લીંબુ જેવું દેખાતું ચકોતરૂં, જેને ગાગર, દાભ, નારંગા, કાગઝી લીંબુ સહિત અનેક નામોથી પણ ઓળખવામાં આવે છે. આ એક એવું ફળ છે, જેમાં વિટામિન સી, એન્ટીઓક્સિડન્ટ્સ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઘણા પ્રકારના ડાયટરી ફાઇબરથી ભરપૂર છે. એ ઘણા પ્રકારના રોગોથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે.
ડાયટિશિયન કામિની સિંહા જણાવે છે, ચકોતરૂં સ્વાસ્થ્ય લાભોથી ભરેલું છે, આથી શિયાળાની ઋતુમાં ઉત્તરાખંડમાં દહીંમાં ભેળવીને ખાસ ખટાઈ બનાવવામાં આવે છે.
પાચનતંત્ર અને વજન ઉતારવામાં ફાયદાકારક
જો તમારે તમારું વજન ઓછું કરવું હોય તો ડાયટમાં ચકોતરૂંનો સમાવેશ કરો. એમાં કેલરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે અને એ એક એવું ફળ છે, જે ભૂખને સંતોષવા માટે પૂરતું છે. આ સાથે જ એમાં વિટામિન સી, વિટામિન એ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. પાચનતંત્રને લગતી સમસ્યાઓથી પરેશાન છો તો ચકોતરૂં અચૂક ખાવું જોઈએ. એનાથી શરીરમાંથી ટોક્સિન્સ બહાર નીકળે છે.
હાર્ટ પ્રોબ્લેમને કંટ્રોલ કરે છે
ચકોતરૂંમાં એ પોટેશિયમથી ભરપૂર ફળ છે, જેને કારણે એ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ સિવાય એમાંથી મળતાં મિનરલ્સ અને વિટામિન્સ હાર્ટ પ્રોબ્લેમ માટે ફાયદાકારક માનવામાં આવે છે. એ ખરાબ કોલેસ્ટેરોલને ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.
જો તમને હાડકાંની સમસ્યા હોય તો તમારા ડાયટમાં ચકોતરૂં સામેલ કરો
ચકોતરૂંમાં પ્રોટીન અને ફાઇબર વધુ પ્રમાણમાં મળી આવે છે. શરીરમાં ફાઇબરની કમી હોય તો તેને તમારા ડાયટમાં સામેલ કરો. એમાં ઘણા પ્રકારનાં પોષકતત્ત્વો જોવા મળે છે. ખાસ કરીને જો તમે હાડકાંને લગતી બીમારીથી પરેશાન છો તો દરરોજ ચકોતરૂં ખાવું જોઈએ. એમાં ઓમેગા 3 ફેટ અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે, જે શરીરના સ્નાયુઓ અને પેશીઓને મજબૂત બનાવે છે.
આંખની રોશની માટે ફાયદાકારક
એમાં વિટામિન સી અને બીટા જોવા મળે છે. આ પોષકતત્ત્વો આંખોની રોશની વધારવામાં મદદ કરે છે. આંખોની રોશની વધારવા અથવા સુધારવા માટે દરરોજ એનું સેવન કરો.
કેન્સરના કોષોને ફેલાતા અટકાવે છે
ચકોતરૂંમાં એપિજિન નામનો ફ્લેવોનોઇડ હોય છે, જેમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી અને ફ્રી રેડિકલ એલિમિનેશન ગુણધર્મો છે. એટલું જ નહીં, એ કેન્સરવિરોધી એજન્ટ તરીકે પણ કામ કરે છે અને શરીરના કોષોને નુકસાન પહોંચાડ્યા વિના કેન્સરના કોષોને ફેલાતા અટકાવે છે.
હીચકી અટકાવવામાં અસરકારક
એનો સ્વાદ ખાટો હોય છે, જે હીચકીનાં કારણોને કંટ્રોલ કરે છે અને એને બંધ કરી દે છે. ચકોતરૂંની છાલ અને બીજ ઊલટીમાં ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે ઊલટીથી પરેશાન છો, તો એને ખાઓ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.