તમે ચામાં કેટલી ચમચી ખાંડ લેશો? જ્યારે પણ આ સવાલ આપણને પૂછવામાં આવે છે, ત્યારે ખાંડ અને મીઠાઈ અંગે જેટલા પણ ભ્રમ ફેલાયેલા છે તે અંગે ઘણા બધા સવાલો આપણા મનમાં ઉભા થાય છે. એ વાતથી અલગ કે ખાંડ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને તેનાથી ઘણા પ્રકારની બીમારીઓ થઈ શકે છે. આવા અનેક સવાલો છે, જેના જવાબ કાં તો આપણને ખબર નથી અથવા તો આપણે અર્ધસત્ય જાણીએ છીએ. ઉદાહરણ તરીકે, આપણે એક દિવસમાં કેટલા ગ્રામ ખાંડ લેવી જોઈએ, શું આપણે ખાંડ વિના આપણા ડાયટની કલ્પના કરી શકીએ છીએ અને શું આપણે ઈનડાયરેક્ટ રીતે ખાંડનું સેવન પણ કરી શકીએ છીએ. જાણો આ વિશે ડાયટિશિયન નીતા શુક્લાનું શું કહેવું છે.
શું ખાંડ ખરેખર આપણા ડાયટની દુશ્મન છે
કોઈપણ વસ્તુનો વધુ પડતો ઉપયોગ હંમેશા નુકસાનકારક છે. આપણા શરીરમાં ખાંડ ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ બંને રીતે જાય છે. ડાયરેક્ટ રીતની વાત કરીએ તો ખાવાનું અને ફળ દ્વારા સુગર આપણા શરીરમાં પહોંચે છે, કેમ કે આપણે તેને ચાવીને ખઈએ છીએ અને તેમાં ગ્લુકોઝનું લેવલ ઓછું હોય છે. તેમજ જો આપણે તેને જ્યુસ તરીકે લઈ છીએ તો તે ડાયરેક્ટ આપણા બ્લડની સાથે ભળી થઈ જાય અને આપણને તરત એનર્જી આપે છે. જેનો અર્થ એ છે કે જ્યુસની જરૂર બધાને દરેક સમય નથી હોતી. તેથી તેને ડાયટ પ્લાનના અનુસાર લેવો જોઈએ. જે લોકો પણ સેમી લિક્વિડ ડાયટ કરે છે, તેઓ પણ જ્યુસ વગેરે વધારે લે છે. તેમજ સુગર ડાયરેક્ટ એનર્જીનો સોર્સ છે અને તે બ્લડની સાથે ભળીને જામી જાય છે તેથી બાળકોને ઓછું ગળ્યું ખવડાવવું જોઈએ.
ખાંડ કેટલી અને કેવી રીતે લેવી જોઈએ
આપણે જ્યારે પણ ગળી વસ્તુ ખઈ છીએ તો આપણી જીભ પર એક લેયર બની જાય છે. તે કારણથી આપણે વારંવાર તે વસ્તુ ખાવાની ઈચ્છા થાય છે. ખાંડમાં મેન મેડ કાર્બનું પ્રમાણ વધારે હોય છે, જે આપણને નુકસાન પહોંચાડે છે. આપણે દરરોજ 24થી 30 ગ્રામ ખાંડ એટલે કે 6 ચમચી ખાંડનું સેવન કરવું જોઈએ, પરંતુ મોટાભાગના લોકો આખા દિવસ દરમિયાન 75થી 80 ગ્રામ એટલે કે 8થી 9 નાની ચમચી ખાંડ લે છે. તમે ઈચ્છો તો ખાંડની જગ્યાએ નેચરલ સ્વીટનર એટલે કે ગોળ અથવા મધને તમારી ડાયટમાં સામેલ કરી શકો છો.
રૂટિન અને હેલ્થ કન્ડિશન પ્રમાણે ગળપણ ખઈ શકાય છે
તે તમારા રૂટિન અને હેલ્થ કન્ડિશન પર આધાર રાખે છે કે તમારે આખા દિવસમાં કેટલું ગળ્યું ખાવું જોઈએ. ઉદાહરણ તરીકે જો કોઈ એથલિટ પોતાની ડાયટમાં જ્યુસ અથવા ફળના સ્વરૂપમાં ગળપણ ખઈ શકે છે, કેમ કે તે પોતાની કેલરી બર્ન કરી લે છે. તેમજ જો કોઈને ડાયાબિટીસ અથવા કોઈ બીમારી છે, તો તેની ડાયટમાં ખાંડની માત્રા ઓછી હોય છે. જો તમે ફળ ખઈ રહ્યા છો તો જરૂરી છે કે તમામ પ્રકારના ફળ ખાવા જોઈએ કેમ કે બધા ફળોમાં વિવિધ જરૂરી તત્ત્વો હોય છે.
ગળપણના ઘણા પ્રકાર હોય છે
કેટલાક લોકોને ભ્રમ હોય છે કે બ્રાઉન સુગર સ્વાસ્થ્ય માટે ઓછી હાનિકારક હોય છે, પરંતુ એવું નથી કે કેમ કે બ્રાઉન સુગર પણ ડાયરેક્ટ રીતે શરીરમાં ઓગળી જાય છે. તે સિવાય ગળપણ તરીકે આપણે દેશી ખાંડ, બૂરુ પણ ખઈ શકીએ છીએ. તે ખાંડની જેમ હાનિકારક નથી, પરંતુ તેનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં કરવો જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.