• Home
  • Lifestyle
  • Health
  • Indian origin doctor S S Vasan from Australia leads team of researchers for making corona virus vaccine

રિસર્ચ / કોરોના વાઇરસની રસી શોધવા માટે ઓસ્ટ્રેલિયાના મૂળ ભારતીય વૈજ્ઞાનિક વસને પ્રયત્નો શરૂ કર્યા

Indian origin doctor S S Vasan from Australia leads team of researchers for making corona virus vaccine

  • મેલબર્નની ડોહર્ટી ઇન્સ્ટિટ્યૂટમાં વસનની ટીમને હ્યુમન સેમ્પલ્સમાંથી વાઇરસને અલગ કરવામાં સફળતા મળી
  • કોમનવેલ્થ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિચર્સ ઓર્ગેનાઈઝેશનમાં તૈયાર કરવામાં આવેલી લેબમાં કોરોના વાઇરસની રસી શોધવાના પ્રયત્નો કરવામાં આવશે

Divyabhaskar.com

Feb 07, 2020, 05:58 PM IST

હેલ્થ ડેસ્કઃ કોરોના વાઈરસને લીધે વિશ્રભરમાં ભય ફેલાઈ રહ્યો છે. તેનાથી ચીનમાં 600થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે જયારે હજારો લોકો ચેપિત બન્યા છે. ભારતમાં પણ વાઈરસના 3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને અનેક શંકાસ્દ કેસો સામે આવ્યા છે. તેવામાં ઓસ્ટ્રેલિયાના મૂળ ભારતીય વૈજ્ઞાનિક એસ એસ વસને તેની રસી બનાવવા માટે લેબોરેટરીમાં પ્રથમ બેચનું ગઠન કર્યું છે.

આ બેચમાં હાઈ સિક્યોરિટી લેબ CSIRO (કોમનવેલ્થ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિચર્સ ઓર્ગેનાઈઝેશન)માં તૈયાર કરવામાં આવી છે. CSIRO ઓસ્ટ્રેલિયાની અગ્રણી સાયન્ટિફિક એજન્સી છે. લેબમાં કોરોના વાઈરસની રસી શોધવા માટે રિસર્ચ કરવામાં આવશે.

સફળતા
વસનની ટીમને એક મોટી સફળતા મેલબર્નની ડોહર્ટી ઇન્સ્ટિટ્યૂટમાં મળી હતી. લેબમાં વૈજ્ઞાનિકોએ કોરોના વાઇરસનું નવું સેમ્પલ વિકસાવ્યું હતું. આ ઇન્સ્ટિટ્યૂટમાં વસનની ટીમને હ્યુમન સેમ્પલ્સમાંથી વાઇરસને અલગ કરવામાં સફળતા મળી હતી.

રિસર્ચ
આ રિસર્ચનો હેતુ કોરોના વાઇરસ ડેવલપ થવામાં કેટલો સમય લગાડે છે અને તે રેસ્પિરેટરી સિન્ડ્રોમ સિસ્ટમ પર કેવી અસર કરે છે અને તે કેવી રીતે ફેલાય છે તેના વિશે માહિતી મેળવવાનો છે.
કેટલાક મીડિયા રિપોટ્ર્સ અનુસાર CSIRO ના વૈજ્ઞાનિકોનો હેતુ 16 અઠવાડિયાંમાં તેમણે બનાવેલી રસીનો માણસો પર પ્રયોગ કરવાનો છે.

એસ એસ સવન
આ રિસર્ચમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર મૂળ ભારતીય વૈજ્ઞાનિક એસ એસ સવન ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી સ્કોલર રહી ચૂક્યા છે. તેઓ બેંગલુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ અને રાજસ્થાનના પિલાનીમાં આવેલી બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સમાં અભ્યાસ કરી ચૂક્યા છે.

X
Indian origin doctor S S Vasan from Australia leads team of researchers for making corona virus vaccine

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી