• Gujarati News
  • Lifestyle
  • Health
  • It Is Important To Include A Source Of This Protein In Your Coronary Diet, To Find Out How It Helps In Faster Recovery.

પ્રોટીનનો રોલ:તમારાં કોરોના ડાયટમાં આ પ્રોટીનના સોર્સ સામેલ કરવા જરૂરી, જાણો કઈ રીતે તે ઝડપી રિકવરીમાં મદદ કરે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રોટીનમાં અમિનો એસિડ હોવાથી તે ઈમ્યુનિટી મજબૂત બનાવે છે
  • વાઈરસ સામે લડવા શરીરમાં પ્રોટીન પૂરતાં પ્રમાણમાં હોવું જરૂરી છે

ભારત સહિત દુનિયાભરમાં કોરોનાનો નવો વેરિઅન્ટ 'ઓમિક્રોન' કહેર વરસાવી રહ્યો છે. દેશમાં ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મત પ્રમાણે કોરોનાથી બચાવ માટે અને કોરોના થઈ જાય તો રિકવરી માટે ડાયટમાં પ્રોટીન લેવું ખૂબ જરૂરી છે. શરીરમાં પ્રોટીનની ઊણપથી આપણી ઈમ્યુન સિસ્ટ નબળી પડી છે. તેનાથી કોરોના સંક્રમણ થવાનું જોખમ વધી જાય છે.

શરીરમાં પ્રોટીનનો રોલ

પ્રોટીન આપણાં શરીર માટે ખૂબ જરૂરી મેક્રોન્યૂટ્રિઅન્ટ છે. તે આપણી કોશિકાઓના રિપેર અને નવા સેલ્સ બનાવવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે. પ્રોટીનની ઊણપની સીધી અસર આપણી ઈમ્યુન સિસ્ટમ પર પડે છે. પ્રોટીન ઓછું તો ઈમ્યુનિટી ઓછી, પ્રોટીન વધારે તો ઈમ્યુનિટી વધારે.

કોરોનાકાળમાં પ્રોટીનની જરૂરિયાત
નિષ્ણાતોનું માનવું છે કે કોરોનાકાળમાં ગંભીર બીમારીથી પીડિત લોકોને મલ્ટિ ઓર્ગન ફેલ્યરનું જોખમ રહે છે. તેનાથી બચવા માટે દર્દીને અમિનો એસિડની એન્ટિ ઈન્ફ્લેમેટરી અને એન્ટિ વાઈરલ દવા અપાય છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણએ માંસ અને પ્રોટીનના અન્ય સોર્સમાં તમામ આવશ્યક અમિનો એસિડ હોય છે.

આ સિવાય પ્રોટીનની ઊણપથી વાઈરલ ઈન્ફેક્શન થવાનું જોખમ પણ રહે છે. ફ્લોરોના નામનું ઈન્ફેક્શન હાલ ચર્ચામાં છે. તે કોરોના અને ઈન્ફ્લુએન્ઝાનું ઈન્ફેક્શન એકસાથે થવાથી થાય છે. આવા વાઈરલ સામે લડવા માટે શરીરને પ્રોટીનની જરૂર હોય છે.

એક દિવસમાં કેટલું પ્રોટીન લેવું જોઈએ
તમારાં વજનના પ્રતિ કિલોગ્રામ પ્રમાણે દરરોજ 0.8 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ, પરંતુ જાતિ, ઉંમર અને મેડિકલ હિસ્ટ્રી પ્રમાણે તેની માત્રા અલગ અલગ હોય છે. કોરોનાના દર્દીઓએ ડાયટમાં પ્રોટીનની માત્રા વધારી દેવી જોઈએ. ડાયટમાં કોઈ પણ ફેરફાર કરતાં પહેલાં એક વખત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

પ્રોટીનનાં સોર્સ

ચિકન, માછલી, ઈંડાં અને ટર્કી સહિતની એનિમલ પ્રોડક્ટ્સમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે. સાથે દૂધ અને તેની બનાવટમાં પણ પ્રોટીન હોય છે. જો તમે શાકાહારી છો તો દાળ, બીન્સ, નટ્સ, સીડ્સ અને અનાજનું સેવન કરી પ્રોટીનની ઊણપ દૂર કરી શકો છો. જો તમને કોરોના થયો હોય અને ઝડપી રિકવરી ઈચ્છતા હો તો ડૉક્ટરની સલાહ લીધા બાદ ડાયટમાં ફેરફાર કરો.