• Home
  • Lifestyle
  • Health
  • Israeli scientists create 'e coli' bacteria absorbing carbon dioxide, helping to eliminate global warming

ઇનોવેશન / ઇઝરાયલના વૈજ્ઞાનિકોએ કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરતા 'ઈ-કોલી' બેક્ટેરિયા બનાવ્યા, ગ્લોબલ વોર્મિંગ દૂર કરવામાં મદદ કરશે

પ્રતિકાત્મક ફોટો
પ્રતિકાત્મક ફોટો

  • ઈ-કોલી નામના બેકેરેરિયા co2 ગ્રહણ કરીને જીવિત રહે છે
  • બેક્ટેરિયામાં ફોર્મેટ નામનાં તત્ત્વથી ઊર્જા લેતા જીન્સ સામેલ કરવામાં આવ્યા હતા

Divyabhaskar.com

Nov 30, 2019, 01:22 PM IST

હેલ્થ ડેસ્કઃ વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગ ચિંતાનો વિષય બન્યો છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને દૂર કરવા માટે અનેક પ્રયાસો ચાલી રહ્યા છે. તેવામાં ઇઝરાયલથી એક સારા સમાચાર સામે આવ્યા છે. ઇઝરાયલના વૈજ્ઞાનિકોએ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર co2 (કાર્બન ડાયોક્સાઇડ)ને પોતાનો ખોરાક બનાવાતા બેકટેરિયા 'ઈ-કોલી' વિકસાવ્યા છે. ઈ-કોલી નામના બેકેરેરિયા co2 ગ્રહણ કરીને જીવિત રહે છે.

સેન્ટ્રલ ઇઝરાયલની ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સએ તેના રિપોર્ટમા જણાવ્યું છે કે, આ બેક્ટેરિયા વાયુમંડળમાં રહેલા co2ને પોતાના શરીરમાં ગ્રહણ કરીને બાયોમાસ તૈયાર કરે છે. વૈજ્ઞાનિકો અનુસાર આ ટેક્નોલોજીની મદદથી ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યા સામે લડવામાં મદદ મળશે.

સેલ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ મુજબ 1 દશકથી વધારે સમય બાદ આ બેક્ટેરિયાઓની શુગર પર નિર્ભરતાનો નાશ કરવામા આવ્યો હતો. ત્યારબાદ વૈજ્ઞાનિકોને બેક્ટેરિયાનો ડાયટ રિ-પ્રોગ્રામ કરવામાં સફળતા મળી હતી.

પહેલાં આ બેક્ટેરિયા શુગર ગ્રહણ કરીને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. રિ-પ્રોગ્રામિંગ પછી બેક્ટેરિયા કાર્બન ડાયોકસાઇડ ગ્રહણ કરીને શુગર ઉત્પન્ન કરવા લાગ્યા હતા. એટલે કે આ બેક્ટેરિયા જીવંત રહેવા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા હતા.

આ બેક્ટેરિયાને વિકસાવવા માટે એક ખાસ પ્રકારનું જીન્સ તૈયાર કરવામાં આવ્યું હતું. આ બેક્ટેરિયામાં ફોર્મેટ નામનાં તત્ત્વથી ઊર્જા લેતા જીન્સ સામેલ કરવામાં આવ્યા હતા. આ બેક્ટેરિયાને ધીરે ધીરે શુગરથી અલગ કરવામા આવ્યા હતા. આ પ્રક્રિયાને લીધે બેક્ટેરિયાની શુગર પર નિર્ભરતાને નાશ કરવામાં આવી હતી. તેને લીધે બેક્ટેરિયા શુગરને બદલે કાર્બન ડાયોક્સાઇડ પર નિર્ભર રહેવા લાગ્યા હતા.

રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિકો મુજબ આ બેક્ટેરિયાની એક હેલ્ધી આદત પૃથ્વીનું રક્ષણ કરવા માટે ફાયદાકારક સાબિત થશે. તેને લીધે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા દૂર કરવામાં મદદ મળશે.

X
પ્રતિકાત્મક ફોટોપ્રતિકાત્મક ફોટો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી