કહેવામાં આવે છે. એટલે કે જે વસ્તુ શ્વાસ નળીમાં ન જવી જોઈએ તે જતી રહે. આવા કેસ ઘણા આવે છે.

બાળકોને ફુગ્ગા અને ચ્યુઈંગ ગમથી દૂર રાખો
બાળકોને ફુગ્ગા અને ચ્યુઈંગ ગમથી દૂર રાખો

શ્વાસની નળી ઘણી નાની હોય છે. તેમાં કંઈક જાય છે તો શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે જેના કારણે બાળકનું તરત મૃત્યુ પણ થઈ શકે છે. ક્યારેક ક્યારેક આવા કેસમાં થોડો સમય મળી જાય છે જેની સારવાર બ્રોન્કોસ્કોપી દ્વારા કરી શકાય છે.

બ્રોન્કોસ્કોપી શું છે
શ્વાસની નળીને જોવા માટે બ્રોન્કોસ્કોપી કરવામાં આવે છે. તેમાં નાક અથવા મોં દ્વારા એક બ્રોન્કોસ્કોપી નાખવામાં આવે છે જેમાં માઈક્રો કેમેરા લાગેલા હોય છે. તેનાથી ટ્યુમર્સ, ઈન્ફેક્શન, શ્વાસની નળી અથવા ફેફસાંની સ્થિતિ જાણી શકાય છે.

બ્રોન્કોસ્કોપી ટેસ્ટનો ખર્ચ
AIIMSની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર,બ્રોન્કોસ્કોપીની ફી 500 રૂપિયા છે, જ્યારે પ્રાઈવેટ હોસ્પિટલમાં 6000 રૂપિયાથી શરૂ થાય છે.

ડૉ. મનીષ જણાવે છે કે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને એવી વસ્તુ ન આપવી જેના કારણે કોઈ દુર્ઘટનાનું જોખમ રહે. બાળક જો ફુગ્ગાની સાથે રમતો હોય તો તેનું ધ્યાન રાખો. સાથે જ તેને મોંમાં ન નાખવા દો. બાળકને મગફળીના દાણા, બદામ, અખરોટ, ચોકલેટ જેવી વસ્તુ સોલિડ ફોર્મમાં ક્યારેય ન આપો.