તમાચા બરાબર હોય છે મૌખિક અપમાન:અપશબ્દોથી અપમાનની અસર લાંબા સમય સુધી રહે છે, લોકો વખાણ જલદી ભૂલી જાય છે: રિસર્ચમાં દાવો

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

જ્યારે કોઈ માણસ કોઈનું અપશબ્દોથી અપમાન કરે છે, તો એની અસર લાંબા સમય સુધી રહે છે. જો કોઈ આપણું અપમાન કરી લે છે તો એ શબ્દો જોરદાર તમાચા જેવા અનુભવ કરાવે છે. આ ચોંકાવનારો ખુલાસો નેધરલેન્ડમાં કરવામાં આવેલા એક રિસર્ચમાં થયો છે. વૈજ્ઞાનિકોએ આ રિસર્ચમાં સ્પર્ધકોની મગજની પ્રવૃત્તિનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં ખબર પડી હતી કે શબ્દોની અસર આપણા જીવન પર પડે છે.

શબ્દોના માધ્યમથી કરવામાં આવેલું મૌખિક અપમાન ગાલ પર મારવામાં આવેલા તમાચા બરાબર હોય છે, જેનાથી આપણા મગજમાં ખરાબ ભાવના ઉત્પન્ન થાય છે. તો જોઈ કોઈ વ્યક્તિ આપણું અપમાન કરે છે તો તે આપણી પ્રતિષ્ઠા માટે જોખમરૂપ છે. શબ્દો જ ભાષા અને લાગણીઓ વચ્ચે ઇન્ટરફેસ કરવાની એક અનન્ય તક પૂરી પાડે છે. આવી સ્થિતિમાં ખરાબ શબ્દો આપણા મગજમાં લાંબા સમય સુધી રહે છે.

આ રીતે કરવામાં આવ્યું રિસર્ચ
વ્યક્તિ કોઈ વિશે શું વિચારે છે એ જાણવા માટે 2 ગ્રુપ પાડવામાં આવ્યા હતા. એક ગ્રુપના લોકોને અપમાનજનક કમેન્ટનું રેકોર્ડિંગ સંભળાવવામાં આવ્યું હતું, તો કોઈને નજીકની વ્યક્તિનું નામ આપીને કહેવામાં આવ્યું હતું કે આ શબ્દો નજીકની વ્યક્તિ દ્વારા કહેવામાં આવ્યા છે. તો બીજા ગ્રુપના લોકોને વખાણ કરતા હોય એ પ્રકારનું રેકોર્ડિંગ સંભળાવવામાં આવ્યું હતું.,પરંતુ નામ જણાવવામાં આવ્યા નહોતા.

પ્રથમ ગ્રુપમાંથી એવું જાણવા મળ્યું કે તેઓ વારંવાર સંપૂર્ણ શબ્દોને યાદ કરી રહ્યા હતા, જ્યારે બીજા ગ્રુપમાં લોકો એકદમ શાંત હતા. યુટ્રેક્ટ યુનિવર્સિટીના ડો. મેરિજન સ્ટ્રક્સમા અને તેની ટીમે 79 મહિલા સ્પર્ધકો પર ઇઇજી અને ત્વચા ચળવળ સાથે આ પ્રયોગ શરૂ કર્યો હતો.

કોઈ માધ્યમ દ્વારા કરવામાં આવેલું અપમાન કેવું હોય છે?
જો કોઈનું મૌખિક રીતે અપમાન કરવામાં આવે તો એ ચહેરા પર મારવામાં આવેલી થપ્પડ જેવું છે. જો કોઈ વ્યક્તિનું વારંવાર અને વિવિધ માધ્યમો દ્વારા અપમાન કરવામાં આવે છે તો પછી દરેકની સમાન અસર થાય છે. અકુદરતી વાતાવરણમાં અને કાલ્પનિક લોકોનાં નિવેદનો સાથે પણ આવું જ થાય છે.