ડિજિટલ ડિટોક્સના ફાયદા:સોશિયલ મીડિયાથી માત્ર એક અઠવાડિયાનો બ્રેક ડિપ્રેશન, એન્ક્ઝાઈટીના લક્ષણોને ઘટાડવામાં અસરકારક છે

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્નેપચેટ, ટ્વિટર, રેડિટ, લિંક્ડઈન... આજે દુનિયામાં મોટાભાગના લોકો આમાંથી કોઈ ન કોઈ સોશિયલ મીડિયા એપનો ઉપયોગ જરૂરથી કરે છે. જેના કારણે તે સ્ટ્રેસ, એન્ક્ઝાઈટી અને ડિપ્રેશન જેવી માનસિક બીમારીઓનો શિકાર બની જાય છે. આ બીમારીથી બચવા માટે હેલ્થ એક્સપર્ટ્સ ડિજિટલ ડિટોક્સના કોન્સેપ્ટને એક્સપ્લોર કરી રહ્યા છે.

તાજેતરમાં ઈંગ્લેન્ડની યુનિવર્સિટી ઓફ બાથના સંશોધકોએ એક સંશોધનમાં જણાવ્યું કે, સોશિયલ મીડિયાથી માત્ર એક અઠવાડિયાનો બ્રેક તમારી મેન્ટલ હેલ્થમાં સુધારો લાવી શકે છે. એટલે કે જો તમે ડિપ્રેશન અને એન્ક્ઝાઈટીના લક્ષણોનો સામનો કરી રહ્યા છો તો માત્ર એક જ અઠવાડિયામાં તેને ઘટાડી શકાય છે.

શું છે ડિજિટલ ડિટોક્સ?

ટેક્નિકલોજીની માયાજાળથી પોતાને દૂર રાખવા માટે થોડા સમય માટે ડિજિટલ રજા પર જવું તેને ‘ડિજિટલ ડિટોક્સ’ કહેવામાં આવે છે.
ટેક્નિકલોજીની માયાજાળથી પોતાને દૂર રાખવા માટે થોડા સમય માટે ડિજિટલ રજા પર જવું તેને ‘ડિજિટલ ડિટોક્સ’ કહેવામાં આવે છે.

નિષ્ણાતોના અનુસાર, જે રીતે લોકોને દારૂ અને સિગારેટની આદત પડી જાય છે તેવી જ રીતે તેમને વર્ચ્યુઅલ વર્લ્ડમાં પણ રહેવાની આદત પડી જાય છે. તેઓ ઈચ્છીને પણ તેમાંથી બહાર નથી નીકળી શકતા. આવી સ્થિતિમાં ટેક્નિકલોજીની માયાજાળથી પોતાને દૂર રાખવા માટે થોડા સમય માટે ડિજિટલ રજા પર જવું તેને ‘ડિજિટલ ડિટોક્સ’ કહેવામાં આવે છે.

આ રીતે રિસર્ચ થયું

રિસર્ચના પરિણામમાં જાણવા મળ્યું કે, એક અઠવાડિયાની બ્રેક લેનાર ગ્રુપનું સ્વાસ્થ્ય વારવિક-એડિનબર્ગ મેન્ટલ વેલબીઈંગ સ્કેલ પર 46થી વધીને 55.93 થઈ ગયું.
રિસર્ચના પરિણામમાં જાણવા મળ્યું કે, એક અઠવાડિયાની બ્રેક લેનાર ગ્રુપનું સ્વાસ્થ્ય વારવિક-એડિનબર્ગ મેન્ટલ વેલબીઈંગ સ્કેલ પર 46થી વધીને 55.93 થઈ ગયું.

સંશોધકોએ આ રિસર્ચમાં 18થી 72 વર્ષની ઉંમરના 154 લોકોને સામેલ કર્યા. તેમને બે ગ્રુપમાં વહેંચવામાં આવ્યા. પહેલા ગ્રુપના સોશિયલ મીડિયા પર બૅન કરવામાં આવ્યો, તો બીજા ગ્રુપના લોકો દરરોજની જેમ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા. સહભાગીઓએ અઠવાડિયામાં સરેરાશ 8 કલાક સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ કર્યો.

સંશોધનના એક અઠવાડિયા પછી, સહભાગીઓના 3 ટેસ્ટ લેવામાં આવ્યા. તેમાં ડિપ્રેશન અને એન્ક્ઝાઈટી સાથે સંબંધિત સવાલ સામેલ હતા. પરિણામે જાણવા મળ્યું કે બ્રેક લેનાર ગ્રુપનું સ્વાસ્થ્ય વારવિક-એડિનબર્ગ મેન્ટલ વેલબીઈંગ સ્કેલ પર 46થી વધીને 55.93 થઈ ગયું. તેમજ પેશન્ટ હેલ્થ પ્રશ્નાવલી-8 પર તેમના ડિપ્રેશનનું લેવલ 7.46થી ઘટીને 4.84 પર આવી ગયું. આ સ્કેલ પર એન્ક્ઝાઈટી 6.92થી 5.94 પર આવી ગઈ.

સોશિયલ મીડિયા પર નાની બ્રેક પણ મદદગાર

યુકેમાં, 16 થી 44 વર્ષની વયના 97% લોકો સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ કરે છે.
યુકેમાં, 16 થી 44 વર્ષની વયના 97% લોકો સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ કરે છે.

સંશોધક જેફ લેમ્બર્ટનું કહેવું છે કે માત્ર એક અઠવાડિયામાં જ પહેલા ગ્રુપના લોકોનો મૂડ સારો થયો અને એન્ક્ઝાઈટીના લક્ષણ ઓછા થયા. તેનો અર્થ સોશિયલ મીડિયાથી નાનાં નાનાં બ્રેક્સ પણ મેન્ટલ હેલ્થ પર પોઝિટિવ અસર પહોંચાડે છે.

રિપોર્ટના અનુસાર, બ્રિટનમાં સોશિયલ મીડિયા ઉપયોગ કરનાર લોકોની સંખ્યા 2011માં 45%થી વધારીને 2021માં 71% સુધી પહોંચી છે. સાથે જ 16થી 44 ઉંમરના 97% લોકો સોશિયલ મીડિયા એપ્સનો યુઝ કરે છે. એપ્સ પર કન્ટેન્ટ સ્ક્રોલ કરવું યુઝર્સની સૌથી કોમન એક્ટિવિટી છે. આવી જ સ્ટડીજ અગાઉ પણ અમેરિકા અને બ્રિટનમાં કરવામાં આવી છે.