તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • In The Last Three Decades, The Age Of Indians Has Increased By 10 Years, Not Blood Sugar And High BP But The Biggest Cause Of Death Is Air Pollution.

રિપોર્ટ:છેલ્લાં ત્રણ દાયકામાં ભારતીયોની ઉંમર 10 વર્ષ સુધી વધી, બ્લડ શુગર અને હાઇ બીપી નહીં પણ મૃત્યુનું સૌથી મોટું કારણ એર પોલ્યૂશન

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

સમય પસાર થતાની સાથે નિતનવા રોગો ડેવલપ થઈ રહ્યા છે. જેના કારણે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. પરંતુ એક હકીકત એ પણ છે કે ભારતીયો સરેરાશ ઉંમરમાં વધારો થયો છે. દેશમાં લોકોની સરેરાશ ઉંમર વધી રહી છે. છેલ્લાં ત્રણ દાયકામાં લોકોની ઉંમર 10 વર્ષ સુધી વધી છે. આશ્ચર્યજનક વાત એ છે કે જુદા-જુદા રાજ્યોમાં મનુષ્યની વયનો આંકડો પણ જુદો છે. કેરળમાં માણસની સરેરાશ ઉંમર 77.3 વર્ષ છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં તે 66.9 વર્ષ છે. લેન્સેટ જર્નલ ઇન પબ્લિક રિસર્ચમાં આ દાવો કરવામાં આવ્યો છે. લેન્સેટના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, વર્ષ 1990માં લોકોની સરેરાશ ઉંમર 59.6 વર્ષ હતી, જે વર્ષ 2019માં વધીને 70.8 વર્ષ થઈ ગઈ છે. રિસર્ચમાં મૃત્યુના 286 મોટા કારણો, રોગોના 369 પ્રકારો અને ઈજા જેવાં રિસ્ક ફેક્ટર સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, 200થી વધુ દેશો અને પ્રદેશોને પણ એક ભાગ બનાવવામાં આવ્યો હતો.

આ કારણોસર ઉંમર પર ખરાબ અસર પડે છે
1. વિશ્વભરમાં કેન્સરનો દર સતત વધી રહ્યો છે

વોશિંગ્ટન યુનિવર્સિટીના રિસર્ચર અલી મોકડના જણાવ્યા મુજબ, ભારત સહિત વિશ્વના દેશોમાં ચેપી રોગોમાં ઘટાડો થયો છે. પરંતુ જૂના રોગોની સંખ્યામાં વધારો થયો છે. અલીનું કહેવું છે કે, ભારતમાં માતૃ મૃત્યુ દર ઘટી રહ્યો છે. રોગોમાં, હૃદયરોગ એક સમયે પ્રથમ ક્રમે હતો, જે હવે પાંચમા નંબરે છે. પરંતુ સૌથી ખતરનાક બાબત એ છે કે કેન્સરનો દર સતત વધી રહ્યો છે.

2. પ્રદૂષણ, હાઈ બીપી અને બ્લડ સુગરથી મૃત્યુની સંખ્યામાં વધારો થયો
રિસર્ચ રિપોર્ટ કહે છે કે, વર્ષ 2019માં માત્ર 1.67 લાખ મૃત્યુ પ્રદૂષણને કારણે થયા છે. ત્યારબાદ બીજાં રિસ્ક ફેક્ટરમાં હાઈ બ્લડ પ્રેશર, તમાકુ, અયોગ્ય આહાર અને હાઈ બ્લડ શુગર છે, જેનાથી મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે. કોવિડથી થતા મૃત્યુમાં આ ફેક્ટર્સનો મોટો રોલ રહ્યો છે. રિસર્ચર્સનું કહેવું છે કે, છેલ્લાં 30 વર્ષોમાં ભારતમાં સ્થૂળતા અને બ્લડ શુગરના કારણે ભારતમાં લોકોનું જીવન જોખમમાં મૂકાઈ ગયું છે.

3. નોન-કમ્યુનિકેબલ રોગોમાં 29%નો વધારો
30 વર્ષમાં નોન-કમ્યુનિકેબલ રોગોમાં 29%નો વધારો થયો છે. દેશમાં 58% રોગોનું કારણ નોન-કમ્યુનિકેબલ ડિસીઝ એટલે કે એકથી બીજી વ્યક્તિમાં ન ફેલાનારો રોગ છે. વર્ષ 1990ની સરખામણીએ તેમાં 29%નો વધારો થયો છે. નોન-કમ્યુનિકેબલ રોગોમાં મેદસ્વીતા, ડાયાબિટીઝ, હૃદય રોગ જેવા રોગો સામેલ છે.

છેલ્લાં 30 વર્ષોમાં ભારતીયોના સ્વાસ્થ્યમાં થોડો સુધારો થયો છે
રિસર્ચમાં જણાવ્યાનુસાર, કોરોનાકાળમાં આવા રોગોથી પીડિત લોકોમાં મૃત્યુનું જોખમ હજી વધ્યું છે. રિસર્ચર્સનું કહેવું છે કે, છેલ્લાં 30 વર્ષોમાં ભારતીયોના સ્વાસ્થ્યમાં થોડો સુધારો થયો છે. પરંતુ બાળકો અને સગર્ભા સ્ત્રીઓમાં કુપોષણ હજી પણ તેમના મૃત્યુનું સૌથી મોટું કારણ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો