તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Lifestyle
 • Health
 • In Winter, Coarse Grains Will Keep The Body Warm, Molasses Will Meet Iron Deficiency And Soup Will Increase Its Ability To Fight Against Diseases.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિન્ટર ડાયટ:શિયાળામાં જુવાર અને બાજરી જેવા અનાજ શરીરને ગરમ રાખશે, ગોળ આયર્નની ઊણપ દૂર કરશે; સૂપ રોગ પ્રતિકારક શક્તિ વધારશે

3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દિવસમાં એક વાર મુઠ્ઠીભર ડ્રાયફ્રુટ્સ લો તેનાથી સ્કિન ચમકશે અને ઈમ્યુનિટી વધે છે
 • સૂપ પીવાથી શરીર ગરમ રહે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે

શિયાળામાં કહેવાય છે કે જાડું અનાજનું સેવન કરવાથી ફાયદો થાય છે. જાડું અનાજ અર્થાત જુવાર, બાજરા, રાગી અને મકાઈ જેવા અનાજનું સેવન કરવાથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે.

જયપુરનાં આયુર્વેદ એક્સપર્ટ ડૉ. કિરણ ગુપ્તા કહે છે કે, શિયાળામાં જુવાર, બાજરી, રાગી અને મકાઈ જેવા અનાજનું સેવન કરવાથી વજન કન્ટ્રોલમાં રહે છે. તે કબજિયાતથી બચાવે છે. બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર ત્રણેય ટાઈમ આ અનાજનું સેવન ન કરવું જોઈએ. એક સમયે જાડા અનાજથી બનેલી રોટલી અને રાતે સૂપ અને દાળ લઈ શકાય છે. શિયાળામાં આવી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે આવો જાણીએ ડૉ. કિરણ ગુપ્તા પાસેથી...

1. ફાડા, રોટલી અથવા ઢોસા સ્વરૂપે આ અનાજનું સેવન કરો
શિયાળામાં જુવાર, બાજરા, રાગી અને મકાઈ જેવા અનાજનું ભરપૂર સેવન કરવું જોઈએ. તેને ફાડા, રોટલી અને ઢોસા સ્વરૂપે લઈ શકાય છે. તેનાથી ઘઉંની માત્રા ઓછી થશે અને વજન કન્ટ્રોલમાં રહેશે. આ અનાજ શરીરમાં તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે. તેની સાથે વધારે ઘી લેવાનું ટાળવું જોઈએ.

2. ગોળના લાડુ અને ચિક્કી લઈ શકાય છે
ડૉ. કિરણ કહે છે કે ગોળની પ્રકૃતિ પણ ગરમ હોય છે અને તે શરદી ઉધરસથી બચાવે છે. તેમાં આયર્ન વધારે હોય છે અને તે એનિમિયાથી બચાવે છે. ગોળ અને તલના લાડુનું સેવન કરવું જોઈએ. આ સિવાય ગોળ અને શિંગદાણાની ચિક્કી પણ લઈ શકાય છે. તે ઘણી પૌષ્ટિક હોય છે.

3. સૂપ રોગ પ્રતિકારક શક્તિ વધારશે
સૂપ 3 પ્રકારે ફાયદાકારક છે. પ્રથમ શિયાળામાં તે શરીરને ગરમ રાખે છે. બીજું, શાકભાજીનો વધારે પ્રયોગ કરવાથી પોષક તત્ત્વોનો સપ્લાય ચાલુ રહે છે. ત્રીજું, તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ટામેટાં, આદુ, ગાજર, લસણ અને કોબીજ જેવા શાક સૂપમાં સામેલ કરો. તેમાં પનીર એડ કરી શકો છો. કાળા મરીનો પ્રયોગ પણ ખાસ કરવો.

4. શિયાળામાં પણ પાણી પીઓ
શિયાળામાં લેવાતું ભોજન ભારે હોય છે, તેથી શરીરમાં લિક્વિડ પહોંચાડવું જરૂરી બને છે. યોગ્ય માત્રામાં પાણી પીવું પણ આવશ્યક છે. શરીરમાં દુખાવો અથવા શરદી અને ઉધરસની સમસ્યા છે તે નવશેકું પાણી પી શકો છો. શિયાળામાં પણ શરીરને ઉનાળા જેટલી જ પાણીની આવશ્યકતા હોય છે.

5. દિવસમાં એક વાર મુઠ્ઠીભર ડ્રાયફ્રુટ્સ લો
શિયાળામાં દિવસમાં એક વાર મુઠ્ઠીભર ડ્રાયફ્રુટ્સ લો. કાજુ, બદામ, અખરોટ, પિસ્તા શરીરને ગરમ રાખે છે અને ઈમ્યુનિટી વધારે છે. તે મેમરી વધારે છે અને સ્કિન ચમકાવે છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ્સ અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જે હાર્ટ ડિસીઝ અને એજિંગથી બચાવે છે. ગરમીમાં તેની માત્રા ઓછી કરો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો