હેલ્થ ટિપ્સ:શું તમારા પણ વાળ ખરી રહ્યાં છે? ડર્મેટોલોજિસ્ટની આ ટિપ્સ અજમાવો

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાળ ખરવા એ એક ખૂબ જ સામાન્ય સમસ્યા છે અને મોટાભાગના લોકો ખરતાં વાળને રોકવા અથવા ઘટાડવા માટેના અનેક ઉપાયો કરે છે, પરંતુ મોટાભાગના લોકો આ ઉપાયો અજમાવ્યા બાદ તેના પરિણામોથી સંતુષ્ટ થતાં નથી, કારણ કે તે ઉપાયો સચોટ હોતા નથી. ડર્મેટોલોજિસ્ટ ડૉ. ગીતિકા મિત્તલ ગુપ્તાએ આ સમસ્યાને ઠીક કરવા માટે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક ટીપ્સ શેર કરી છે. આ ટિપ્સ અજમાવીને તમને ઘણો ફાયદો થઈ શકે છે.

તે કહે છે કે, દિવસમાં 50 થી 100 વાળ ખરવા એ સામાન્ય બાબત છે, પરંતુ જો તે વધી જાય તો ચિંતા કરવા જેવી બાબત છે. ડર્મેટોલોજિસ્ટે જણાવ્યું કે, જ્યારે તમે ક્લિનિકમાં જાઓ છો ત્યારે તે તમને CBC, Vit D3 અને BR2 સહિત ઘણાં બ્લડ ટેસ્ટ સૂચવે છે. આ ટેસ્ટ કર્યા બાદ તેના પરિણામો એ કારણો સૂચવી શકે છે કે, શા માટે તમે વાળ ગુમાવી રહ્યા છો. તે સિવાય પણ અમુક એવી ટિપ્સ છે જેને અજમાવીને તમે ઘરે જ અજમાવીને વધુ પડતા વાળ ખરતાં અટકાવી શકો છો.

  • ધ્યાન રાખો કે, તમે તમારા વાળને વધુ પડતાં ટાઇટ ન બાંધો અથવા પોનીટેલ ન બાંધો, કારણ કે તેનાથી વાળ ખરવાની સંભાવના વધી જાય છે.
  • ઓશીકામાં રેશમી કવરનો ઉપયોગ ટાળો. જો તમે રેશમી કવરનો ઉપયોગ કરો છો તો સૂવા સમયે તેની સાથે વાળ ઘસાય છે અને વાળ ખરવાનું પ્રમાણ વધે છે.
  • વાળમાં કોઈપણ ઓવર સ્ટાઇલિંગ કે રાસાયણિક કેમીકલનો ઉપયોગ ટાળો. તેના કારણે વાળને વધુ નુકશાન પહોંચી શકે છે અને વાળ વધુ પડતાં ખરવા લાગે છે.
  • તમારા વાળને અનુકૂળ આવે એવા શેમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ કરો.
  • દરરોજ વાળમાં હેર સીરમનો ઉપયોગ કરો, જેથી વાળની વૃધ્ધિ તો થશે પણ સાથે જ વાળ તૂટવા અને વાળ ખરતાં પણ ઓછા થાય.
  • રાતની સારી ઊંઘ અને તણાવમુક્ત જીવનશૈલી પણ સારી ઊંઘ માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.

ડૉ. ગીતિકા મિત્તલ ગુપ્તા ઘણીવાર અનેક વિષયો પર મૂલ્યવાન ટીપ્સ શેર કરે છે. અગાઉ પણ સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે ટિપ્સ આપતાં વીડિયોઝ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યા છે.