• Gujarati News
  • Lifestyle
  • Health
  • Indian Experts Claim That If A Child Is Under 12 Years Of Age, There Is No Emergency To Get Vaccinated; Know Why

ભાસ્કર એક્સપ્લેનર:જો બાળકની ઉંમર 12 વર્ષથી ઓછી છે, તો રસી લેવા માટે કોઈ ઈમરજન્સી નથી; જાણો કેમ?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશમાં 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોરોનાની રસી આપવી જોઈએ કે નહીં, તેની ચર્ચા હજુ પણ નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશન (NTAGI)માં ચાલી રહી છે. આ દરમિયાન દેશના સૌથી મોટા નિષ્ણાતોનું માનવું છે કે આ ઉંમરના બાળકોને રસીની બિલકુલ જરૂર નથી, કારણકે વર્તમાન સમયમાં કોઈ જ કટોકટીની સ્થિતિ નથી એટલે આ પ્રકારની રસીને અત્યારે મંજૂરી આપવાનો કોઈ અર્થ નથી. નિષ્ણાતોનું કહેવું છે કે, આ રસીને સંપૂર્ણ મંજૂરી મળે અને લાંબા ગાળાનો સૅફ્ટી ડેટા ઉપલબ્ધ થાય તે પછી જ બાળકોને રસી આપવા માટે વિચારવું જોઈએ. ઉતાવળની કોઈ જરૂર નથી.

NTAGIએ 12-15 વર્ષ સુધી પણ ભલામણ કરી ના હતી
પ્રસિદ્ધ માઇક્રોબાયોલોજિસ્ટ અને વાયરોલોજિસ્ટ ડૉ..ગગનદીપ કાંગે જણાવ્યું હતું કે, NTAGIએ 12 થી 15 વર્ષની વયના બાળકોને પણ રસી આપવા માટે કોઈ ભલામણ કરી નથી. કોવિડ -19 (NEGVAC) માટે રસી વહીવટ પરના રાષ્ટ્રીય નિષ્ણાત જૂથ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

તર્ક-1 : બાળકોને ચેપથી તકલીફ નથી થતી, તો પછી અત્યારે રસી લેવાની ઉતાવળ કેમ છે?
જ્યારે તમે જાણો છો કે બાળકોને કોઈ સમસ્યા નથી તો પછી રસી આપીને તેની સાથે સંકળાયેલ આડઅસરોનું જોખમ લેવાની શું જરૂર છે? જો વેક્સિન લીધા પછી અમુક જ બાળકોને તકલીફ હોય તો પણ આ ઉંમરના બાળકોને વેક્સિન આપવાની જરૂર નથી. - પ્રો. સંજય રાય, દિલ્હી એઈમ્સના ડોક્ટર, ડિપાર્ટમેન્ટ ઓફ કમ્યુનિટી મેડિસિન, પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર, બાયોટેક વેક્સિન

તર્ક-2 : હવે ચાલો આપણે અભ્યાસ કરીએ કે કઈ રસી વધુ અસરકારક છે?
જ્યાં સુધી ફૂલ લાઇસન્સ નહીં મળે ત્યાં સુધી આ ઉંમરના બાળકોને રસી આપવાનો નિર્ણય યોગ્ય રહેશે નહીં. બાળકો માટે કઈ રસી વધુ અસરકારક અને સલામત રહેશે તે અંગે હવે તુલનાત્મક અભ્યાસ થવો જોઈએ. જો અભ્યાસમાં હજુ વધુ સમય લાગે તો લગાવવો જોઈએ કોઈ જ ઉતાવળ કરવાની જરૂર નથી. - ડૉ.ગગનદીપ કાંગ, માઇક્રોબાયોલોજિસ્ટ અને વાયરોલોજિસ્ટ

તર્ક-3 : નાના બાળકોને ઘણા રોગો હોય છે, તે બધા રોગોની વેક્સિન તો નથી લગાવાતી
કેન્સર, HIV, નબળી રોગપ્રતિકારક શક્તિ જેવા ગંભીર રોગોથી પીડાતા બાળકોને રસી આપી શકાય છે. બાળકોને ઘણા પ્રકારના રોગો હોય છે, પરંતુ બધી બીમારીઓથી બચાવવા માટે રસી આપી શકાતી નથી તો કયો રોગ જોખમી છે તે વિશે પણ વિચારવું પડશે, તેના માટે રસી આપવી પડશે. - ડો.રમણ ગંગાખેડકર, પૂર્વ વૈજ્ઞાનિક, આઈ.સી.એમ.આર.

બાયોટેકે 2-18 વર્ષની વયના બાળકો પર બૂસ્ટરના પરીક્ષણ માટે મંજૂરી માંગી
ભારત બાયોટેકે 2થી 18 વર્ષની વયના બાળકો પર કોવેક્સિનના બીજા / ત્રીજા બુસ્ટર ડોઝના ફેઝ ટ્રાયલ માટે ડ્રગ કંટ્રોલર પાસે મંજૂરી માંગી છે. હાલમાં કોવેક્સિન અને કોવિશીલ્ડના ડોઝ 18 વર્ષ કે તેથી વધુ વયના લોકોને આપવામાં આવે છે, જેમણે બીજો ડોઝ લીધાના 9 મહિના પૂરા કર્યા છે. હૈદરાબાદ સ્થિત કંપનીએ 29 એપ્રિલે DCGI સમક્ષ અરજી કરી હતી અને કોવેક્સિનના બૂસ્ટર ડોઝના ટ્રાયલ માટે મંજૂરી માંગી હતી. આ અભ્યાસ એઇમ્સ, દિલ્હી અને પટના સહિત છ સ્થળોએ કરવામાં આવશે.