સફળ હ્યુમન ટ્રાયલ:જાપાની વૈજ્ઞાનિકોએ ચોખામાંથી કોલેરાની વેક્સિન તૈયાર કરી, તેને સ્ટોર કરવા માટે ન તો કૂલિંગ સિસ્ટમની જરૂર રહેશે ન તો સોયનો દુખાવો સહન કરવો પડશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેક્સિન તૈયાર કરવા માટે વૈજ્ઞાનિકોએ જિનેટિકલી મોડિફાઈડ ઈન્ડોર પ્લાન્ટ કરેલા ચોખાના નાના દાણાવાળા છોડનો ઉપયોગ કર્યો
  • આ વેક્સિન સોયથી નથી અપાતી બલકે સેલાઈન વોટરમાં આ ખાસ ચોખાનો પાઉડર ઉમેરી દર્દીને પીવડાવવામાં આવે છે

જાપાનના વૈજ્ઞાનિકોએ ચોખામાંથી કોલેરાની વેક્સિન તૈયાર કરી છે. વેક્સિનનું પ્રથમ હ્યુમન ટ્રાયલ સફળ રહ્યું છે. વેક્સિન તૈયાર કરનારી ટોક્યો અને ચિબા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનો દાવો છે કે ટ્રાયલ દરમિયાન તેની કોઈ આડઅસર જોવા મળી નથી અને તેનાથી સારો ઈમ્યુન રિસ્પોન્સ જોવા મળ્યો છે. આ વેક્સિનનું નામ 'મ્યુકો-રાઈસ-સીટીબી' છે. લેન્સેટ માઈક્રોબ નામની મેડિકલ જર્નલમાં ટ્રાયલના પ્રથમ ફેઝના પરિણામ પ્રકાશિત થયા છે.

3 પોઈન્ટમાં સમજો વેક્સિનની ખાસિયત
સ્ટોરેજ માટે કૂલિંગ સિસ્ટમની જરૂર નહિ
સંશોધનકર્તાઓના જણાવ્યા પ્રમાણે, આ વેક્સિનને રૂમ ટેમ્પરેચર પર રાખી શકાય છે. તેના ટ્રાન્સપોર્ટેશન માટે ફ્રિજ કે કૂલિંગ સિસ્ટમની આવશ્યકતા નથી.

દુખાવો પણ નહિ સહન કરવો પડે
કોલેરાની વેક્સિન માટે સોયનો દુખાવો પણ નહિ સહન કરવો પડે. આ ઓરલ વેક્સિન છે. તેને લિક્વિડ સાથે મિક્સ કરી દર્દીને પીવડાવી શકાશે.

આંતરડાંનાં મેમ્બ્રેન ઈમ્યુનિટી વધારે છે
વેક્સિન લીધા બાદ દર્દીના આંતરડાંના મ્યુકોસલ મેમ્બ્રેનની મદદથી ઈમ્યુનિટી અર્થાત કોલેરા સામે લડવાની ક્ષમતા વધારે છે.

આ રીતે કામ કરે છે વેક્સિન
ટોક્યો યુનિવર્સિટીના સંશોધક હિરોશી કિયોનોનું કહેવું છે કે, ટ્રાયલ દરમિયાન દર્દીઓનો લૉ (3mg), મીડિયમ (6mg) અને હાઈ (18mg) ડોઝ આપવામાં આવ્યા. વેક્સિન આપ્યા બાદ દર્દીઓમાં બીજા અને ચોથા મહિનામાં IgA અને IgG એન્ટિબોડી જોવા મળી. IgA અને IgG એન્ટિબોડીઝ એક ખાસ પ્રકારના પ્રોટીન છે, જેને ઈમ્યુન સિસ્ટમ રિલીઝ કરે છે. આ પ્રોટીન કોલેરા ટોક્સિન-Bનાં સંક્રમણ સામે લડે છે.

સેલાઈન વોટર સાથે વેક્સિન અપાય છે
વેક્સિન તૈયાર કરવા માટે વૈજ્ઞાનિકોએ જિનેટિકલી મોડિફાઈડ ચોખાના નાના દાણાવાળા છોડ ઈન્ડોર ફાર્મમાં લગાવ્યા. પાક તૈયાર થયા બાદ ચોખા અલગ કરવામાં આવ્યા. તેને ખુબ જીણા પીસવામાં આવ્યા અને સ્ટોરેજ માટે એલ્યુમિનિયમ પેકેટમાં રાખવામાં આવ્યા. રસીકરણ દરમિયાન આ પાઉડરને 1/3 સેલાઈન વોટરમાં ઉમેરવામાં આવ્યો અને દર્દીને આ પાણી પીવડાવવામાં આવ્યું. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેને સાદા પાણી સાથે પણ દર્દીને આપી શકાય છે.

કોલેરા બીમારીને સમજો

  • શું છે કોલેરા: કોલેરા બેક્ટેરિયાથી થતી સંક્રામક બીમારી છે. તેનું સંક્રમણ સામાન્ય રીતે ગંદાં અને દૂષિત પાણીથી થાય છે. સંક્રમણ બાદ શરીરમાં પાણી અને પોષક તત્વોની ઊણપ સર્જાતા તે જીવલેણ સાબિત થઈ શકે છે.
  • અલગ અલગ સમયે લક્ષણો દેખાય છે: કોલેરાના લક્ષણો અલગ અલગ લોકોમાં અલગ અલગ સમયે દેખાય છે. કોઈનામાં સંક્રમણના કેટલાક કલાક બાદ તો કોઈનામાં 2-3 દિવસમાં લક્ષણો દેખાય છે.
  • આ રીતે બચો: ગંદાં પાણીમાં ધોવામાં આવેલી શાકભાજીથી કોલેરાનું જોખમ વધારે રહે છે. તેથી શાકભાજી અને સલાડ સ્વચ્છ પાણીથી ધોયા બાદ જ તેનું સેવન કરો. સી-ફૂડ અને માછલીઓથી કોલેરા થઈ શકે છે. ગંદકી ધરાવતા ક્ષેત્રમાં કોલેરા ફેલાવાનું જોખમ વધારે થાય છે.