• Gujarati News
  • Lifestyle
  • Health
  • It Is Very Important To Take Care Of The Mother In The Postpartum Period After Delivery, Know What To Take Care Of?

પહેલીવાર માતા બનો છો:ડિલિવરી પછીનાં પોસ્ટપાર્ટમ પીરિયડમાં માતાની સાર-સંભાળ રાખવી ખૂબ જ જરુરી, જાણો શું-શું કાળજી લેવી?

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

આલિયા ભટ્ટે આજ રોજ એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં બેબી ગર્લને જન્મ આપ્યો હતો. આ ખુશીના સમાચાર મળતાં જ સૌ કોઈએ તેમને વધામણી આપવાની શરુ કરી દીધી હતી. આ બંને 14 એપ્રિલ,2022નાં રોજ લગ્નનાં પવિત્ર બંધનમાં બંધાયા હતા અને 27 જૂનનાં રોજ આલિયા ભટ્ટે પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આલિયા ભટ્ટ અત્યારે 29 વર્ષની છે જ્યારે રણબીર કપૂર 40 વર્ષનો છે. ડિલિવરી પછીનાં પોસ્ટપાર્ટમ પીરિયડમાં માતાની સાર-સંભાળ રાખવી ખૂબ જ જરુરી બને છે.

તો સૌથી પહેલાં આપણે જાણીએ કે, પોસ્ટપાર્ટમ પીરિયડ એટલે શું? આ સમય દરમિયાન માતાએ શું-શું કાળજી લેવી જોઈએ?

પોસ્ટપાર્ટમ પીરિયડ એટલે શું?
ડિલીવરી પછીનાં સમયને ‘પોસ્ટપાર્ટમ પીરિયડ’ તરીકે ઓળખવામાં આવે છે. Stanfordchildrens મુજબ બાળકને જન્મ આપ્યા પછી મહિલાને સામાન્ય અવસ્થામાં આવતાં 6-8 અઠવાડિયાનો સમય લાગી શકે. આ સમય દરમિયાન કોઈપણ માતામાં તમને ઈમોશનલ અને ફીઝિકલ બદલાવ જોવા મળે છે એટલે તેમની સાર-સંભાળ રાખવી ખૂબ જ જરુરી છે, જેથી તે શક્ય તેટલી ઝડપથી પોતાની રુટિન લાઈફ ફરી શરુ કરી શકે.

ડિલીવરી પછીનાં સમયને ‘પોસ્ટપાર્ટમ પીરિયડ’ તરીકે ઓળખવામાં આવે છે
ડિલીવરી પછીનાં સમયને ‘પોસ્ટપાર્ટમ પીરિયડ’ તરીકે ઓળખવામાં આવે છે

બાળકને જન્મ આપ્યા પછી માતાએ નીચે મુજબની અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેમ કે,
આરામ :

Stanfordchildren મુજબ નવજાત શિશુ લગભગ દર 3 કલાકમાં જાગી જાય છે એટલે તેને દૂધ પીવડાવવા માટે, તેનું ડાયપર બદલવા માટે માતાએ પણ તેની સાથે વારંવાર જાગવું પડે છે. જો કોઈ મહિલા પહેલી જ વાર બાળકને જન્મ આપે છે તો તેને વધુ પડતો થાક લાગશે અને એવું શક્ય બની શકે કે, અમુક મહિનાઓ સુધી તે પૂરતી ઊંઘ પણ લઈ નહી શકે. પોસ્ટપાર્ટમ પીરિયડ દરમિયાન માતાને ઊંઘની સખત જરુર પડે છે એટલે માતાએ પોતાનું શેડ્યુલ બાળકનાં રુટિન મુજબ સેટ કરવું પડશે, જેથી તે પૂરતી ઊંઘ લઈ શકે. જો ફેમિલીમાં સાસુ અને નણંદ છે ને તે બાળકને સાચવી રહી છે તો તે દરમિયાન પણ ઊંઘ લઈને આરામ કરી શકો.

જો કોઈ મહિલા પહેલી જ વાર બાળકને જન્મ આપે છે તો તેને વધુ પડતો થાક લાગશે
જો કોઈ મહિલા પહેલી જ વાર બાળકને જન્મ આપે છે તો તેને વધુ પડતો થાક લાગશે

પોષકતત્ત્વોયુક્ત ભોજન :
પ્રેગનન્સી, ડિલીવરી અને પોસ્ટપાર્ટમ પીરિયડ દરમિયાન શરીરમાં અનેક પ્રકારનાં બદલાવ આવતા રહે છે. આ બદલાવોને અનૂકુળ જીવનશૈલી જીવવા માટે આરામ સિવાય બીજી જે વસ્તુ મદદ કરે તે છે પોષકતત્ત્વોયુક્ત ભોજન. પ્રેગ્નન્સી દરમિયાન વધેલો વજન રિકવર થવા માટે અને બ્રેસ્ટ ફિડિંગનું સ્ટોરેજ વધારવામાં મદદ કરે છે એટલા માટે હંમેશા ડિલીવરી પછી બેલેન્સ ડાયટ લેવાની આદત કેળવવી જોઈએ. જેથી, તમે એક્ટિવ રહો અને બાળકની પણ યોગ્ય રીતે સાર-સંભાળ રાખી શકો.

મોટાભાગનાં બ્રેસ્ટફીડિંગ એક્સપર્ટ સલાહ લે છે કે, માતાએ ભૂખ લાગવા પર જ ભોજન કરવું જોઈએ પણ અમુક મહિલાઓ બાળકની સાર-સંભાળ રાખવામાં એટલી વ્યસ્ત બની જાય છે કે, તે ખાવા-પીવાનું જ ભૂલી જાય છે. તેની અસર નવજાત શિશુ પર પણ થઈ શકે એટલે હંમેશા સમયસર ખાવાની આદત કેળવવી.

ફિઝિકલ એક્ટિવિટી :
પોસ્ટપાર્ટમ પીરિયડમાં માતાએ હળવી એવી ફિઝિકલ એક્ટિવિટી પણ કરવી જોઈએ. ડિલીવરી પછી માતા પોતાનું વધેલું વજન ઘટાડવા માગતી હોય છે. ડાયટિંગના કારણે તેમનું વજન તો ઝડપથી ઘટી જાય છે પણ તેની નકારાત્મક અસર બાળકનાં સ્વાસ્થ્ય પર પડી શકે. વજન ઘટાડવા માટે ડાયટિંગ પ્લાન કરતાં પહેલાં એક્સપર્ટની સલાહ લો અને તેની સલાહ મુજબ ડાયટ પ્લાન કરો. બેલેન્સ ડાયટની સાથે ફિઝિકલ એક્ટિવિટીને પણ તમારુ રુટિન બનાવો.

ડાયટિંગના કારણે તેમનું વજન તો ઝડપથી ઘટી જાય છે પણ તેની નકારાત્મક અસર બાળકનાં સ્વાસ્થ્ય પર પડી શકે
ડાયટિંગના કારણે તેમનું વજન તો ઝડપથી ઘટી જાય છે પણ તેની નકારાત્મક અસર બાળકનાં સ્વાસ્થ્ય પર પડી શકે

ઘરનાં કામોમાં મદદ લો :
ઘણીવાર મહિલાઓ બાળક થયાનાં થોડા સમય પછી જ ઘરની જવાબદારીઓ નિભાવવામાં લાગી જાય છે અને તેના કારણે તે થાકી જાય છે કારણ કે, ઘરનું કામ અને બાળકની સાર-સંભાળ બંને એકસાથે કરવું ખૂબ જ મુશ્કેલ છે. આ સમયે શક્ય બને ત્યાં સુધી એવો પ્રયાસ રાખવો કે ઘરનાં અન્ય લોકોને ઘરકામ કરવા દેવું અને તમારે બાળકની સાર-સંભાળ રાખવી. આમ, કરવાથી તમને ફિઝીકલી અને મેન્ટલી રુપથી આરામ મળશે.