તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિસર્ચ:કોરોનાના દર્દીઓમાં મૃત્યુનું જોખમ વધારતી લોહીની ગાંઠો બનવાનું કારણ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું, VWF મોલિક્યુલનું વધારે પડતું લેવલ જવાબદાર

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોયલ કોલેજ ઓફ સર્જન્સ ઈન આયલેન્ડ યુનિવર્સિટી ઓફ મેડિસીનના સંશોધકોએ આ દાવો કર્યો
  • કોરોનાના દર્દીઓમાં ADAMTS13 અને VWF મોલિક્યુલનું બેલેન્સ બગડવાથી લોહીની ગાંઠ બને છે

કોરોના દર્દીઓમાં લોહીની ગાંઠો બનવાથી તેમની રિકવરીમાં સમય લાગે છે સાથે જ તે મૃત્યુનું પણ કારણ બને છે. વૈજ્ઞાનિકોએ લોહીની ગાંઠ શા માટે બને છે તેનું કારણ શોધી કાઢ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેનું કારણ એક ખાસ મોલિક્યુલ છે. સંક્રમિત દર્દીઓમાં આ મોલિક્યુલનું લેવલ વધી જવાથી લોહીની ગાંઠો બનવા લાગે છે અને મૃત્યુનું જોખમ વધી જાય છે. આ દાવો રોયલ કોલેજ ઓફ સર્જન્સ ઈન આયલેન્ડ યુનિવર્સિટી ઓફ મેડિસીનના સંશોધકોએ કર્યો છે.

આ કારણે લોહીની ગાંઠ બને છે

કોરોના દર્દીઓમાં લોહીની ગાંઠ શા માટે બને છે તે સજમવા માટે વૈજ્ઞાનિકોએ ડબલિનના બ્યૂમોન્ટ હોસ્પિટલમાં દાખલ કોરોના પીડિતો પર રિસર્ચ કર્યું. તેમના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા. બ્લડ રિપોર્ટમાં સામે આવ્યું કે આ દર્દીઓમાં VWF મોલિક્યુલનું લેવલ વધારે હતું. તે લોહીમાં ગાંઠો બનાવે છે. સાથે જ સેમ્પલમાં તેને રોકતા મોલિક્યુલ ADAMTS13નું લેવલ ઓછું જોવા મળ્યું હતું.

રિસર્ચમાં મૃત્યુનું કારણ સાબિત થયું
બંને મોલિક્યુલનું બેલેન્સ બગડવાંથી લોહીની ગાંઠ બનવા લાગે છે અને મૃત્યુનું જોખમ વધે છે. અનેક રિસર્ચમાં સાબિત થયું છે કે કોરોનાના દર્દીઓના મૃત્યુનું કારણ લોહીમાં ગાંઠ થવાથી થાય છે.

સંશોધક ડૉ. જેમી ઓસુવીલનનું કહેવું છે કે, કોરોનાના દર્દીઓમાં ADAMTS13 અને VWFનું લેવલ મેન્ટેન રાખવા માટે હજુ વધારે રિસર્ચ કરવાની જરૂર છે.

વેક્સિનેશન બાદ પણ આમ થવાના સંદિગ્ધ કેસ સામે આવ્યા
સ્વાસ્થ્ય મંત્રાલયે તાજેતરમાં જ એક રિપોર્ટ જાહેર કર્યો છે, તે પ્રમાણે, કોવીશિલ્ડ લીધા બાદ આવા 26 કેસ સામે આવ્યા કે વ્યક્તિમાં બ્લીડિંગ અને લોહીની ગાંઠ જોવા મળી.

ગંભીર સાઈડ ઈફેક્ટના ડરથી ઘણા દેશોએ આ વેક્સિનને સસ્પેન્ડ કરી. જોકે હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે કોવીશિલ્ડની આડઅસર ખૂબ ઓછી છે. ભારતમાં આ પ્રથમ વખત છે જ્યારે કોવીશિલ્ડથી થતાં ગંભીર નુક્સાનનો સ્વીકાર કર્યો છે.

498 ગંભીર કેસ પર અધ્યયન કરવામાં આવ્યું

મંત્રાલયે રિપોર્ટમાં કહ્યું કે કુલ 498 ગંભીર કેસનું અધ્યયન કર્યું છે. તેમાંથી 26 એવા હતા, જેમને કોવીશિલ્ડ વેક્સીન લીધા બાદ બ્લીડિંગ અથવા લોહીની ગાંઠની સમસ્યા થઈ હતી. કોવેક્સિન લીધા બાદ આવી કોઈ સમસ્યા જોવા મળી નથી.

અન્ય સમાચારો પણ છે...