• Home
  • Lifestyle
  • Health
  • Japanese pharma company is making Takeda Corona vaccine, taking antibodies from blood plasma from patients recovering from the virus

જાપાની ફાર્મા કંપની ટાકેડા કોરોના વેક્સિન બનાવી રહી છે, વાઈરસથી સ્વસ્થ થયેલા દર્દીઓના બ્લડ પ્લાઝ્માથી એન્ટિબોડીઝ લઈને દવા બનાવશે

Japanese pharma company is making Takeda Corona vaccine, taking antibodies from blood plasma from patients recovering from the virus
X
Japanese pharma company is making Takeda Corona vaccine, taking antibodies from blood plasma from patients recovering from the virus

  • કંપનીનો તર્ક, સ્વસ્થ દર્દીઓમાંથી નીકળતા એન્ટિબોડીઝ નવા કોરોના દર્દીઓ માટે અસરકારક સાબિત થશે
  • કંપનીએ દવાનું નામ TAK-888 રાખ્યું, જે કોરોનાને દૂર કરવા માટે કામ કરશે

દિવ્ય ભાસ્કર

Mar 23, 2020, 02:06 PM IST

હેલ્થ ડેસ્ક. સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસની વેક્સિન બનાવવાના પ્રયાસ ચાલુ છે. અમેરિકામાં વેક્સિન ટ્રાયલ શરૂ થઈ છે, પરંતુ જાપાની કંપની ટાકેડા ફાર્માની તૈયારી થોડી જુદી છે. કંપની કોરોનાથી રિકવર થયેલા દર્દીઓના બ્લડ પ્લાઝ્માથી એન્ટિબોડીઝ લઈને દવા બનાવી રહી છે. ટાકેડાએ દાવો કર્યો છે કે, આ દવા કોરોનાના દર્દીઓ માટે ખૂબ અસરકારક સાબિત થશે. તર્ક છે કે, રિકવર થયેલા દર્દીઓમાંથી નીકળતા એન્ટિબોડીઝ નવા કોરોના દર્દીઓમાં પહોંચશે અને તેમની રોગપ્રતિકારક શક્તિમાં ઝડપથી સુધારો કરશે અને દર્દી સ્વસ્થ થઈ જશે. 


બ્લડ પ્લાઝ્માંથી દવા કેવી રીતે તૈયાર થશે
એવા દર્દી જે હાલમાં બીમારીથી સ્વસ્થ થયા છે તેમના શરીરમાં રહેલ ઈમ્યુન સિસ્ટમ એવા એન્ટિબોડીઝ બનાવે છે જે આખી ઉંમર રહે છે. આ એન્ટિબોડીઝ બ્લડ પ્લાઝ્મામાં રહે છે. તેને દવામાં રૂપાંતરિત કરવા માટે બ્લડમાંથી પ્લાઝ્માને અલગ કરવામાં આવે છે અને ત્યારબાદ તેમાંથી એન્ટિબોડીઝ કાઢવામાં આવે છે. આ એન્ટિબોડીઝ નવા દર્દીના શરીરમાં ખાસ થેરપીની મદદથી ઈન્જેક્ટ કરવામાં આવે છે તેને પ્લાઝ્મા ડિરાઈવ્ડ થેરેપી કહેવામાં આવે છે. તે દર્દીના શરીરને રોગો સામે લડવાની ક્ષમતામાં વધારો કરે છે.


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ઇમર્જન્સી પ્રોગ્રામ હેડ માઇક રિયાનના જણાવ્યા પ્રમાણે, કોરોના વાઈરસની સારવાર કરવાની યોગ્ય રીત છે. તે દર્દીને યોગ્ય સમયે આપવામાં આવી જોઈએ જેથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધી શકે. પરંતુ આ કરતી વખતે સાવચેત રહેવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કેમ કે, આ થેરપી દર વખતે સફળ થતી નથી. 


ચીનમાં તૈયારી શરૂ

ફેબ્રુઆરીમાં, ચીનના શાંઘાઈમાં ડોક્ટરોની ટીમ દ્વારા કોરોનાવાઈરસના નવા દર્દીઓની ઓળખ કરવામાં આવી છે. મેયો ક્લિનિકે સંક્રમણ રોગના નિષ્ણાત ગ્રેગ પોલેન્ડના જણાવ્યા પ્રમાણે, ચીનમાં તેની શરૂઆત થઈ હોવાની જાણકારી મળી છે પરંતુ હજુ સુધી કોઈ રિસર્ચ જર્નલમાં પ્રકાશિત નથી થયું. પરંતુ તેનો પ્રયાસ ચાલુ છે. 


કેટલી દવા તૈયાર કરવામાં આવશે

જાપાની દવા કંપની ટાકેડા આ પહેલાં પણ ઈમ્યુનિટી વધારવાની દવા બનાવી ચૂકી છે, જેનું નામ ઈન્ટ્રાવેનસ ઈમ્યુનોગ્લોબિન છે. તેનો ઉપયોગ ઈમ્યૂન ડિસઓર્ડરની સારવારમાં કરવામાં થાય છે, તેને તૈયાર કરવામાં સ્વસ્થ લોકોની એન્ટિબોડીઝનો ઉપયોગ કરવામાં આવે છે. કંપનીનો દાવો છે કે, તે સુરક્ષિત અને અસરકારક છે, તે ઉપરાંત તેનાથી વાઈરસ ફેલાવવાનું જોખમ નથી રહેતું. કંપની કોરોનાવાઈરસની નવા દવા બનાવી રહી છે, તેમાં કોરોનાવાઈરસથી સ્વસ્થ થઈ ગયેલા દર્દીઓના એન્ટિબોડીઝનો ઉપયોગ થવાનો છે. કંપનીએ ડ્રગનું નામ TAK-888 રાખ્યું છે, જે કોરોનાને દૂર કરવા માટે ખાસ કામ કરશે.

કંપનીના પ્રેસિડેન્ટ ઝૂલી કિમના જણાવ્યા પ્રમાણે, સિંગલ ડોનરથી કોરોનાના દર્દીની સારવાર થઈ શકે છે. જો કે, જે દર્દી રિકવર થયો છે તેના શરીરમાં કેટલું એન્ટિબોડીઝ છે તેના પર આધાર રાખે છે. જેને TAK-888ના ડોઝમાં સામેલ કરવામાં આવી શકે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી