તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

WHOનો નવો પ્લાન:ભારતમાં સર્વાઇકલ કેન્સરથી સૌથી વધારે મૃત્યુ થાય છે, 2050 સુધીમાં WHO નવા કેસ 40% સુધી ઘટાડશે

6 દિવસ પહેલા

વિશ્વમાં સર્વાઈકલ કેન્સરના કેસો ઘટાડવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ ગ્લોબલ પ્લાન જારી કર્યો છે. પહેલી વખત ભારત સહિત દુનિયાના 194 દેશો આ કેન્સરને નાબૂદ કરવા માટે એક સાથે જોડાયા છે. WHOનું 2050 સુધી સર્વાઈકલ એટલે કે ગર્ભાશય ગ્રીવાના કેન્સરના 40% સુધી નવા કેસો ઘટાડવાનું અને 5 લાખ મૃત્યુ ઘટાડવાનું લક્ષ્યાંક છે.

WHOનો પ્લાન

  • WHOના જણાવ્યા પ્રમાણે, સર્વાઈકલ કેન્સરને નાબૂદ કરવા માટે તેની વેક્સીન, સ્ક્રીનિંગ અને ટ્રીટમેન્ટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
  • 194 દેશોમાં 15 વર્ષની ઉંમરની 90% છોકરીઓને 2030 સુધી વેક્સીન આપવામાં આવશે જેથી કેન્સરના કારણે બનતા હ્યુમન પેપિલોમા વાઈરસને અટકાવી શકાય.
  • 35 વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરની 70% મહિલાઓનું હાઈ પરફોર્મન્સ સ્ક્રીનિંગ કરવામાં આવશે.
  • 45 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરની 90% મહિલાઓની તપાસ કરવામાં આવશે અને કેસ સામે આવવા પર સારવાર કરવામાં આવશે.

શું છે સર્વાઈકલ કેન્સર
મુંબઈની જસલોક હોસ્પિટલના મેડિકલ ઓન્કોલોજીના કન્સલ્ટન્ટ ડૉ. અંજના સૈનાની કહે છે કે, સર્વાઈકલ કેન્સરનું કારણ હ્યુમન પેપિલોમા વાઈરસ છે. એકથી વધારે પાર્ટનરની સાથે સંબંધ રાખવાથી આ વાઈરસનું સંક્રમણ વધવાનું જોખમ રહે છે. વજાઈનામાંથી કોઈપણ પ્રકારનો રક્તસ્રાવ, વધારે લિક્વિડ ડિસ્ચાર્જ થવો, ગંધ અને સેક્સ દરમિયાન દુખાવો થવા પર અલર્ટ થઈ જવું. આવા લક્ષણો દેખાવા પર સ્મિયર, સર્વાઈકલ બાયોપ્સી, પેટનો અલ્ટ્રાસાઉન્ડ કરાવીને તેની તપાસ કરાવી શકાય છે.

કોરોનાકાળમાં કેમ લાગુ કર્યો પ્લાન
WHOના જણાવ્યા પ્રમાણે, કોરોના મહામારીમાં કેન્સરથી થતા મૃત્યુનું જોખમ ઘટાડવા માટે તેને લાગુ કરવામાં આવ્યો છે. વેક્સીન, તપાસ અને સારવારમાં આવતી સમસ્યાઓને દૂર કરવા માટે આ વ્યૂહરચના ઘણી જરૂરી છે. અત્યારે ગ્રામીણ વિસ્તારમાં રહેતી મહિલાઓ સ્વાસ્થ્ય કેન્દ્ર સુધી નથી પહોંચી શકતી. સ્કૂલોમાં વેક્સીન પ્રોગ્રામ સંપૂર્ણ રીતે નથી થઈ રહ્યા.
લાન્સેન્ટ ગ્લોબલ હેલ્થના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, દેશમાં સર્વાઈકલ કેન્સરના કેસ વધી રહ્યા છે. આ પ્રકારના કેસ ઘટાડવાનું એક પડકાર સાબિત થઈ રહ્યું છે.2018માં સર્વાઈકલ કેન્સરથી સૌથી વધારે મોત ભારતમાં થયા છે.

​​​​​​​સર્વાઈકલ કેન્સરને રોકવું કેમ જરૂરી, હવે તેને સમજો
વિશ્વમાં 2018માં સામે આવેલા સર્વાઈકલ કેન્સરના કેસો પર રજૂ કરવામાં આવેલો રિપોર્ટ ચોંકાવનારો છે. રિપોર્ટના અનુસાર, દુનિયાભરમાં 2018માં જેટલા સર્વાઈકલ કેન્સરના કેસ સામે આવ્યા છે, તેમાંથી એક તૃતિયાંશ માત્ર ભારત અને ચીનમાં છે. ચીનમાં આ કેન્સરના સૌથી વધારે કેસ સામે આવ્યા છે, તેમજ ભારતમાં સૌથી વધારે મૃત્યુ થયા છે.

દેશમાં 2018માં સર્વાઈકલ કેન્સરના 97,000 કેસ સામે આવ્યા અને 60,000 મોત થયા. તેમજ ચીનમાં 1,06,000 કેસ સામે આવ્યા અને 48 હજારના મોત થયા. ઈન્ડિયન કાઉન્સિંલ ફોર મેડિકલ રિસર્ચનો રિપોર્ટ દર્શાવે છે કે, ભારતમાં 30થી 49 વર્ષની ઉંમરની 30%થી પણ ઓછી મહિલાઓ સર્વાઈકલ કેન્સરની તપાસ કરાવે છે.

આ રીતે બચવું
વુમન હેલ્થ જર્નલ એક રિપોર્ટના અનુસાર, મોટાભાગની મહિલાઓ તેની તપાસ નથી કરાવતી એટલા માટે આ કેન્સર ફેલાય છે અને જીવલેણ બને છે. તેનાથી બચવું જરૂરી છે, કોન્ડમ વગર કોઈ વ્યક્તિની સાથે શારીરિક સંબંધ ન રાખવો. દર ત્રણ વર્ષમાં એક વખત પેપ સ્મિયર ટેસ્ટ જરૂરથી કરાવો. ધૂમ્રપાન અને સિગારેટથી દૂર રહેવું અને શાકભાજી-ફળને ડાયટમાં વધુ સામેલ કરો. તેની વેક્સીન લગાવવાનું ન ભૂલવું અને વજનને કંટ્રોલમાં રાખો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો