ઈઝરાયલી વૈજ્ઞાનિકોનું રિસર્ચ:ખાસ પ્રકારના પ્રોટીનથી હવે 120 વર્ષનું આયુષ્ય સંભવ, રિસર્ચમાં ઉંદરોનો જીવનકાળ 23% વધ્યો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈઝરાયલના બાર ઈલાન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ઉંદરો પર રિસર્ચ કર્યું
  • SIRT-6 નામનાં ખાસ પ્રોટીનથી આયુષ્ય વધતું હોવાનું સામે આવ્યું

લાંબી ઉંમર માટેનો તોડ ઈઝરાયલના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો છે. વૈજ્ઞાનિકોએ એવી રીત શોધી છે જેનાથી માણસનું આયુષ્ય 120 વર્ષનું કરી શકાય છે. બાર ઈલાન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના રિસર્ચમાં આ વાત સામે આવી છે. તેમના મત પ્રમાણે વ્યક્તિના શરીરમાં SIRT6 નામનું પ્રોટીન હોય છે. તેની માત્રા વધારવા પર લાંબી ઉંમર મેળવી શકાય છે.

ઉંદરો પર સફળ પ્રયોગ કરવામાં આવ્યો

રિસર્ચ દરમિયાન ઉંદરનો જીવનકાળ 23% વધારવામાં આવ્યો
રિસર્ચ દરમિયાન ઉંદરનો જીવનકાળ 23% વધારવામાં આવ્યો

વૈજ્ઞાનિકોએ ઉંદરો પર એક સફળ પ્રયોગ કર્યો. રિસર્ચ દરમિયાન ઉંદરનો જીવનકાળ 23% વધારવામાં આવ્યો. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આગામી સમયમાં આ પ્રયોગ માણસ અને વાનર પર પણ કરવામાં આવશે. આશા છે કે તેનાથી વ્યક્તિનો જીવનકાળ વધીને 120 વર્ષનો થઈ જાય.

શા માટે ખાસ છે SIRT-6 પ્રોટીન
રિસર્ચર હેમ કોહેનનું કહેવું છે કે, આ પ્રોટીન કેન્સર સામે રક્ષણ આપવાનું કામ કરે છે. રિસર્ચ દરમિયાન જ્યારે ઉંદરના શરીરમાં આ પ્રોટીનની માત્રા વધારવામાં આવી તો તેમની ઉંમર વધી. આ પ્રયોગ નર અને માદા બંને ઉંદરો પર કરવામાં આવ્યો, પરંતુ નર ઉંદરોમાં તેની વધુ અસર જોવા મળી. નર ઉંદરનો જીવનકાળ 30% અને માદા ઉંદરનો જીવનકાળ 15% વધ્યો.

આ પ્રોટીન એનર્જી વધારે છે

રિસર્ચમાં ખાસ પ્રોટીનની માત્રા વધારવા પર વૃદ્ધ ઉંદરોમાં ઊર્જા વધેલી જોવા મળી
રિસર્ચમાં ખાસ પ્રોટીનની માત્રા વધારવા પર વૃદ્ધ ઉંદરોમાં ઊર્જા વધેલી જોવા મળી

કોહેનના જણાવ્યાનુસાર, વધતી ઉંમરે એનર્જી ઓછી થતી જાય છે. ઉંદરોના શરીરમાં આ પ્રોટીનની માત્રા વધારવા પર વૃદ્ધ ઉંદરોમાં ઊર્જા વધેલી જોવા મળી. ઉંદરોમાં આવેલા આ ફેરફારો માણસોમાં પણ જોવા મળી શકે છે. આશે છે કે તે અસરકારક સાબિત થશે.

પ્રોટીન વધારવાની દવાની શોધ શરૂ
રિસર્ચર હેમ કોહેન એવી દવાની શોધમાં છે જે સરળ અને સુરક્ષિત રીતે માણસના શરીરમાં SIRT-6 પ્રોટીનની માત્રા વધારી શકે. વૈજ્ઞાનિક એવા અણુ વિકસિત કરી રહ્યા છે જે આ પ્રોટીન વધારવામાં મદદ કરી શકે.

અન્ય સમાચારો પણ છે...