ચહેરાથી લઈને હાથ-પગ સુધી સોજા:ગંભીર બીમારીઓ તરફ સંકેત, કિડની, હૃદય, લિવર, થાઇરોઇડની બીમારીનું જોખમ વધારે રહે

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાથ-પગ અને ચહેરા પર આવતા સોજાને અવગણશો નહીં જેમ બને તેમ જલદી ડોક્ટરને મળો. આ સોજા ગંભીર બીમારીઓનું લક્ષણ હોઈ શકે છે. ચાલો જાણીએ જનરલ ફિઝિશ્યન ડૉક્ટર બારીયા ઝાહરા પાસેથી એવા બીમારીઓ વિશે જેના કારણે શરીરમાં સોજા ચડી જાય છે. શરીરના અમુક ભાગોમાં ક્યારેક કોઈ કારણસર સોજો આવી જાય છે. આવું અનેક કારણોસર થઈ શકે છે. હાડકાં, પેશીઓ અથવા સ્નાયુઓમાં દુખાવો થવાને કારણે સોજો આવે છે. ટ્યુમરના કારણે સોજો પણ આવી શકે છે. જો તમે સોજાનું કોઈ બાહ્ય કારણ જાણતા હોવ તો તે એક સારી બાબત છે નહીં તો તે આંતરિક સમસ્યાનો સંકેત હોઈ શકે છે.

આ બીમારીઓને કારણે શરીરના અંગોમાં થતો સોજો ભૂલીને પણ અવગણશો નહીં
થાઇરોઇડને કારણે સોજા
ગળામાં બટરફ્લાય આકારની થાઇરોઇડ ગ્રંથિ હોય છે. તે એક હોર્મોન છે, જે યોગ્ય રીતે કાર્ય કરે છે તેથી કોઈ સમસ્યા નથી, પરંતુ જો તે ઓછાવત્તા અંશે અંડરએક્ટિવ એટલે કે ખોટી રીતે કામ કરશે તો મુશ્કેલી તો આવવાની જ છે. જો કોઈ કારણ વગર એકાએક વજન વધી જાય કે પગ અને ડોકના ભાગમાં સોજો આવી જાય તો તે 'હાઈપોથાઈરોડિઝમ' (થાઈરોઈડ લોસ)નો સંકેત હોઈ શકે છે. થાઇરોક્સિન હોર્મોનની કમીને કારણે શરીરમાં સોજા વધી શકે છે.

કિડનીની બીમારીના કારણે સોજા આવવા​​​​​​​​​​​
કોઈપણ કારણ વગર અમુક અંગોમાં સોજો આવવો એ ગંભીર બીમારીની નિશાની હોઈ શકે. આવા કોઈપણ સોજાને અવગણવું એ મોટી ભૂલ સાબિત થઈ શકે છે. ઘણી વખત આ સોજો હાથ-પગ તેમજ ચહેરા અને આંખો પર પણ દેખાવા લાગે છે. જ્યારે પણ આવા સોજાની ખબર પડે, ત્યારે તેનું કારણ જાણવા માટે ડૉક્ટરને મળો. ​​​​​​શરીરના કોઈપણ ભાગમાં બિનજરૂરી સોજો એક સમસ્યા બની શકે છે. ચહેરા અને હાથ-પગમાં સોજો વધી ગયો હોય તો તે કિડનીની સમસ્યાનો સંકેત છે. કિડનીનું કામ લોહીને શરીરમાંથી સાફ કરવા અને ઝેર દૂર કરવાનું છે. જ્યારે કિડની ઝેર બહાર કાઢવામાં અસમર્થ હોય છે, ત્યારે આ ઝેરી તત્વો શરીરમાં જ એકત્રિત થવા લાગે છે. આ કારણે શરીરના ઘણા ભાગોમાં સોજો વધવા લાગે છે.

જો ચહેરા પર સોજો વધી ગયો હોય તો તે કિડનીની સમસ્યાનો સંકેત છે, જો કિડની ઝેરને બહાર કાઢવામાં અસમર્થ હોય તો સોજા વધવા લાગે છે.
જો ચહેરા પર સોજો વધી ગયો હોય તો તે કિડનીની સમસ્યાનો સંકેત છે, જો કિડની ઝેરને બહાર કાઢવામાં અસમર્થ હોય તો સોજા વધવા લાગે છે.

નબળા હૃદયને કારણે સોજો પણ આવે છે
જ્યારે હૃદય લોહીને યોગ્ય રીતે પમ્પ કરવામાં અસમર્થ હોય અથવા નબળું પડી જાય છે, ત્યારે સામાન્ય રીતે હાથ અને પગમાં સોજો દેખાવા લાગે છે. તેથી હાથ-પગનો સોજો વધવા લાગે તો તેને અવગણશો નહીં, તે હૃદયરોગનું લક્ષણ હોઈ શકે છે.

લિવરની સમસ્યાના કારણે પણ સોજો આવી શકે
લિવર એ શરીરના જરુરી આંતરિક ભાગોમાંનું એક છે. લિવરમાં કોઈપણ પ્રકારની ખરાબી હોય તો તે વ્યક્તિ બીમાર પડવાની જ છે. જ્યારે પણ લીવર ફંક્શનમાં પ્રોબ્લેમ થાય છે ત્યારે પેટમાં સોજા અને દુખાવાના લક્ષણો દેખાય છે. જો કોઈ બાહ્ય કારણ વગર પેટમાં સોજો વધે તો ડોક્ટરની સલાહ લો. તે લિવરની કામગીરીને અસર કરી શકે છે.

ડીપ વેન થ્રોમ્બોસિસને કારણે સોજા આવી શકે
ડીપ વેન થ્રોમ્બોસિસ નામની આ બીમારીમાં પગમાં સોજો આવવા લાગે છે. આ બીમારીના કારણે પગની નસોમાં લોહી ગંઠાઈ જાય છે, જેના કારણે પગમાં ભારે દુખાવો થાય છે. લોહી ગંઠાઈ જવાને કારણે શરીરના એ ભાગોમાં લોહીનો પુરવઠો બંધ થઈ જાય છે. આવું થાય એટલે શરીરનો એ ભાગ સુન્ન થવા લાગે છે અને ધીમે-ધીમે બગડી શકે છે.

શિયાળો આવતાની સાથે જ હાથ પગ સોજી જાય છે, શરીરમાં ખંજવાળ અને પીડા થાય છે.
શિયાળો આવતાની સાથે જ હાથ પગ સોજી જાય છે, શરીરમાં ખંજવાળ અને પીડા થાય છે.

શિયાળામાં હાથ-પગની આંગળીઓમાં સોજો આવી જાય તો આ સરળ ઘરગથ્થુ ઉપાયો અજમાવો
શરદીમાં હાથ-પગમાં વારંવાર સોજો આવી જતો હોય છે. સાંધાનો દુખાવો થાય છે. આવી સ્થિતિમાં તે કોઈ બીમારીનું લક્ષણ છે કે હવામાનને કારણે સોજો આવ્યો છે તે સમજી શકાતું નથી. ઠંડીથી રાહત મેળવવા માટે શિયાળામાં અહીં આપવામાં આવેલા કેટલાક ઉપાયો અપનાવી શકાય છે.

આંગળીઓ પર લીંબુનો રસ લગાવો
શિયાળામાં હાથ-પગમાં સોજા આવી ગયા હોય તો આંગળીઓમાં લીંબુનો રસ લગાવો. તે સોજા ઓછા કરશે અને દુખાવામાં પણ રાહત આપશે.

સરસવનું તેલ સોજા ઘટાડે છે
પગનો સોજો દૂર કરવામાં સરસવનું તેલ ફાયદાકારક છે. 4 ચમચી સરસવના તેલમાં 1 ચમચી સેંધા નમક મિક્સ કરો અને તેને સારી રીતે ગરમ કરો. તે તેલને સૂતા પહેલા હાથ અથવા પગની સોજાવાળી આંગળીઓ પર લગાવો. પગના અંગૂઠા પર તેલ લગાવ્યા પછી મોજાં પહેરીને સૂવાનો પ્રયત્ન કરો.

હળદર
શિયાળામાં હાથ અને પગના પંજામાં સોજો આવી ગયો હોય તો અડધી ચમચી હળદરમાં ઓલિવ ઓઇલ મિક્સ કરીને તેને સોજાવાળી જગ્યા પર લગાવો. તેનાથી ઘણી રાહત મળે છે.

ડુંગળી
ડુંગળીમાં એન્ટી બાયોટિક અને એન્ટી સેપ્ટિક ગુણ હોય છે, જેના કારણે તેનો રસ આંગળીઓમાં સોજા અને દુખાવાને દૂર કરે છે. ડુંગળીનો રસ સોજાવાળા ભાગ પર મૂકો, જેથી ધીમે-ધીમે રાહત મળશે.

કેટલાક સોજા પર બરફ ફાયદાકારક છે
કેટલાક સોજા પર બરફ ફાયદાકારક છે

વધારાના ઉપાય:

  • હળદરવાળુ દૂધ પીવાથી બહારના જ નહીં પરંતુ, શરીરના આંતરિક સોજામાં પણ રાહત મળે છે.
  • ગરમ પાણીમાં નમક ઉમેરીને સોજાવાળી જગ્યા પર શેક કરવાથી રાહત મળશે.
  • કેટલાક સોજા પર બરફથી શેક કરવાથી પણ ફાયદો થાય છે.
  • જીરું અને ખાંડને સરખી માત્રામાં પીસી લો. દિવસમાં કમ સે કમ ત્રણ વખત તેને પાણી સાથે લો.
  • ઇજા અને સોજાવાળા ભાગ પર ડુંગળી અને હળદર લગાવવાથી ત્વરિત રાહત મળે છે.
  • સૂકા આદુમાં ગોળ મિક્સ કરીને ખાવાથી શરીરના સોજા દૂર થાય છે.
  • ખજૂર ખાવાથી પણ સોજાની સમસ્યા દૂર થાય છે.