• Home
  • Lifestyle
  • Health
  • Indians do not consider protein necessary, 73% of people are struggling with its deficiency; 93% do not even know its benefits

સર્વે / ભારતીયો પ્રોટીનને મહત્વપૂર્ણ નથી ગણતા, 73% લોકો તેની ઊણપથી પીડાઈ રહ્યા છે, 93% લોકો તો ફાયદાથી જ અજાણ

Indians do not consider protein necessary, 73% of people are struggling with its deficiency; 93% do not even know its benefits

  • ઇન્ડિયન માર્કેટ રિસર્ચ બ્યુરોએ દેશના મોટાં શહેરોમાં કરોલા સર્વેના રિપોર્ટ મુજબ, ક્ષતિગ્રસ્ત સ્નાયુઓ માટે પ્રોટીન સૌથી મહત્વનું તત્ત્વ
  • 90%થી વધુ ભારતીયો માને છે કે પ્રોટીન ફક્ત બોડીબિલ્ડર્સ અને જિમ જતા લોકો માટે જ જરૂરી

Divyabhaskar.com

Dec 04, 2019, 11:52 AM IST

હેલ્થ ડેસ્કઃ ભારતીયોમાં આયર્ન અને કેલ્શિયમની જેમ પ્રોટીનની પણ ઊણપ છે. શહેરી વસ્તીના 73%માં પ્રોટીનનું સ્તર ઘણું ઓછું છે. ખોરાકમાં તેને કેમ સામેલ કરવું જોઈએ 93% લોકો આ વાતથી પણ અજાણ છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, ભારતીય પ્રોટીનને મહત્ત્વ જ આપતા નથી. તેઓ માને છે કે, પ્રોટીન ફક્ત જિમ જનારાઓ માટે જ જરૂરી છે. ઇન્ડિયન માર્કેટ રિસર્ચ બ્યુરો દ્વારા કરાયેલા તાજેતરના સર્વેમાં આ વાતનો ખુલાસો થયો છે.

રિપોર્ટ મુજબ, દેશના 7 શહેરોમાં કરાયેલા એક સર્વેમાં ભારતીયોનું માનવું છે કે આહારમાં પ્રોટીન વજન ઘટાડવા માટે વપરાય છે. વર્ષ 2018માં ઇનબોડી-IPSOS સંશોધન મુજબ, 71% ભારતીયોના સ્નાયુઓ નબળા છે. નક્કી કરેલા પ્રમાણભૂત ધોરણ કરતાં શરીરમાં 68% સુધી પ્રોટીનની ઊણપ છે. નેશનલ સેમ્પલ સર્વે (2011-12) અનુસાર, ગ્રામીણ વિસ્તારોમાં 56.5 ગ્રામ અને શહેરી વિસ્તારોમાં ભારતીય 55.7 ગ્રામ પ્રોટીન લે છે.

દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી?
આરોગ્ય અને પોષણ ક્ષેત્રે કાર્યરત ડો. નંદન જોશી કહે છે કે, શારીરિક રીતે સક્રિય ન રહેવાથઈ અને નક્કી કરેલા ધોરણ કરતાં ઓછું પ્રોટીન શરીરમાં પહોંચવાથી યુવાનોના સ્નાયુઓ નબળા પડી રહ્યા છે. 30 વર્ષની ઉંમરે સ્નાયુઓ ક્ષતિગ્રસ્ત થવાનું શરૂ કરે છે. દર 10 વર્ષમાં 3-5% સુધી સ્નાયુઓને નુકસાન થાય છે. દૈનિક વ્યાયામ અને પ્રોટીન તેને સુધારવા અને સક્રિય રાખવા માટે કાર્ય કરે છે. કોઈપણ વ્યક્તિએ તેમના વજન અનુસાર પ્રોટીન લેવું જોઈએ. ઉદાહરણ તરીકે, જો તમારું વજન 60 કિલો હોય તો તમારે દરરોજ તમારા આહારમાં 60 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ.

ઊણપ કેવી રીતે દૂર કરવી?
ડાયટિશિયન અને ક્લિનિકલ ન્યુટટ્રિશનિસ્ટ ડો.નિતાશા શર્મા કહે છે કે, જો તમે માંસાહારી છો તો તમે આહારમાં માંસ, ચિકન, ઇંડા લઈ શકો છો. શાકાહારીઓ માટે દૂધ, બીન શાકભાજી, મગફળી, બદામ અને કઠોળ સારા ઓપ્શન્સ છે. દિવસનો મોટાભાગનો ભાગ એક જ જગ્યાએ વિતાવવો, શરીરને સક્રિય ન રાખવું અને પ્રોટીનનું ઘટતું સ્તર સ્નાયુઓને નબળા બનાવી રહ્યા છે. બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી જીવનના દરેક તબક્કામાં પ્રોટીન જરૂરી છે.

સૌથી વધુ પ્રોટીનની ઊણપ લખનઉના લોકોમાં
ઇન્ડિયન માર્કેટ રિસર્ચ બ્યુરો દ્વારા કરવામાં આવેલા અન્ય એક સર્વેમાં દેશના મોટાં શહેરોમાં પ્રોટીનનાં સ્તરની તપાસ કરવામાં આવી. સર્વેમાં જાણવા મળ્યું કે, લખનઉના 90% લોકોમાં પ્રોટીનનો અભાવ છે. અમદાવાદ અને ચેન્નાઈ બંને શહેરો બીજા ક્રમે આવ્યા, જેમાં 84% લોકો પ્રોટીનની ઊણપથી પીડિત છે. ત્રીજા સ્થાને વિજયવાડા (72%) અને ચોથા ક્રમે મુંબઇ (70%) છે. તેમજ, આ આંકડો દિલ્હીમાં 60% છે. આ સર્વેમાં 1800 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેમના ખોરાકનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

ઇન્ડિયન ડાયટિક અસોસિએશનના જણાવ્યા મુજબ, ભારતીયોને તેમના આહારમાંથી પ્રોટીન જરૂરીયાતનો માત્ર 50% ભાગ મળી રહ્યો છે. પ્રોટીન બાળકોની વિચારવાની અને વિકાસ કરવાની ક્ષમતામાં સુધારો કરે છે. આ સ્નાયુઓ માટે જેટલું જરૂરી છે એટલું જ રોગો સામે લડવાની શરીરની ક્ષમતા વધારવામાં પણ મહત્ત્વપૂર્ણ છે. આ ઉપરાંત, ત્વચા અને વાળને સુંદર અને સ્વસ્થ બનાવવા માટે શરીરમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન હોવું જરૂરી છે.

X
Indians do not consider protein necessary, 73% of people are struggling with its deficiency; 93% do not even know its benefits
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી