રિસર્ચ / અનિદ્રાથી માઈગ્રેન થવાનું જોખમ રહે છે

Insomnia risks the migraine

રિસર્ચમાં સામેલ 12.04% લોકોમાં ઈન્સોમ્નિયા સાથે માઈગ્રેનની સમસ્યા જોવા મળી હતી
અનિદ્રાથી પીડાતા લોકોમાં માઈગ્રેન થવાનું જોખમ અન્ય લોકો કરતા વધુ હોય છે

Divyabhaskar.com

Sep 08, 2019, 01:54 PM IST

હેલ્થ ડેસ્ક: ઈન્સોમ્નિયા (અનિદ્રા)ની અસર માઈગ્રેનની તીવ્રતા પર પડે છે. હાલમાં થયેલા એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. ‘અમેરિકન જર્નલ ઓફ મેનેજ્ડ કેર’ નામની જર્નલમાં પ્રકાશિત થયેલા એક લેખમાં આ પુરવાર કરાયું છે.

નેશનલ હેલ્થ ઇન્સ્યોરન્સ સર્વિસના ડેટા મુજબ અમેરિકામા વર્ષ 2010માં માઈગ્રેનનો આંકડો 4,88,733 હતો જે વર્ષ 2016માં વધીને 5,35,305 થયો હતો.

માઈગ્રેન અને ઈન્સોમ્નિયાના સંબંધને સાંકળવા માટે આ રિસર્ચ વર્ષ 2006થી શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં સાઉથ કોરિયાના 10 લાખ લોકો સામેલ હતા.

આ રિસર્ચમાં પુરવાર થયું છે કે, 12.04% લોકો માઈગ્રેન સાથે અનિદ્રાથી પણ પીડિત હતા. રિસર્ચમાં સામે આવ્યું કે, અનિદ્રાથી પીડાતા લોકોમાં માઈગ્રેન થવાનું જોખમ અન્ય લોકો કરતા વધુ હોય છે.

X
Insomnia risks the migraine
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી