ના કોન્ડોમ- ના કોપર ટી, આ 'સળી' રોકશે અનિચ્છિત પ્રેગ્નન્સી:નેપાળ જઈને 5 મિનિટમાં ડિવાઇસ લગાવે છે ભારતીય મહિલાઓ, 3 વર્ષની રાહત

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિશ્વનો 28મો સૌથી ગરીબ દેશ નેપાળ આ દિવસોમાં અનિચ્છનીય પ્રેગ્નન્સીને રોકવામાં એક આદર્શ બન્યો છે. ‘કોન્ટ્રાસેપ્ટિવ ઈમ્પ્લાન્ટ્સ’ (ગર્ભનિરોધક પ્રત્યારોપણ)નું એક નાનું ડિવાઈસ આ નાના દેશને મોટો બનાવી રહ્યું છે.

કુટુંબ નિયોજનનું સૌથી જૂનું અને સૌથી સફળ મોડલનો અમલ કરતું ભારત પણ આ અનિચ્છનીય પ્રેગ્નન્સીને રોકવાની લગભગ 100 ટકા સફળ ટેક્નિક અપનાવી શક્યું નથી. અહીંથી મોટી સંખ્યામાં મહિલાઓ સરહદ પાર કરીને નેપાળ જઈ રહી છે. હજારો વર્ષોથી યુગલો માટે અનિચ્છનીય પ્રેગ્નન્સી એક સમસ્યા છે અને એનાથી બચવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા છે. ઈજિપ્તમાં 3500 વર્ષ પહેલાં વીર્યને ગર્ભાશયમાં પ્રવેશતું અટકાવવા માટે મધ, ઝાડની છાલ અને પાંદડાંના કોટિંગનો ઉપયોગ કરવામાં આવતો હતો.

વિશ્વના પહેલા કોન્ડમનો ઉલ્લેખ ગ્રીક પૌરાણિક કથાઓમાં કરવામાં આવ્યો છે, જે મુજબ ક્રેટના રાજા મિનોસ માટે બકરીના મૂત્રાશયમાંથી કોન્ડોમ બનાવવામાં આવ્યાં હતાં. આજના યુગમાં ઉપયોગમાં લેવાતા ગર્ભનિરોધકો ક્યારે અને કોણે બનાવ્યા, આવો... જાણીએ...

આવા ગર્ભનિરોધકોની શોધ પછી પણ સંપૂર્ણ ગર્ભનિરોધકની શોધનો અંત આવ્યો નહોતો, જે પુરુષ અને સ્ત્રી બંને માટે સલામત હોય, જે તેમને સંતોષ આપે અને જેને તે નિઃસંકોચપણે ખુલ્લેઆમ અપનાવી શકે. આવી સ્થિતિમાં ‘કોન્ટ્રાસેપ્ટિવ ઈમ્પ્લાન્ટ્સ’ (ગર્ભનિરોધક પ્રત્યારોપણ) યુગલો માટે વધુ અસરકારક સાબિત થઈ શકે છે.

‘કોન્ટ્રાસેપ્ટિવ ઈમ્પ્લાન્ટ્સ’ વિશે વધુ જાણતાં પહેલાં જાણો આખરે કેટલા પ્રકારના ગર્ભનિરોધકો હોય છે? FPA ઇન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (પ્રોગ્રામ્સ) અમિતા ધનુનું કહેવું છે કે આ ડિવાઇસના આવવાથી ગર્ભનિરોધકના ઉપયોગને પ્રોત્સાહન મળશે. એવી આશા રાખવામાં આવી રહી છે કે સરકાર ટૂંક સમયમાં જ તેને ‘નેશનલ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ’માં સામેલ કરશે, જેથી વધુ ને વધુ મહિલાઓને તેનો લાભ મળી શકે.

હવે તમે વિચારતા હશો કે ‘કોન્ટ્રાસેપ્ટિવ ઈમ્પ્લાન્ટ્સ’ (ગર્ભનિરોધક પ્રત્યારોપણ) શું છે? તો ચાલો... પહેલા એ જાણી લઈએ..

અનિચ્છનીય પ્રેગ્નન્સીને રોકવા માટે 'માચીસ' જેવડું નાનું ડિવાઇસ
આ મેડિકલ ડિવાઈસનો ઉપયોગ પ્રેગ્નન્સીને અટકાવવા માટે કરવામાં આવે છે. એને સ્ત્રીના હાથના પડખાના ભાગની ત્વચાની અંદર મૂકવામાં આવે છે. ફ્લેક્સિબલ પ્લાસ્ટિકથી બનેલા આ કોન્ટ્રાસેપ્ટિવ ઈમ્પ્લાન્ટ્સની સાઈઝ માચીસ જેટલી નાની હોય છે. મેડિકલ ભાષામાં એને ‘ફ્લેક્સિબલ પ્લાસ્ટિક રોડ’ કહે છે. આ રોડ(સળિયા)માંથી 'પ્રોજેસ્ટોજન' (Progestogen) નામનું સિન્થેટિક હોર્મોન લીક થાય છે, જે પ્રેગ્નન્સીને રોકવામાં મદદ કરે છે. એકવાર આ નાનો રોડ (સળિયો) શરીરમાં સ્થાપિત થઈ જાય, પછી 3 વર્ષ સુધી તમને અનિચ્છનીય પ્રેગ્નન્સી સામે રાહત મળશે. આ સમય દરમિયાન જો તમે પ્રેગ્નન્ટ થવા માગો છો તો એને આરામથી દૂર કરી લો અને થોડા દિવસોમાં તમારી ફર્ટિલિટી પાછી મેળવી લો.

હવે જાણીએ કે આ ‘કોન્ટ્રાસેપ્ટિવ ઇમ્પ્લાન્ટ’ કેવી રીતે કામ કરે છે? પરંતુ એને સમજવા માટે એ જાણવું જરૂરી છે કે સ્ત્રી કેવી રીતે ગર્ભવતી થાય છે?

આ ડિવાઈસ 3 રીતે કામ કરે છે-

1. ડિવાઈસમાંથી ‘પ્રોજેસ્ટોજન’ હોર્મોનનું લીકેજ ધીમે-ધીમે થતું રહે છે. એનાથી શરીરમાં પ્રોજેસ્ટોજનનું સ્તર વધે છે. એ અંડાશયમાંથી ઇંડાં છોડવાની પ્રક્રિયાને અટકાવે છે.

2. વાસ્તવમાં ગર્ભાશયની અંદર જવા માટે સ્પર્મને સર્વિક્સમાંથી પસાર થવું પડે છે. સર્વિક્સમાં હાજર પ્રવાહી શુક્રાણુઓને ટકી રહેવા અને તરવામાં મદદ કરે છે. આ પ્રવાહીને ‘સર્વાઇકલ મ્યૂકસ’ કહેવામાં આવે છે. પ્રોજેસ્ટોજન હોર્મોન આ પ્રવાહીને ઘટ્ટ બનાવે છે, જેથી સ્પર્મ આગળ વધી શકતું નથી.

3. પ્રોજેસ્ટોજેન ગર્ભાશયના આંતરિક લાઈનિંગને સાવ પાતળી કરી દે છે. અંડકોષ અને શુક્રાણુ કોઈપણ રીતે મળી જાય તોપણ ફર્ટિલાઈઝ્ડ એગ ગર્ભાશયમાં ચોંટતું નથી અને માસિક ધર્મ દરમિયાન શરીરમાંથી બહાર નીકળી જાય છે.

જો ઈંડા અને સ્પર્મની વાત કરવામાં આવે તો એ પણ જાણી લો કે એની સંખ્યા કેટલી હોય છે? પ્રેગ્નન્સીમાં તેમની શું ભૂમિકા છે..?

આ ડિવાઇસ ઇન્સ્ટોલ કરાવવા 6 મહિનામાં 400 મહિલા નેપાળ ગઈ હતી
ભારતમાં સરકારી હોસ્પિટલોમાં કોન્ટ્રાસેપ્ટિવ ઇમ્પ્લાન્ટ (ગર્ભનિરોધક પ્રત્યારોપણ) સ્થાપિત કરવામાં આવતા નથી. તેમને ખાનગી હોસ્પિટલોમાં પણ સ્થાપિત કરવું સરળ નથી, જ્યારે પાડોશી દેશ નેપાળમાં સરકારી આરોગ્ય કેન્દ્રોમાં એને નિ:શુલ્ક સ્થાપિત કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ભારતનાં ઘણાં રાજ્યોમાંથી મહિલાઓ આ ડિવાઇસ ઇન્સ્ટોલ કરાવવા માટે સરહદ પાર કરી રહી છે અને પાડોશી દેશમાં નેપાળમાં જઈ રહી છે.

‘ફેમિલી પ્લાનિંગ એસોસિયેશન ઓફ નેપાળ (FPAN)’ નેપાળ સરકાર સાથે મળીને પરિવાર નિયોજનના મુદ્દે કામ કરી રહ્યું છે. FPANના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. નરેશ પ્રતાપ કે.સી.એ ભાસ્કરને જણાવ્યું હતું કે ‘કોન્ટ્રાસેપ્ટિવ ઇમ્પ્લાન્ટ નેપાળમાં રાષ્ટ્રીય કુટુંબ નિયોજન કાર્યક્રમનો એક ભાગ છે. તેમને નેપાળમાં સ્થાપિત કરવા માટે ડૉક્ટરની જરૂર નથી. અહીંની નર્સો અને આરોગ્યકર્મચારીઓ મહિલાઓમાં આ ડિવાઈસ ઇન્સ્ટોલ કરી રહ્યા છે. અમારી પાસે ભારતથી આવતી મહિલાઓની સંખ્યા પણ ખૂબ વધારે છે. આ મહિલાઓ ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાંથી આવે છે.

નેપાળના તરાઈ વિસ્તારમાં FPANના 5 ક્લિનિક છે, જ્યાં ભારતીય મહિલાઓ આ ડિવાઇસને ઇન્સ્ટોલ કરાવવા માટે જાય છે.

પ્રેગ્નન્સી અટકાવવા માટે 99 ટકાથી વધુ અસરકારક કોન્ટ્રાસેપ્ટિવ ઇમ્પ્લાન્ટ
આ ડિવાઈસ પ્રેગ્નન્સીને રોકવામાં 99 ટકાથી વધુ સફળ છે. એનો ઉપયોગ કરવો પણ એકદમ સરળ છે. જે પછી પ્રેગ્નેન્સીને રોકવા માટે ઇન્જેક્શન (ઇન્જેક્ટેબલ કોન્ટ્રાસેપ્ટિવ) ગોળી ખાવાનું ટેન્શન છૂમંતર થઈ જાય છે. જે મહિલાઓ એસ્ટ્રોજન હોર્મોનની ગોળીઓ લઈ શકતી નથી અથવા જેમના માટે ગોળી લેવાનો સમય યાદ રાખવો એ એક મોટી સમસ્યા છે તેમના માટે ઇમ્પ્લાન્ટ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. બાળકને જન્મ આપ્યા પછી એને ગમે ત્યારે લગાવી શકાય છે અને સ્તનપાન દરમિયાન એ સંપૂર્ણપણે સુરક્ષિત હોય છે.

કોન્ટ્રાસેપ્ટિવ ઇમ્પ્લાન્ટ અન્ય ગર્ભનિરોધકો કરતાં વધુ અસરકારક હોવાનું શા માટે કહેવામાં આવી રહ્યું છે? એનું કારણ આ ગ્રાફિક પરથી જાણો

આ તો નાનામાં નાના અને સૌથી ગરીબ દેશોની વાત થઈ. હવે વાત કરીએ અમેરિકા જેવા મોટા દેશોની, જ્યાં આ ટેક્નોલોજીને અપનાવવામાં આવી છે. આ ટેકનોલોજી અમેરિકા-યુરોપમાં ખૂબ લોકપ્રિય છે. અમેરિકાની ફેડરલ એજન્સી 'સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન' મજબ કોન્ટ્રાસેપ્ટિવ ઇમ્પ્લાન્ટ એ ગર્ભાવસ્થાને રોકવા માટે અપનાવવામાં આવેલી ત્યાંની ત્રીજી સૌથી લોકપ્રિય ટેક્નિક છે. યુરોપમાં પણ આ ટેક્નિક ઘણી અસરકારક છે.

અમેરિકામાં 15-49 વર્ષની ઉંમરની લગભગ 18 ટકા મહિલાઓ નસબંધી કરાવે છે, 14 ટકા મહિલાઓ ગોળીઓનો ઉપયોગ કરે છે અને 10.4 ટકા મહિલાઓ કોન્ટ્રાસેપ્ટિવ ઇમ્પ્લાન્ટ અથવા કોપર-ટી જેવી ટેક્નિક અજમાવે છે. અમેરિકાની પરિસ્થિતિ તો તમે જાણી લીધી, પરંતુ, શું તમે જાણો છો કે ભારતમાં ગર્ભાવસ્થાથી બચવા માટે કઈ પદ્ધતિ સૌથી વધુ લોકપ્રિય છે...?

પાડોશી દેશોમાં તેમની સરકારો આ સુવિધાઓ આપી રહી છે
‘ઈન્ટરનેશનલ પ્લાન્ડ પેરેન્ટહૂડ ફેડરેશન’ ભારત સહિત ઘણા દેશોમાં ‘ફેમિલી પ્લાનિંગ’ અને ’સેક્સ એજ્યુકેશન’ જેવા મુદ્દાઓ પર કામ કરી રહ્યું છે. તેના દક્ષિણ એશિયા ક્ષેત્રના ડિરેક્ટર ડૉ. શ્રીજીતે જણાવ્યું હતું કે અનિચ્છનીય પ્રેગ્નન્સીને રોકવા માટે અપનાવવામાં આવતી અન્ય ટેક્નિક કરતાં કોન્ટ્રાસેપ્ટિવ ઇમ્પ્લાન્ટ વધુ સારી છે.

કોપર-ટી જેવા ડિવાઈસ કરતાં એનો ઉપયોગ કરવો પણ સરળ છે. એકવાર હાથમાં મૂક્યા પછી 3 વર્ષ સુધી આકસ્મિક પ્રેગ્નન્સી વિશે કોઈ ચિંતા રહેતી નથી. એ વિશ્વભરનાં ઘણાં સંશોધનમાં વધુ અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. ઘણા દેશોના કુટુંબ નિયોજનના કાર્યક્રમોમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા જેવા દેશોનો સમાવેશ થાય છે. તેમનું કહેવું છે કે એ લાંબા ગાળે ભારત માટે પણ ખૂબ જ લાભદાયી સાબિત થશે.

ભારતમાં ICMR પણ રિસર્ચ કરી ચૂક્યું છે
વર્ષ 2016માં અમુક મીડિયા રિપોર્ટ મુજબ, ‘ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ’ (ICMR)એ કોન્ટ્રાસેપ્ટિવ ઇમ્પ્લાન્ટના ક્લિનિકલ ટ્રાયલનો રિપોર્ટ આરોગ્ય મંત્રાલયને સોંપ્યો હતો. દેશની 22 સરકારી હોસ્પિટલોમાં 3 વર્ષ સુધી 3,119 મહિલા પર કરવામાં આવેલાં સંશોધન દરમિયાન 66 ટકા મહિલાઓએ એનો ઉપયોગ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો. કુટુંબ નિયોજનની બાબતમાં ભારત હંમેશાં બાકીના વિશ્વમાં આગળ રહ્યું છે, જ્યારે ઘણા દેશોએ વધતી જતી વસતિ પર ધ્યાન પણ આપ્યું નહોતું, ત્યારે જ ભારતમાં આ માટેની યોજના અમલમાં મૂકવામાં આવી હતી.

કોન્ટ્રાસેપ્ટિવ ઇમ્પ્લાન્ટની સૌથી વધુ અસર પિરિયડ્સ પર પડે છે
એવું નથી કે કોન્ટ્રાસેપ્ટિવ ઇમ્પ્લાન્ટની કોઈ આડઅસર નથી. પિરિયડ્સ પર કોન્ટ્રાસેપ્ટિવ ઇમ્પ્લાન્ટની અસર પર સંશોધન થયું છે. Hindavi.com પર આવા જ એક રિપોર્ટ મુજબ, કોન્ટ્રાસેપ્ટિવ ઇમ્પ્લાન્ટ કરાવ્યાના 24મા મહિનામાં 30 ટકા મહિલાઓના પિરિયડ્સ સંપૂર્ણપણે બંધ થઈ ગયા હતા. લગભગ 6 ટકા મહિલાઓના પિરિયડ્સમાં ઘટાડો થયો છે, જ્યારે 19 ટકામાં વધારો થયો છે અને 45 ટકા મહિલાઓમાં સામાન્ય પિરિયડ્સ આવે છે.

જાણો ગર્ભનિરોધક પ્રત્યારોપણની અન્ય આડઅસરો અને ફાયદા શું છે...?

કોન્ટ્રાસેપ્ટિવ ઇમ્પ્લાન્ટ્સ કેવી રીતે લગાવવી અને હટાવવી
આ ડિવાઇસને સરળતાથી ઈન્જેકશની જેમ જ લગાડી શકાય છે અને કોઈ સર્જરીની જરૂર નથી પડતી. ગર્ભવતી થવાની તૈયારીમાં અથવા તમને કોઈપણ પ્રકારની સમસ્યા લાગે તો એને કોઈપણ સમયે દૂર કરી શકાય છે.

ક્યારે ઉપયોગ ન કરવો

  • જો તમને લાગે છે કે તમે પ્રેગ્નન્ટ છો.
  • તમારા પિરિયડ્સમાં કોઈપણ પ્રકારનો બદલાવ કરવા નથી માગતા.
  • એવી કોઈ દવા લઇ રહ્યા હોય, જેની અસર ઇમ્પ્લાન્ટ્સ પર પડે.
  • પાર્ટનર સાથે સંબંધ બાંધવામાં અથવા પિરિયડ્સ દરમિયાન વધુ બ્લીડિંગ થતું હોય.
  • સ્ટ્રોકની કે હાર્ટની કોઈ સમસ્યા હોય તો.
  • લિવરની બીમારી હોય તો.

કોપર-ટી અને કોન્ટ્રાસેપ્ટિવ ઇમ્પ્લાન્ટ્સ એક્સપાયરી ડેટ પછી કાઢી લેવામાં આવે છે
કોપર-ટી અને કોન્ટ્રાસેપ્ટિવ ઇમ્પ્લાન્ટ્સ એક્સપાયરી ડેટ પછી કાઢવામાં આવે છે. કોપર-ટી 3થી 10 વર્ષ સુધી ચાલે છે. જો એક્સપાયરી ડેટ પછી કાઢવામાં ન આવે તો ઇન્ફેક્શનનું જોખમ રહે છે. કોન્ટ્રાસેપ્ટિવ ઇમ્પ્લાન્ટ્સ જો 3 વર્ષ પછી દૂર કરવામાં ન આવે તો,ગર્ભવતી થવું મુશ્કેલ બની શકે છે.

અનિચ્છિત પ્રેગ્નન્સી પાછળ આ કારણો જવાબદાર છે
'યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ' અનુસાર, ગર્ભાવસ્થાથી બચવા માટે ઉપયોગમાં લેવાતી કેટલીક ગર્ભનિરોધક પદ્ધતિઓ મહિલાઓના શરીર પર સારી અસર કરતી નથી. આ અનિચ્છનીય ગર્ભાવસ્થાનું જોખમ વધારે છે. મહિલાઓને બાળકો પેદા કરવાના દબાણનો સામનો કરવો પડે છે. ગરીબી, લિંગ અસમાનતા પણ અનિચ્છનીય ગર્ભાવસ્થાનું કારણ બને છે. સમાજમાં છોકરીઓ અને મહિલાઓ પર જલદી માતા બનવાનું દબાણ એટલું વધી જાય છે કે તેઓ ઇચ્છતા ન હોવા છતાં પણ ગર્ભવતી થવું પડે છે.

ગર્ભનિરોધક વાપરવાની જવાબદારી ફક્ત મહિલાઓ પર જ કેમ?
NFHS-5ના આંકડા અનુસાર, દેશમાં સૌથી વધુ નસબંધી મહિલાઓ કરાવે છે. NFHS-4 મુજબ, 2015-16માં 36% મહિલાઓએ નસબંધી કરાવી હતી. 2019-21માં આ સંખ્યા વધીને 37.9% થઈ ગઈ છે. સૌથી વધુ વધારો મધ્યપ્રદેશ (9.7%થી વધીને 51.9%), બાદમાં બિહાર (14.1% થી વધીને 34.8%) અને પછી ગોવામાં (13.6% થી વધીને 29.9%) થયો હતો.

દેશમાં 10 પૈકી 1 જ પુરુષ કોન્ડોમનો ઉપયોગ કરે છે. કોન્ડમનો સૌથી વધુ ઉપયોગ ચંદીગઢ, ઉત્તરાખંડમાં કરવામાં આવે છે. NFHS-4 મુજબ, 40% પુરુષો માને છે કે ગર્ભાવસ્થા રોકવા માટે માત્ર મહિલાઓ જ જવાબદાર માનવામાં આવે છે.

ગર્ભનિરોધકની શોધથી લઈને નીતિ સુધીનું તમામ દબાણ મહિલાઓ પર શા માટે, પોપ્યુલેશન સાયન્ટિસ્ટે જણાવ્યાં આ 5 કારણ...
પુરુષોની સરખામણીએ મહિલાઓ માટે ગર્ભનિરોધકોના વિકલ્પ વધારે છે. સરકારની પોલિસીમાં પણ મહિલાઓ પર ગર્ભનિરોધકો પર વધારે જોર આપવામાં આવ્યું છે. તો મહિલાઓ ગર્ભનિરોધકોનો વધારે ઉપયોગ કરે છે. પોપ્યુલેશન સાયન્ટિસ્ટ ડો. શ્રીનિવાસ ગોલીના જણાવ્યા આ 5 કારણઃ

પુરુષપ્રધાન સમાજના વિચારની અસર
આપણે પુરુષપ્રધાન સમાજમાં રહીએ છીએ, જ્યાં બાળકોના જન્મ, ઉછેર અને ગર્ભનિરોધકની જવાબદારી પણ મહિલાઓની છે.

લીડરશિપમાં મહિલાઓની કમી
ગર્ભનિરોધકની શોધ, એનું ઉત્પાદન અને પોલિસી બનાવવા સુધી ટોપ લેવલમાં મહિલાઓની ઊણપ છે, તેથી ગર્ભનિરોધક સાધનો મહિલાઓ માટે બનાવવામાં આવે છે.

સોસાયટીએ પોલિસી ન અપનાવી
કોઈપણ પોલિસી ભલે ગમે તેટલી અસરકારક હોય, પરંતુ સમાજ એને અપનાવે છે કે નહીં એના પર આધાર રાખે છે. 90ના દાયકામાં મફતમાં કોન્ડોમ આપવામાં આવ્યાં હતાં, પરંતુ એમાં સફળતા મળી ન હતી.

સરકાર માટે નસબંધી છે સૌથી બેસ્ટ
સરકારને નસબંધી પાછળ બહુ ખર્ચ કરવાની જરૂર નથી. આ કારણસર મહિલાઓની નસબંધી સૌથી વધુ થઈ રહી છે.

પુરુષો જ ગર્ભનિરોધકો વાપરવું કે નહીં એનો નિર્ણય લે છે
સેક્સથી ફેલાતી બીમારીઓમાં સૌથી વધુ સંક્રમણ પુરુષોથી ફેલાઈ છે. આમ છતાં પણ ગર્ભનિરોધક વાપરવું કે નહીં એનો નિર્ણય પુરુષો જ લે છે.