તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેસ્ટિવલ સિઝનમાં ફિટનેસ જાળવો:દિવાળીના સેલિબ્રેશનની વચ્ચે મલાઈકા અરોરાએ ઉત્કટાસન કરવાની સલાહ આપી, તેનાથી કેલરી બર્ન થશે અને શરીર મજબૂત બનશે

6 મહિનો પહેલા
  • ઉત્કટાસન કરવા માટે બંને પગની વચ્ચે થોડું અતંર રાખીને સીધા ઉભા રહો
  • મલાઈકા કહે છે, આ યોગાસનથી તમે તમારા તહેવારની મજાને બમણી કરી શકો છો

દિવાળી પર તમે મીઠાઈ અને ચટપટી વસ્તુઓ ખાઈને મજા લઈ રહ્યા છો. આવી સ્થિતિમાં વજન વધે તે સ્વાભાવિક છે. તો કેમ નહીં વર્કઆઉટ શરૂ કરવામાં આવે જેથી તમારું વજન ન વધે. બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા તેના ફેન્સને ઉત્કટાસન કરવાની સલાહ આપી રહી છે. ઉત્કટાસન કરતા મલાઈકાએ રોયલ બ્લૂ સ્પોટ્સ બ્રા અને તેવા જ કલરનું યોગા પેન્ટ પહેરીને પોતાનો ફોટો પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.

તેમણે એમ પણ લખ્યું છે કે, ઉત્કટાસન કરવાથી હિપ્સ, જાંઘ અને કરોડરજ્જુના હાડકાં મજબૂત બને છે. તે હૃદય અને પેટ માટે ફાયદાકારક છે. ઉત્કટાસન કરવા માટે બંને પગની વચ્ચે થોડું અંતર રાખીને સીધા ઊભા રહો. તમારા બંને હાથને તમારા ખભાને સમાંતર તમારી સામેની બાજુ સીધા રાખતા હથેળી જમીનની તરફ અને કોણીને સીધી રાખો.

ઘૂંટણને વાળીને શરીરને એવી રીતે ઝુકાવવું જેમ કે તમે એક કાલ્પનિક ખુરશી પર બેઠા છો. આ સ્થિતિમાં રહો. આ દરમિયાન તમારા હાથ જમીનની સમાંતર હોવા જોઈએ. હવે કરોડરજ્જુના હાડકાને ખેંચતા સીધા બેસો અને આરામ કરો. મલાઈકા કહે છે કે, આ યોગાસન કરીને તમે તમારા તહેવારની મજાને બમણી કરી શકો છો.

આ પણ વાંચો
ભૂમિ પેડનેકરે વજન ઓછી કરતી બુલેટપ્રૂફ કોફીની રેસિપી શેર કરી, એક્સપર્ટ પાસેથી જાણો આ કોફી વેટ લોસ માટે યોગ્ય છે કે નહિ

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો