ઈઝરાયલના વૈજ્ઞાનિકોની સફળતા:પ્રથમ વખત લેબમાં તૈયાર થયું 'બ્રેસ્ટ મિલ્ક', માતાના દૂધમાં રહેલાં તમામ પોષક તત્વો મળતાં હોવાનો દાવો

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈઝરાયલના સ્ટાર્ટ અપ 'બાયોમિલ્ક'એ માતાના દૂધ જેવું જ પૌષ્ટિક દૂધ લેબમાં તૈયાર કર્યું
  • આ દૂધમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટી એસિડ્સ અને બાયોએક્ટિવ લિપિડ્સ સહિતનાં તત્વો હાજર

દુનિયામાં પ્રથમ વખત નવજાત માટે બ્રેસ્ટ મિલ્ક લેબમાં તૈયાર કરવામાં આવ્યું છે. ઈઝરાયલના સ્ટાર્ટ અપ 'બાયોમિલ્ક'એ માતાના દૂધ જેવું જ પૌષ્ટિક દૂધ લેબમાં તૈયાર કર્યું છે. કંપનીનો દાવો છે કે તેમાં માતાના દૂધમાં રહેલા પોષક તત્વો રહેલા છે.

માતાના દૂધ જેવું દૂધ
કંપનીની ચીફ સાયન્ય ઓફિસર અને કો-ફાઉન્ડર ડૉ. લીલા સ્ટ્રિકલેન્ડનું કહેવું છે કે, અમારી પ્રોડક્ટમાં પોષક તત્વોની માત્રા અન્ય પ્રોડક્ટ કરતાં વધારે છે. તે બ્રેસ્ટ મિલ્ક સાથે મળતું આવે છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટી એસિડ્સ અને બાયોએક્ટિવ લિપિડ્સ સહિતનાં તત્વો છે જે માતાના દૂધમાં હોય છે.

માત્ર એન્ટિબોડીનું અંતર

ડૉ. લીલાનું કહેવું છે કે, લેબમાં તૈયાર બ્રેસ્ટ મિલ્ક અને માતાના દૂધમાં એન્ટિબોડીનું અંતર છે. માતાના દૂધથી બાળકને રોગો સામે લડવા એન્ટિબોડીઝ મળે છે, જ્યારે લેબમાં તૈયાર થયેલા આ દૂધમાં તેની ગેરહાજરી છે.

પર્સનલ લાઈફ એક્સપિરિઅન્સ પરથી લેબમેડ બ્રેસ્ટ મિલ્કનો વિચાર આવ્યો
ડૉ. લીલાનું કહેવું છે કે, લેબમાં બ્રેસ્ટ મિલ્ક તૈયાર કરવા પાછળ તેની પર્સનલ કહાની છે. લીલાએ પ્રી મેચ્યોર બાળકને જન્મ આપ્યો. તેને લીધે તે પોતાનું દૂધ તેને આપી શકી નહોતી. આ ઘટનામાંથી શીખીને તેને લેબ મેડ બ્રેસ્ટ મિલ્કનો વિચાર આવ્યો. 2013થી લેબમાં તેણે સ્તન કોશિકાઓને વિકસિત કરવાની શરૂ કરી. લીલાની કંપનીમાં મોટે ભાગે મહિલાઓ કામ કરે છે.

ઈમ્યુન સિસ્ટમ અને મગજના વિકાસમાં મદદ કરશે
ડૉ. લીલાનો દાવો છે કે જે રીતે તેની પ્રોડક્ટ બાળકમાં ઈમ્યુન સિસ્ટમ, આંતરડાં અને મગજનો વિકાસ કરવામાં મદદ કરે છે તેવી અન્ય કોઈ પ્રોડક્ટ કરતી નથી. આગામી 3 વર્ષમાં તેને માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે.

ડૉ. લીલાએ 2019માં સ્ટાર્ટ અપની શરૂઆત ફૂડ સાયન્ટિસ્ટ મિશેલ એગર સાથે કરી હતી. તેમનું લક્ષ્ય બ્રેસ્ટ ફીડિંગ નાબૂદ કરવાનો નથી, પરંતુ પોતાની પ્રોડક્ટથી મહિલાઓને બ્રેસ્ટ મિલ્કનો ઓપ્શન ઉપલબ્ધ કરાવવાનો છે.

અન્ય સમાચારો પણ છે...