મેટાબૉલિઝ્મ મેકઓવર:શું તમે પણ વધારે વજનથી ચિંતિત છો? આ રીતે મેળવો સ્લિમ અને ફિટ બોડી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓછી હાઈટના લોકોમાં સ્લો અને વધારે હાઈટવાળા લોકોમાં મેટાબૉલિઝ્મ ફાસ્ટ હોય છે

ફૂડને એનર્જીમાં બદલવાની પ્રોસેસને મેટાબૉલિઝ્મ કહેવાય છે. બ્લડ સર્ક્યુલેશન, હોર્મોનલ બેલેન્સ, ડાઈજેશન અને શરીરમાં સેલ્સનું જલ્દી રીપેરીંગ મેટાબૉલિઝ્મ પર આધાર રાખે છે. આથી હેલ્ધી રહેવા માટે મેટાબૉલિઝ્મ સારું હોવું જરૂરી છે-આ વાક્યો છે ડૉ. હિમાંશુ રાયના.

મેટાબૉલિઝ્મ સ્લો કેમ હોય છે?
મેટાબૉલિઝ્મ સ્લો કે ફાસ્ટ હોવું એ શરીરની ઘણી બધી વાત પર નિર્ભર કરે છે. જેમ કે, શરીરની લંબાઈ, ઊંચાઈ, ઉંમર, ફિઝિકલ એક્ટિવિટી અને જેન્ડર. સ્લો મેટાબૉલિઝ્મના કેસ પુરુષોની સરખામણીએ મહિલાઓમાં વધારે છે. ડૉ. રાયે જણાવ્યું કે, ઓછી હાઈટના લોકોમાં સ્લો અને વધારે હાઈટવાળા લોકોમાં મેટાબૉલિઝ્મ ફાસ્ટ હોય છે.

મહિલાઓની હેલ્થ વિશે વાત કરતા જણાવ્યું કે, સ્થૂળતા, હાઇપોથારૉઈડિઝ્મ, ડાયાબિટીસ કે કબજિયાતની તકલીફ ધરાવતી મહિલાઓ સ્લો મેટાબૉલિઝ્મનો શિકાર થાય છે. ભોજન પચાવવામાં તકલીફ, શરીરમાં હંમેશાં થાક લાગવો આ બધા લક્ષણ ત્યારે દેખાય છે જ્યારે તમારું શરીર ભોજનને એનર્જીમાં કન્વર્ટ કરવામાં ઢીલું પડે છે.

મેટાબૉલિઝ્મના લક્ષણો ઓળખો
સ્લો મેટાબૉલિઝ્મને લીધે મહિલાઓમાં વજન વધવું, સ્કિન ડ્રાયનેસ, હેર ફૉલ, સતત માથામાં દુખાવો, નબળી યાદશક્તિ, સેક્સ ઈચ્છામાં કમી, પીરિયડ્સમાં તકલીફ, કબજિયાત અને હાઇપોથારૉઈડિઝ્મ, ગળ્યું ખાવાની ઈચ્છા જેવા લક્ષણો દેખાય છે.

સ્લોથી ફાસ્ટ મેટાબૉલિઝ્મ સુધીની સફર આ રીતે નક્કી કરો:

  • એરોબિક્સ, એક્સર્સાઈઝ, વૉક અને જોગિંગને ડેલી લાઈફમાં સામેલ કરો.
  • કોફી મેટાબૉલિઝ્મ રેટ વધારે છે, પરંતુ દિલની બીમારીવાળા દર્દીએ કોફીથી દૂર રહેવું.
  • ચાની જગ્યાએ ગ્રીન ટી પીવાની ટેવ તમને મદદ કરી શકે છે.
  • એક વખતમાં વધારે ખોરાક ના લેવો. 3-4 કલાક અંતરે કઈક ખાતા રહો.
  • ડાયટમાં ફાઈબર, પ્રોટીન અને મરી પાઉડર સામેલ કરો.
  • થોડા-થોડા સમયે પાણી પીવાની ટેવ પાડો.
અન્ય સમાચારો પણ છે...