ચંપલ પહેરીને વૉક:ફાયદાની જગ્યાએ તમારું જ નુકસાન થઇ રહ્યું છે, ઘૂંટણ અને એડીમાં દુખાવો રહેશે અને વજન પણ નહીં ઉતરે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

જિમ, એરોબિક્સ કે એક્સર્સાઈઝ..હવે દેશમાં મોટાભાગના લોકો ફિટ રહેવા ઈચ્છે છે. મહિલાઓ પણ પાછળ નથી. વર્કઆઉટ માટે સમય ના મળે તો તેઓ સવારે-સાંજે વૉક કરે છે. ઘરની આજુબાજુના પાર્ક, ખાલી રસ્તા કે સ્ટેડિયમમાં ચાલવા જાય છે. ચાલવા માટે તે કપડાં કે ચંપલ ચેન્જ કરતી નથી.ઘરમાં પહેવાના ચંપલ પહેરીને નીકળી પડે છે. શું વૉક કરવા માટે શૂઝ પહેરવા જરૂરી છે? આ પ્રશ્નનો જવાબ આપી રહ્યા છે ફિટનેસ એક્સપર્ટ પ્રેરિત ઝા.

ચંપલ પહેરીને વૉક કરવાના શું ફાયદા છે?ફિટનેસ માટે વ્યક્તિએ સજાગ રહેવું અને જરૂર પ્રમાણે રૂટિન સેટ કરવું જોઈએ. જે પણ એક્ટિવિટીમાં રસ હોય તેવો ગેટઅપ કરવો જોઈએ. જો ચંપલ પહેરીને વૉક કરશો તો તમારી ઈચ્છા પ્રમાણે રિઝલ્ટ નહીં મળે. વૉક કરવાની સાચી રીત જાણતા ના હો તો અનેક મહિના સુધી વૉક કરવાથી શરીર પણ ફિટ નહીં રહે કે વજન પણ ઓછું નહીં થાય.

વૉક કરવા માટે યોગ્ય ફૂટવેર પસંદ કરવા કેમ જરૂરી છે?

  • વૉકિંગ શૂઝ પહેરીને વધારે સમય સુધી ચાલી શકાય છે. આનાથી થાક લાગતો નથી.
  • ખોટી સાઈઝના ચંપલ કે શૂઝ પહેરવાથી ચાલવામાં ચેન્જ આવે છે. શરીર આગળની તરફ નમી જાય છે.
  • શેપમાં વધારે એક્સપરિમેન્ટ કરેલા ના હોવા જોઈએ. ફ્લેટ સપાટી હશે તો ચાલવામાં તકલીફ નહીં થાય.
  • ખોટા ફૂટવેરને લીધે પગ શ્વાસ લઇ શકતા નથી, તેને લીધે પગમાં તકલીફ થઇ શકે છે.
  • પગની એડીને વધારે સપોર્ટ જોઈએ છે. આ નોર્મલ ચંપલમાં મળતો નથી.
  • ચંપલ પહેરીને વૉક કરવાથી આગળ જઈને ઘૂંટણની તકલીફ શરૂ થાય છે.
  • શૂઝમાં કુશનિંગ હોય છે. આ પગને દુખાવા અને થાકની બચાવે છે.
  • ચંપલ પહેરીને ચાલવાથી પગને ગ્રિપ મેળવવામાં વધારે મહેનત કરવી પડે છે, શૂઝમાં આવું હોતું નથી.

મોર્નિંગ હોય કે ઇવનિંગ વૉક, ઉપર જણાવેલી બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને ચાલતી વખતે શૂઝ જ પહેરો. કયા શૂઝ પગ માટે બેસ્ટ છે તે માટે એક્સપર્ટની સલાહ લો.