તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાઈરસના સંક્રમણથી બચવું હોય તો વેજીટેરિયન ડાયટ એકમાત્ર સલામત વિકલ્પ છે. સ્વાઈન ફ્લુથી લઇને કોરોના સંક્રમણ ફેલાવા સુધી પ્રાણીઓ એક મોટી કડી સાબિત થયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા પ્રમાણે, છેલ્લાં 50 વર્ષોમાં 70% વૈશ્વિક બીમારીઓ પ્રાણીઓ દ્વારા ફેલાઈ છે.
ઘણાં રિસર્ચમાં એ સાબિત થયું છે કે, હૃદય રોગ, કેન્સર જેવી બીમારીઓને દૂર કરવા માગતા હો તો વેજીટેરિયન ડાયટ લો. ખાવામાં ફળ-શાકભાજીની માત્રા વધારો. આજે વર્લ્ડ વેજીટેરિયન ડે છે, આ દિવસે જાણો શાકાહારી ભોજન આરોગવાથી જીવનમાં કેટલા ફેરફાર થાય છે.
4 કારણોઃ વેજીટેરિયન ખોરાક શા માટે વધુ સારો છે
1. વાઈરલ ડિસીઝનું જોખમ ઘટી જાય છે
વર્ષ 2013માં આઇ યુનાઈટેડ નેશન્સની સંસ્થા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, દુનિયાભરમાં 90%થી વધુ માંસ ફેક્ટરી ફાર્મમાં આવે છે. આ ખેતરોમાં પ્રાણીઓને જબરદસ્તીથી રાખવામાં આવે છે અને અહીં સ્વચ્છતાની પણ કાળજી લેવામાં આવતી નથી. તેના કારણે વાઈરલ ડિસીઝ ફેલાવવાનું જોખમ વધી જાય છે. તાજેતરમાં ગુજરાતમાં ફેલાયેલા વાઈરલ ડિસીઝ કોંગો ફીવર પણ સંક્રમિત પ્રાણીઓથી મનુષ્ય માટે જોખમ ગણાવવામાં આવ્યું છે.
2. દિલ વધુ ખુશ રહે છે અને ઓછું બીમાર પડે છે
નોનવેજની સરખામણીએ વેજીટેરિયન ડાયટ તમને વધુ સ્વસ્થ રાખે છે, તેના પર રિસર્ચની મહોર પણ લાગી ગઈ છે. અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રીશનમાં પ્રકાશિત રિસર્ચના જણાવ્યા પ્રમાણે, હૃદય રોગનું જોખમ ઘટાડવું હોય તો શાકાહારી ખોરાક લો.
ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં 44,561 લોકો પર રિસર્ચ થયું. તેમાં જાણવા મળ્યું કે, નોન-વેજિટેરિયનની સરખામણીએ જે લોકો વેજિટેરિયન ડાયટ લઇ રહ્યા હતા તેમનામાં હ્રદય રોગને કારણે હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા 32% ઓછી છે. તેમાં કોલેસ્ટેરોલનું લેવલ અને બ્લડ પ્રેશર બંને ઓછું હતું.
3. ફળ-શાકભાજીઓનું પ્રમાણ વધે તો કેન્સરનું જોખમ ઘટે છે
અત્યાર સુધી એવા અનેક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, જો ભોજનમાં ફળ-શાકભાજીનું પ્રમાણ વધારવામાં આવે તો કેન્સરનું જોખમ ઓછું થઇ જાય છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં થયેલાં રિસર્ચ પ્રમાણે જો ડાયટમાંથી રેડ મીટ કાઢી નાખીએ તો કોલોન કેન્સરની જોખમ ઘણું ઓછું થઇ જાય છે.
4. ડાયાબિટીઝ કન્ટ્રોલ કરવો હોય તો 50% ફળ-શાકભાજી ખાઓ
વિયેતનામના મેડિકલ ન્યૂટ્રીશનિસ્ટ ડૉ. બિસ્વરૂપ ચૌધરીએ કહ્યું કે, જો બ્લડ શુગર કન્ટ્રોલ કરવું હોય તો આખા દિવસના ડાયટમાં 50% ફળ અને શાકભાજી લો. ત્યારબાદ અનાજ સામેલ કરો. નોનવેજ, ઈંડાં, માછલી, માખણ અને રિફાઇન્ડ ફૂડ લેવાનું ટાળો. જો આવું કરશો તો બ્લડ શુગર ઓછું થશે.
આ દિવસ કેવી રીતે શરૂ થયો એ વિશે વાત
જો દરેક શાકાહારી બની જાય તો શું થશે?
વેજિટેરિયન અને વેગન ડાયટ વચ્ચેનો તફાવત પણ સમજો
વેગન અને વેજિટેરિયન ડાયટમાં એક સૌથી મોટો તફાવત છે. વેગન ડાયટમાં મોટાભાગે એવા ખોરાકનો સમાવેશ થાય છે જે સીધા છોડમાંથી લેવામાં આવે છે. વેગન ડાયટમાં એક વાત પર ખાસ ધ્યાન આપવામાં આવે છે કે જે પણ ખોરાક લઈ રહ્યા હો તે રસાયણોમાંથી બનેલો ન હોવો જોઇએ. એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગમાંથી તૈયાર થનારો ખોરાક હોવો જોઈએ.
Sponsored By
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.