• Home
  • Lifestyle
  • Health
  • It is not possible to determine who is infected with corona just by going to them, so social distance from people should be maintained: Expert

Q&A / કઈ વ્યકિત કોરોના સંક્રમિત છે કે નહીં તે માત્ર તેને જાઈને નક્કી કરી શકાતું નથી, તેથી લોકોથી સામાજિક અંતર જાળવી રાખવું જોઈએ: એક્સપર્ટ

It is not possible to determine who is infected with corona just by going to them, so social distance from people should be maintained: Expert
X
It is not possible to determine who is infected with corona just by going to them, so social distance from people should be maintained: Expert

  • દેશમાં મૃત્યુ દર 2.6% છે. અમેરિકામાં તે બમણો છે. ગભરાવાની જરૂર નથી હાલ દેશમાં સ્થિતિ કાબૂમાં છે.
  • WHOના જણાવ્યા અનુસાર, અસરકારક રસી શોધવામાં 18 મહિનાનો સમય લાગી શકે છે
  • કોરોનાવાઈરસની એન્ટિબોડીઝ અન્ય વાઈરલ બીમારીઓની એન્ટિબોડીઝમાં ફરક છે

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 02:50 PM IST

દેશમાં કોરોના સંક્રમણના કેસો કેમ વધી રહ્યા છે, જે લોકોમાં લક્ષણો નથી તેમનાથી કેવી રીતે બચીને રહેવું અને કોરોનાની રસી ક્યારે આવશે? આ પ્રકારના અનેક સવાલોના જવાબ પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ શ્રીનાથ રેડ્ડીએ આકાશવાણીને આપ્યા છે તે નીચે મુજબ છે:

1) કોરોનાથી સ્વસ્થ થયેલાં લોકોમાં કેટલા દિવસ સુધી એન્ટિબોડીઝ રહે છે?

કોરોનાવાઈરસ એક નવો વાઈરસ છે. તેના પર અનેક રિસર્ચ થાય છે. તેની અસર અને એન્ટિબોડીઝ કેટલા દિવસો સુધી રહેશે તે વિશે આ વર્ષનાં અંત સુધી જાણી શકાશે. આ વાઈરસ તમામ દેશોમાં  છે તેથી કશું કઈ શકાય તેમ નથી.

2) કોરોનાવાઈરસની એન્ટિબોડીઝ અન્ય વાઈરલ બીમારીઓની એન્ટિબોડીઝ કેટલા દિવસો સુધી શરીરમાં રહે છે?

કોરોનાવાઈરસની એન્ટિબોડીઝ અન્ય વાઈરલ બીમારીઓની એન્ટિબોડીઝમાં ફરક રહેલો છે. જો સ્મોલપોક્સની રસી શરૂઆતમાં આપવામાં આવે તો તેની અસર જીંદગીભર રહે છે. ફ્લૂની એન્ટિબોડીઝ 1-2 વર્ષ રહે છે. સામન્ય શરદી, તાવના વાઈરલની એન્ટિબોડીઝ 2-3 મહિના સુધી શરીરમાં રહે છે. એન્ટિબોડીઝ શરીરમાં વારંવાર ઉત્પન્ન થાય છે.

3) કોરોનાવાઈરસની રસી માટે કેવા રિસર્ચ થઈ રહ્યા છે અને તેની અપડેટ શું છે?

ઘણા દેશો રસી બનાવવા પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ કયા દેશના રસી સફળ બનશે તે કહી શકાય તેમ નથી. ઘણા દેશોમાં સપ્ટેમ્બર સુધી શરૂઆતનાં ટ્રાયલ્સ  પૂરાં થઈ જશે. WHOના જણાવ્યા અનુસાર,  અસરકારક રસી શોધવામાં 18 મહિનાનો સમય લાગી શકે છે. રસીનાં ટ્રાયલ્સ અનેક ચરણોમાં થાય છે અને તે સફળ થાય તો તેને દુનિયાભરમાં પહોંચાડવા માટે સમય લાગે છે. ભારતમાં રસીના ઉત્પાદનની ક્ષમતા વધારે છે. વાઈરસની રસી ભલે ગમે ત્યા શોધાઈ જાય પરંતુ તેના મબલક ઉત્પાદન માટે ભારત શ્રેષ્ઠ છે.

4) ઘરે બેસીને તણાવ લઈ રહેલાં લોકોને શું સલાહ આપશો?

લોકોને સમજવાની જરૂર છે કે કોઈ એક દેશ નહીં, પરંતુ આખી દુનિયા વાઈરસથી પીડિત છે. તમામ જગ્યાએ લોકડાઉન છે અને તે વાઈરસથી બચવા માટે છે. ઘરમાં રહીને તમારી ક્રિએટિવિટીનો ઉપયોગ કરો અને પ્રકૃતિનો આનંદ લો.

5) ક્વૉરન્ટીન અને આઈસોલેશનમાં શું ફરક છે?

વ્યક્તિને વાઈરસનું સંક્રમણ છે કે નહીં તે ખબર ન હોય અને તેનું ધ્યાન રાખવામાં આવે તેને ક્વૉરન્ટીન કહેવાય છે. વાઈરસનાં  સંક્રમણની વાત કન્ફર્મ થઈ જાય ત્યારે વ્યક્તિને અન્ય વ્યક્તિઓથી દૂર રાખવામાં આવે છે તેને આઈસોલેશન કહેવાય છે. કોરોનાથી સંક્રમિત લોકોને કોઈ લક્ષણ ન જણાય તો તેમને હોન ક્વોરન્ટીન પણ રાખવામાં આવે છે. હોમ આઈસોલેશન અને ક્વૉરન્ટીનમાં ઘરના વ્યકિતઓનાં સંપર્કમાં પણ ન આવવું જોઈએ.

6)લક્ષણો ન જણાય તેવા લોકોથી કેવી રીતે બચીને રહેવું?કેટલાક લોકોમાં વાઈરસનાં અનેક દિવસો બાદ લક્ષણો જોવા મળે છે. તે દિવસો દરમિયાન તે અનેક લોકોને સંક્રમિત કરી શકે છે. તેથી પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખી માસ્કનો ઉપયોગ અને સામાજિક અંતર રાખવું જોઈએ.

7) કોરોનાવાઈરસના કેસો વધી રહ્યા છે તેના વિશે શું કહેશો?

કોરોનાવાઈરસના કેસોનાી સંખ્યા ટેસ્ટિંગ પર આધાર રાખે છે. અગાઉ કરતાં હવે ટેસ્ટિંગ વધી રહ્યા છે. કેસો વધી રહ્યા છે તો સામે  મોટી સંખ્યામાં લોકો સ્વસ્થ પણ થઈ રહ્યા છે. દેશમાં મૃત્યુ દર 2.6% છે. અમેરિકામાં તે બમણો છે. ગભરાવાની જરૂર નથી હાલ દેશમાં સ્થિતિ કાબૂમાં છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી