તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Increase Fruits And Vegetables In The Plate, Do 30 Minutes Of Exercise Daily And Stay Away From Smoking Alcohol, Always Remember These 5 Habits

વધતી ઉંમરમાં ફિટનેસનું સિક્રેટ:ડાયટમાં ફળ-શાકભાજીનું પ્રમાણ વધારો, દરરોજ 30 મિનિટ એક્સર્સાઈઝ કરો; આ 5 વાતોનું ધ્યાન રાખો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હેલ્ધી રુટિનથી વધતી ઉંમરે ટાઈપ-2 ડાયાબિટીસ, હૃદય રોગ અને કેન્સર જેવી બીમારીઓનું જોખમ ઘટાડી શકાય છે
  • વજન કન્ટ્રોલ કરવાથી મેદસ્વિતાને કારણે થતાં રોગોથી બચવું સરળ બને છે

વધતી ઉંમરમાં બીમારીઓને રોકવા માટે અને લાંબી ઉંમર માટે હાર્વર્ડ મેડિકલ સ્કૂલના વૈજ્ઞાનિકોએ 5 આદત જણાવી છે. આ આદતોનું ધ્યાન રાખવામાં આવે તો 50 વર્ષની ઉંમરે પણ કોઈ પણ ગંભીર બીમારી રોકી શકાય છે. તેમાં ટાઈપ-2 ડાયાબિટીસ, હૃદય રોગ અને કેન્સર જેવી બીમારીઓ સામેલ છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલ અને હાર્વર્ડ ટીએચ એન સ્કૂલ ઓફ પબ્લિક સ્કૂલ ઓફ હેલ્થનું આ રિસર્ચ અલર્ટ આપનારું છે.

રિસર્ચ
હાર્વર્ડના સંશોધકોએ 73,196 મહિલાઓ અને 38,366 પુરુષોના હેલ્થ ડેટાનો ઉપયોગ કર્યો. રિસર્ચમાં સામે આવ્યું કે જે પુરુષોએ 4થી 6 આદતો માની તેઓ 50 વર્ષની ઉંમર પછી પાછળના 31 વર્ષ સુધી ડાયાબિટીસથી મુક્ત હતા. જાણો એ 5 આદત જે તમારે ધ્યાનમાં રાખવી પડશે...

હેલ્ધી ડાયટ: ખાનપાનમાં ફળ શાકભાજીની માત્રા વધારો
વૈજ્ઞાનિકોનું માનવું છે કે, વધતી ઉંમરની અસર રોકવા માટે ડાયટ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. CDCનું કહેવું છે કે, દર 4માંથી એક મૃત્યુ હૃદય રોગથી થાય છે. આ સિવાય મેદસ્વિતા, હાઈ કોલેસ્ટેરોલ, હાઈ બ્લડ પ્રેશર અને પોષક તત્વોની અનેક બીમારીઓના મોટા રિસ્ક ફેક્ટર છે. તેનાં જોખમથી બચવા માટે ડાયટમાં શાકભાજી અને ફળોની માત્રા વધારવાના જરૂર છે.

વર્કઆઉટ: દરરોજ 30 મિનિટની એક્સર્સાઈઝ જરૂરી
એક્સર્સાઈઝ વજન કન્ટ્રોલમાં કરે છે સાથે જ અનેક બીમારીઓનાં જોખમથી બચાવે છે. તે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને વધતી ઉંમરની અસર પણ ઓછી કરે છે.

BMI: વજન કન્ટ્રોલમાં રાખો
નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થનું કહેવું છે કે BMI (બોડી માસ ઈન્ડેક્સ) 18.5થી 24.9 વચ્ચે હોવો જોઈએ. 18.5થી ઓછા BMIવાળા લોકો અન્ડરવેટ કેટેગરીમાં આવે છે તો 25થી વધારે BMI ધરાવતાં લોકો મેદસ્વી કહેવાય છે.

બોડી માસ ઈન્ડેક્સ એક પ્રમાણ છે. તે માણસની ઊંચાઈ અને વજનથી નક્કી કરી કરવામાં આવે છે કે શરીર પ્રમાણે વ્યક્તિનું વજન યોગ્ય છે કે કેમ. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મેદસ્વિતા અનેક બીમારીઓનું કારણ બને છે. આવા લોકોમાં ટાઈપ-2 ડાયાબિટીસ, કેન્સર, શ્વાસની તકલીફ જેવી સમસ્યાનું જોખમ વધે છે.

આલ્કોહોલ: તેનાથી દૂર રહો
આલ્કોહોલની આદત શરીરને અનેક રીતે ડેમેજ કરે છે. તે મગજ, હૃદય, લિવર અને પેન્ક્રિયાઝ પર ખરાબ અસર કરે છે. આલ્કોહોલનાં સેવનથી અલ્સર, કેન્સર, હૃદય રોગ જેવી ગંભીર બીમારી થાય છે.

નો સ્મોકિંગ: ધૂમ્રપાનથી અંતર જ શ્રેષ્ઠ છે
CDCના જણાવ્યા પ્રમાણે, ધૂમ્રપાન કેન્સર, હૃદય રોગ, સ્ટ્રોક, લંગ ડિસીઝ, ડાયાબિટીસ અને COPDનું કારણ બને છે. આ સિવાય તે ટીબી અને આંખની બીમારીનું જોખમ વધારે છે. સાથે જ તે ઈમ્યુન સિસ્ટમ નબળી બનાવે છે.

અન્ય સમાચારો પણ છે...