હેલ્થ ટિપ્સ / કોરોના વાઇરસથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવી જરૂરી

It is necessary to increase the immune system to prevent corona virus

Divyabhaskar.com

Feb 09, 2020, 05:39 PM IST

હેલ્થ ડેસ્કઃ ચીનમાં પોતાનું ઉદગમ સ્થાન ધરાવતા કોરોના વાઇરસે ભારતમાં પણ પ્રવેશ કર્યો છે. અત્યાર સુધીમાં તેની ચોક્કસ રસી અથવા દવા શોધવામાં આવી નથી. તેથી તેનાથી બચીને રહેવામાં જ ફાયદો છે. કોરોના વાઇરસથી બચવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવી આવશ્યક છે. કોરોના વાઇરસ પણ એક પ્રકારનો ફ્લૂ છે. તેની અસર ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને જલ્દી થાય છે. યોગ્ય ડાયટ અને યોગનો સહારો લઈને રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય છે.

1. સવારે જલ્દી ઊઠી જવું જોઈએ અને પૂરતી ઊંઘ લેવી જોઈએ
રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે નિયમિત જીવનશૈલી અગત્યની ભૂમિકા ભજવે છે. તેમાંથી મહત્ત્વપૂર્ણ સવારે સવારે જલ્દી ઊઠી જવાની આદત છે. ઉનાળામાં સવારે 5થી 6 વાગ્યા સુધીમાં અને શિયાળામાં 6થી 7 વાગ્યા સુધીમાં ઊઠી જવું જોઈએ.જલ્દી ઊઠવા સાથે પૂરતી ઊંઘ પણ આવશ્યક છે. દરરોજ ઓછામાં ઓછી 7 કલાકની ઊંઘ લેવી જોઈએ. પૂરતી ઊંઘ ન લેવાથી શરીરમાં કોર્ટિસોલ નામનાં હોર્મોનનાં લેવલમાં વધારો થાય છે. આ હાર્મોન તણાવ ઉત્પન્ન કરે છે અને રોગ પ્રતિકારક શક્તિ ઓછી કરે છે.

2. તડકામાં થોડો સમય પસાર કરવો જોઈએ અને યોગ કરવો જોઈએ
જલ્દી ઊઠીને નિયમિત વોકિંગ અથવ યોગ કરવો જોઈએ. મોર્નિંગ વોક, કસરત અને યોગ કરવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. મોર્નિંગ એક્સર્સાઇઝ કરતી વખતે થોડો સમય તડકામાં પસાર કરવો જોઈએ.

3. સવારે નાસ્તો અવશ્ય કરવો
રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે મેટાબોલિઝમ મહત્ત્વ રાખે છે. મેટાબોલિઝમ જેટલું સારું રહેશે તેટલી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. મેટાબોલિઝમ વધારવા માટે સવારનો નાસ્તો કરવો જરૂરી છે આ સિવાય 4-4 કલાકના અંતરાળમાં હેલ્થી ડાયટ લેવી જોઈએ. ડાયટમાં દરરોજ દહીં, છાશ અથવા દૂધ-પનીર જેવી વસ્તુઓને સામેલ કરવી જોઈએ.

4. લસણ, આદુ અને ખાટાં ફળોનું સેવન કરવું જોઈએ
લસણ, અશ્વગંધા અને આદુ જેવા હર્બ્સ રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. લસણ, અશ્વગંધા અને આદુમાંથી કોઈ એક અથવા તમામ વસ્તુઓનું સેવન કરવાથી ચેપ લાગવાની આશંકા ઓછી થઈ જાય છે. લીબું, નારંગી, મોસંબી સહિતનાં ખાટાં ફળોને પણ ડાયટમાં સામેલ કરવા જોઈએ અથવા દરરોજ એક આમળાંનું પણ સેવન કરવું જોઈએ.ખાટાં ફળોમાં વિટામિન-C હોય છે જે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

5. વધારે માત્રામાં પાણી પીવું જોઈએ
રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે વધારેમાં વધારે પાણી પીવું જોઈએ (કિડની રોગીએ ડોક્ટરની સલાહ જરૂર લેવી). વધારે માત્રામાં પાણીનું સેવન કરવાથી શરીરમાંથી વધારે ટોક્સિન દૂર કરી શકાશે.દિવસમાં 1 અથવા 2 વખત મધ અથવા તુલસીનું પાણી પીવાથી લાભ થાય છે.

X
It is necessary to increase the immune system to prevent corona virus

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી