મેન્ટલ હેલ્થ જરૂરી:ડિપ્રેશન, એક્ન્ઝાઈટીથી બચવા અને મેમરીને શાર્પ કપવા માટે આ સુપર ફૂડ્સને તમારા ડાયટમાં સામેલ કરો,

મીના2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અખરોટ, અળસી, માછલી અને ચિયા સીડ્સ જેવા ફૂડ્સ ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર હોય છે

વધતા અમેરિકન કલ્ચરના કારણે ભારતીયોની થાળીમાં સુગર અને સ્ટાર્ચનું પ્રમાણ વધ્યું છે. આ બંને જ કમ્પોન્ન્ટ ડિપ્રેશન અને એન્ક્ઝાઈટીને વધારવા માટે જાણીતા છે. જંક ફૂડ અને મેંદામાંથી બનેલા ફૂડની પસંદગી મેદસ્વિતા, ડાયાબિટીસ જેવી બીમારીઓનું કારણ બને છે. આ ફૂડ મેન્ટલ હેલ્થ પર પણ અસર કરે છે. ફૂડ ફિક્સ પુસ્તકના લેખક ડૉ. માક્ત હાઈમને પોતાની પુસ્તકમાં લખ્યું છે કે, હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસ અને કેન્સર કરતા વધારે મેન્ટલ ઈલનેસનો બોજ વધુ વધી રહ્યો છે. દેશના યુવાનો માનસિક બીમારીઓથી પરેશાન છે જેના કારણે પ્રોડક્ટિવિટી પર અસર પડી રહી છે. આવી સ્થિતિમાં યોગ્ય ખાણીપીણીને પસંદ કરવી જેથી મેન્ટસ હેલ્થ સારી રહે.

દિલ્હીમાં મેડિકલ વર્લ્ડ ફોર યુની ન્યુટ્રીશનિસ્ટ ડૉ. શૈલી તોમરના જણાવ્યા પ્રમાણે, આપણા શરીરમાં બ્રેન સૌથી વધારે જરૂરી પાર્ટ છે. આપણું મગજ શરીરના લગભગ 2 ટકા હોય છે પરંતુ તેને 20 ટકા કાર્બોહાઇડ્રેટ્સની જરૂર હોય છે. તેમજ આપણું બ્રેન 60 ટકા ફેટથી બનેલું હોય છે એટલા માટે ડાયટનો એક મુખ્ય હિસ્સો બ્રેન મેન્ટેનેન્સમાં ખર્ચ થાય છે. તેથી મેન્ટલ ઈલનેસથી બચવા માટે ન્યુટ્રીશનલ મેડિસિન પર ધ્યાન આપવાની જરૂર છે. શરીરમાં ઓમેગા-3 ફેટ, ઝિંક, મેગ્નિશિયમ, વિટામિન D અને B વિટામિનની ઊણપ માનસિક બીમારીઓ પેદા કરે છે. તેથી યુવાનોએ બેલેન્સ અને હેલ્ધી ડાયટ પર ધ્યાન આપવું જોઈએ કેમ કે તેઓ મેન્ટલ હેલ્થમાં દવાનું કામ કરે છે. અહીં અમે તમને કેટલાક એવા ફૂડ્સ વિશે જણાવી રહ્યા છીએ જેને તમે તમારી ડાયટમાંમ સામેલ કરીને મેન્ટલ હેલ્થને સારી કરી શકો છો.

ખાણીપીણી અને મેન્ટલ હેલ્થનું સીધું કનેક્શન.
ખાણીપીણી અને મેન્ટલ હેલ્થનું સીધું કનેક્શન.

ઓમેગા 3 ફેટી એસિડ્સ ડિપ્રેશનથી બચાવે છે
મેગા 3 ફેટી એસિડ્સ બ્રેનના ફંક્શન માટે જરૂરી હોય છે. અખરોટ, અળસી, માછલી અને ચિયા સીડ્સ જેવા ફૂડ્સ ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. આ ફૂડ મેન્ટલ હેલ્થને બૂસ્ટ કરવાનું કામ કરે છે. ઓમેગા 3 ફેટી એસિડ્સ મેમરીને શાર્પ કરે છે અને મગજને આર્થરાઈટિસ જેવી બીમારીઓથી બચાવે છે. EPA અને DHA બે પ્રકારના ઓમેગા 3 ફેટી એસિડ્સ હોય છે. ઓમેગા 3 ફેટી એસિડ્સ ડિપ્રેશનથી બચાવે છે.

વિટામિન D મેમરીને શાર્પ કરશે
શિયાળામાં જ્યારે તડતો નથી મળી શકતો તો મૂડ સુસ્ત થવા લાગે છે. તેનો અર્થ છે તે વિટામિન D મૂડને રેગ્યુલેટ કરે છે. વિટામિન Dની ઊણપ મેમરી લોસ, ડિપ્રેશન અને સ્કિઝોફ્રેનિયાનો ભોગ બની જાય છે. સૂર્યના કિરણ ઉપરાંત વિટામિન D માછલી, મીટ, મશરૂમ અને ફોર્ટીફાઈડ ફૂડ્સમાં પણ જોવા મળે છે.

વિટામિન D મૂડને ખુશ રાખે છે.
વિટામિન D મૂડને ખુશ રાખે છે.

પરીક્ષા પાસ કરવી હોય તો કોલિન રિચ ફૂડ્સ લો
કોલિન એક પ્રકારનું બ્રેન કેમિકલ છે. તે નર્વસ સિસ્ટમ માટે જરૂરી ન્યુટ્રિશન છે. કોલિનથી ભરપૂર ફૂડ મગજના ફંક્શનિંગ, મેમરી, શાર્પનેસ અને કન્સન્ટ્રેશનને વધારે છે. કોલિન રિચ ફૂડ સ્કૂલ, કોલેજના વિદ્યાર્થી અને તેવા બાળકો જે સ્પર્ધાત્મક એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તેમના માટે ફાયદાકારક છે. કોલિન મશરૂમ, ઈંડા, માછલી, સોયાબીન અને બ્રોકલીમાં જોવા મળે છે.

સેરાટોનિન રિચ ફૂડ કરશે મૂડ ખુશ
સેરાટોનિન એક બ્રેન કેમિકલ હોય છે. તે મૂડને ખુશ કરે છે અને હેપી ફીલિંગ જનરેટ કરે છે. ઘણા એન્ટિ-ડિપ્રેશન મેડિસિન્સમાં સેરાટોનિન જોવા મળે છે, પરંતુ તમે એવા ફૂડને પસંદ કરી શકો છો જે સેરાટોનિન રિચ હોય. બદામ, દહીં, કેળા, કાચા કેળા, ઈંડા, અનાનાસ, અને કોળાના બી સેરાટોનિનથી ભરપૂર હોય છે.

માનસિક શાંતિ માટે મેગ્નેશિયમ ફાયદાકારક છે.
માનસિક શાંતિ માટે મેગ્નેશિયમ ફાયદાકારક છે.

મગજને શાંત કરશે મેગ્નેશિયમથી ભરપૂર ફૂડ્સ
મેગ્નેશિયમ એક જરૂરી ખનિજ છે જે મેમરી વધારવા અને શીખવાની ક્ષમતાને વધારે છે. જે લોકો મગજથી શાંત નથી રહી શકતા તેમને મેગ્નેશિયમની ઊણપ જોવા મળે છે. મેગ્નેશિયમ મગજને શાંત કરે છે. તે કોળાના બી, બદામ, પાલક, કાજુ, મગફળી અને ડાર્ક ચોકલેટમાં જોવા મળે છે.

મેન્ટલ હેલ્થને સ્વસ્છ રાખવા માટે યોગ્ય ફૂડની પસંદગી કરવી જોઈએ. એવા ફૂડ જે મગજને શાંતિ આપે, મેમરીને શાર્પ કરે. આ ફૂડને ડાયટમાં સામેલ કરીને દેશના યુવા દેશની ઈકોનોમીમાં વધુ સારી રીતે ભાગીદારી આપી શકેશે.