રિપોર્ટ / મલેરિયાના કિસ્સાઓમાં દુનિયાભરમાં ભારત ચોથા સ્થાને

India ranks fourth in malaria cases worldwide

  • વર્ષ 2017માં તમિલનાડુમાં મેલેરિયાના કુલ કિસ્સાઓમાંથી 71% કિસ્સાઓ રાજધાની ચેન્નઈમાં જ જોવા મળ્યા હતા
  • આ રિપોર્ટને 40થી વધારે વૈજ્ઞાનિકોએ સંકલિત કર્યો છે, જેમાં બાયોમેડિકલ, અર્થશાસ્ત્રી અને સ્વાસ્થ્ય નીતિના નિષ્ણાતો સામેલ હતા
  • દુનિયાભરમાં થતા મલેરિયાના કેસોમાં 4% કેસો ભારતમાં જ જોવા મળે છે

Divyabhaskar.com

Sep 10, 2019, 05:04 PM IST

હેલ્થ ડેસ્કઃ મેલેરિયાને લઈને તાજેતરમાં આવેલા એક રિપોર્ટે ચકચાર મચાવી છે. ‘ધ લેન્સેન્ટ’ જર્નલમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ અનુસાર વર્ષ 2017માં મચ્છર કરડવાથી થતી ગંભીર બીમારીઓ મુદ્દે ભારત ચોથું સ્થાન ધરાવે છે. દુનિયાભરમાં થતા મલેરિયાના કેસોમાં 4% કેસો ભારતમાં જ જોવા મળે છે.

રિપોર્ટ અનુસાર, વર્ષ 2017માં દુનિયાભરમાં મલેરિયાના 21.9 કરોડ કેસો જોવા મળ્યા હતા, જેમાંથી 1 કરોડ કેસો ભારતના જ હતા. ભારત દેશ મલેરિયાના કેસોમાં ચોથો ક્રમાંક ધરાવે છે. આ યાદીમાં ભારત નાઈજિરિયા, રિપબ્લિક ઓફ કોન્ગો અને મોઝામ્બિકથી પણ પાછળ છે.

આ રિપોર્ટને 40થી વધારે વૈજ્ઞાનિકોએ સંકલિત કર્યો છે, જેમાં બાયોમેડિકલ, અર્થશાસ્ત્રી અને સ્વાસ્થ્ય નીતિના નિષ્ણાતો સામેલ હતા. આ રિપોર્ટ તૈયાર કરવા માટે નવી મોડલિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટથી અનુમાન લગાવવામાં આવ્યું કે વર્ષ 2030 અને વર્ષ 2050 સુધી મલેરિયાનું સ્વરૂપ કેવું હશે.

આ રિપોર્ટ મુજબ આગામી વર્ષોમાં સામાજિક આર્થિક અને પર્યાવરણીય પરિબળોને લીધે મલેરિયાના ફેલાવામાં ઘટાડો જોવા મળશે. જોકે ભારત, પૂર્વ ઇન્ડોનેશિયા અને પાપુઆ ન્યૂ ગિનિમાં મલેરિયાની અસર જોવા મળશે.

રિપોર્ટમાં સામે આવ્યું કે, વર્ષ 2017માં તમિલનાડુમાં મેલેરિયાના કુલ કિસ્સાઓમાંથી 71% કિસ્સાઓ રાજધાની ચેન્નઈમાં જ જોવા મળ્યા હતા. સ્વાસ્થ્ય સેવાઓનું મર્યાદિત બજેટ એ તેના એક મહત્ત્વના કારણ તરીકે સામે આવ્યું હતું.

X
India ranks fourth in malaria cases worldwide
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી