સાવધાન / ડેન્ગ્યુ થયો તો તાવ આવે જ એવું જરૂરી નથી

It is not necessary to have fever if you have dengue

Divyabhaskar.com

Aug 12, 2019, 06:59 PM IST

હેલ્થ ડેસ્ક: ચોમાસાની ઋતુમાં ડેન્ગ્યુ થવાનું જોખમ વધુ હોય છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, તાવ આવ્યા પછી જ ડેન્ગ્યુ થાય છે અને જો તાવ ન આવે તો ડેન્ગ્યુ નથી થયો. પરંતુ તેવું વિચારવું ભૂલભરેલું છે. જો તાવ ન આવ્યો હોય તો પણ ડેન્ગ્યુ થઈ શકે છે.

BBCના એક રિપોર્ટ અનુસાર, ‘જર્નલ ઓફ ફિઝિશિયન ઓફ ઇન્ડિયા’માં પ્રકાશિત ‘અ ક્યુરિયસ કેસ ઓફ એફેબ્રિલ ડેન્ગ્યુ’ નામના લેખમાં જણાવાયું છે કે, તાવ ન આવે અને ડેન્ગ્યુ થાય તો તેવા તાવને ‘એફેબ્રિલ ડેન્ગ્યુ’ કહેવામાં આવે છે. તેનાં લક્ષણો સામાન્ય ડેન્ગ્યુ કરતાં અલગ હોય છે.

સામાન્ય ડેન્ગ્યુમાં દર્દીને ભારે તાવ અને શરીરમાં દુખાવો થાય છે. ડાયાબિટીસ, વડીલો અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં આ ડેન્ગ્યુ વધુ જોવા મળે છે.

લક્ષણો
એફેબ્રિલ ડેન્ગ્યુના દર્દીઓને તાવ આવતો નથી, પરંતુ ડેન્ગ્યુનાં બીજાં લક્ષણો જોવા મળે છે. આ પ્રકારના ડેન્ગ્યુમાં સામાન્ય ઇન્ફેક્શન થાય છે. દર્દીને તાવ, શરીરમાં દુખાવો અને ચામડીમાં ચાંઠા પડે છે. બ્લડ ટેસ્ટ કરાવ્યા પછી તેમના શરીરમાં પ્લેટલેટ્સની ઊણપ પણ જોવા મળે છે.

ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, ચોમાસાની ઋતુમાં જો કોઈ વ્યક્તિને શરીરમાં દુખાવો, થાક, ભૂખ ન લાગવી, શરીર પર રેશિસ (લાલ ચકામાં), લો-બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ થાય અને તાવ ન આવે તો ‘એફેબ્રિલ ડેન્ગ્યુ’ હોઈ શકે છે.

X
It is not necessary to have fever if you have dengue
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી