• Home
  • Lifestyle
  • Health
  • Insufficient sleep causes about 30% of the accident, affecting people's ability to see

રિસર્ચ / અપૂરતી ઊંઘના કારણે 30% એક્સિડન્ટ થાય છે, લોકોની જોવાની ક્ષમતા પર અસર થાય છે

Insufficient sleep causes about 30% of the accident, affecting people's ability to see

Divyabhaskar.com

Aug 11, 2019, 11:07 AM IST

હેલ્થ ડેસ્કઃ અમેરિકન સ્પેસ એજન્સી નાસા જણાવશે કે તમને ઊંઘ કેમ નથી આવતી? કેમ તમને ઓછી ઊંઘ આવે છે? રિસર્ચ એજન્સીએ આ માટે આંખોની ગતિને આધાર બનાવીને તપાસની એક પદ્ધતિ ઘડી છે.

આ પદ્ધતિ પર અમલ કરવાથી જાણવા મળ્યું છે કે, અપૂરતી ઊંઘના કારણે વિશ્વભરમાં રસ્તા પર 30% અકસ્માતો થાય છે. દાવો એટલે સુધી છે કે વર્ષ 1986માં યુક્રેનના ચર્નોબિલમાં થયેલા ભયાનક પરમાણુ અકસ્માત પાછળનું એક કારણ અપૂરતી ઊંઘ પણ હતી.

જર્નલ ફિઝિયોલોજીમાં પ્રકાશિત સંશોધન એ જણાવે છે કે, આંખોની ગતિવિધિઓનું પરીક્ષણ કરવાથી માણસમાં ઊંઘના અભાવનું વિશ્વસનીય મૂલ્યાંકન થાય છે. લોકોની જોવાની ક્ષમતા પર કેવી અસર પડે છે, એ જાણવા માટે નાસાએ સ્ટેટ ઓફ ધ આર્ટ આઈ મૂવમેન્ટ રિસર્ચ ટેક્નિક દ્વારા સાડા આઠ-કલાકની ઊંઘ લેનારા વ્યક્તિથી લઇને 28 કલાક જાગીને કામ કરતા લોકોને પણ પોતાના અભ્યાસમાં સામેલ કર્યા.

સંશોધનકારો જણાવે છે કે, આ અભ્યાસનાં પરિણામો પરથી જાણવા મળ્યું કે ઓછી ઊંઘ લેનારા ઘણીવાર તેમની કાર્યક્ષમતાથી અજાણ રહે છે. આ સંદર્ભમાં, અકસ્માતોને રોકવા માટે ઓછી ઊંઘ કારણભૂત છે, જે વ્યક્તિની કાર્યક્ષમતાને પણ અસર કરે છે.

X
Insufficient sleep causes about 30% of the accident, affecting people's ability to see
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી