તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હૃદયની બીમારીઓની ઉંમરમાં ભારત દેશ 10 વર્ષ આગળ થઈ ગયો છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દરરોજ ફ્રૂટ અને સલાડનું સેવન કરવું, પૂરતી ઊંઘ લેવી
  • સમગ્ર વિશ્વમાં હૃદય બીમારી 55 વર્ષની ઉંમરનાં થાય છે તો ભારતમાં આ ઉંમર 45 વર્ષની થઈ ગઈ છે
  • ભારતમાં 60 ટકા લોકોને હાર્ટ અટેક આવ્યા બાદ ખબર પડે છે કે તેમને હૃદયની ગંભીર બીમારી છે

હેલ્થ ડેસ્ક. હૃદયની વધતી જતી બીમારી (કાર્ડિયો વાસ્ક્યુલર ડિસીઝ)ની પાછળ ખરાબ જીવનશૈલીની બે એવી બાબતો છે જેને આપણે હંમેશાં અવગણીએ છીએ, ઊંઘ અને તણાવ. તણાવના કારણે ઊંઘ પૂરી નથી થતી. આં બંનેની એકબીજા સાથે એવી રીતે જોડાયેલા છે જે સીધા આપણા હૃદય અને મગજને અસર કરે છે. ખાસ વાત તો એ છે કે અપૂરતી ઊંઘ અને તણાવ હૃદય અને મગજ પર દબાણ વધારે છે. 

ભારતમાં હૃદય રોગનું સૌથી મોટું કારણ
અન્ય દેશોની સરખામણીએ છેલ્લા 10-15 વર્ષમાં ભારતમાં હાર્ટ અને કાર્ડિયા વાસ્ક્યુલર ડિલીઝના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. તેનું કારણ બ્લડ પ્રેશર, કોલેસ્ટેરોલ, ડાયાબિટીસ અને તમાકુ છે. પરંતુ કેટલાંક સાઈલેન્ટ ફેક્ટર પણ છે તેને નજરઅંદાજ કરવામાં આવે છે. તેમાં તણાવ, ઊંઘ પૂરી ન થવી, યોગ્ય રીતે ન ખાવાથી અથવા પોષણયુક્ત આહાર ન લેવો અથવા નિયમિત કસરત ન કરવી પણ સામેલ છે. ભારતમાં 60 ટકા લોકોને હાર્ટ અટેક બાદ હાર્ટ ડિસીઝ વિશે ખબર પડે છે જ્યારે વિદેશમાં આ આંકડો ઓછો છે.

30થી 40 ઉંમરમાં પણ આ બીમારીનું જોખમ વધી ગયું છે
ભારતમાં હૃદય રોગના કિસ્સા અન્ય દેશોની સરખામણીએ 10 વર્ષ અગાઉ જોવા મળે છે. જેમ કે, વિદેશમાં કોઈને હૃદય રોગ 55 વર્ષ પહેલાં થાય છે તો ભારતમાં આ ઉંમર 45 વર્ષની થઈ ગઈ છે. આપણી ખાવા-પીવાની આદતો, આનુવંશિક સ્થિતિ અને વધારે પડતું મીઠું ખાવાના કારણે હૃદયની બીમારી નાની ઉંમરમાં થાય છે તેથી ભારતમાં હવે 45 વર્ષની ઉંમરમાં પણ લોકો હૃદયની બીમારીનો ભોગ બને છે. મોટાભાગના હૃદયના દર્દીઓને 40થી 50 વર્ષની ઉંમર સુધી કાર્ડિયાક અરેસ્ટ આવી શકે છે. તેમાં 40 વર્ષની ઓછી ઉંમરના લોકોની સંખ્યા વધી રહી છે. હૃદયની બીમારીની શરૂઆત 30-50 વર્ષની ઉંમરની વચ્ચે થઈ શકે છે, એટલા માટે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કોલેસ્ટેરોલની તપાસ કરાવી અને તેને નિયંત્રણમાં લાવવાનો ઉપાય જરૂરથી કરવો. 

હૃદય રોગના કારણે દર વર્ષે અંદાજે  1.75 કરોડ લોકોનું મોત થાય છ
એક સમય એવો હતો જ્યારે લોકો સંક્રમણ સાથે જોડાયેલી બીમારી જેમ કે, મેલેરિયાથી મરતા હતા. પરંતુ 60 ટકા કરતા વધું લોકોની મોત નોર્મ કોમ્યુનિકેબલ ડિસીઝ જેમ કે, હાર્ટ ડિસીઝ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસથી થઈ રહી છે. દેશ અને દુનિયામાં સૌથી વધારે મોતનું કારણ હૃદય રોગ છે. હૃદયની બીમારીને અટકાવવી જરૂરી છે. પરંતું તાજેતરમાં રિપોર્ટનાં આ બીમારી 30 ટકા સુધી વધી ગઈ છે. 
જ્યારે હાર્ટ ડિસીઝ અને કાર્ડિયાક અરેસ્ટના કેસની તપાસ કરવામાં આવે છે તો તેમાં બ્લડ પ્રેશર, કોલેસ્ટેરોલ અને બ્લડ સુગર વધેલું જોવા મળે છે. તેને ઘરે અથવા ડોક્ટરની મદદથી સરળતાથી તપાસ કરી શકાય છે. આવું કરવાથી અમુક હદ સુધી હૃદય રોગના વધતા મામલાને રોકી શકાય છે અને તેનો સારવાર ખર્ચ પણ ઓછો થઈ શકે છે. છાતીમાં દુખાવો થાય, હૃદય ભારે ભારે લાગે, હાથ ભારે લાગે અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય તો તરત ડોક્ટર પાસે જવું અને તેની તપાસ કરાવવી. તે ઉપરાંત જો રિપોર્ટ સામાન્ય ન હોય તો તરત તેની સારવાર શરૂ કરાવવી જેથી હૃદય રોગથી બચી શકાય. 

વેજ કે નોન વેજ ડાયટ લેતા હોય તે લોકોને વધારે જોખમ રહેલું છે
નોન કે વેજ જે લોકો ખાતા હોય તેવા લોકોમાં હૃદયની બીમારીનું જોખમ રહેલું હોય છે. શાકાહારી કે માસાહારી બંને કિસ્સામાં મીઠું ઓછું કરવું જરૂરી છે. મોટાભાગે ભારતીય ખોરાકમાં દરરોજ 10-13 ગ્રામ મીઠું ખાવામાં આવે છે જ્યારે આંતરરાષ્ટ્રીય આંકડાઓ અનુસાર, 4-6 ગ્રામ પ્રર્યાપ્ત છે. તેને ઓછું કરવું અને શાકભાજી-ફ્રૂટ ખાવાનું વધારવું જોઈએ. બને ત્યા સુધી દરરોજ આહારમાં કોઈ પણ મોસમી ફ્રૂટ ખાવું જોઈએ અને ડાયટમાં સલાડ જરૂરથી સામેલ કરવું જોઈએ. 

ખરાબ આદતોથી પણ વધી શકે છે જોખમ
બીડી-સિગારેટ અને તમાકુ ખાવાથી જોખમ વધી જાય છે. વ્યસન કરતા લોકોમાં હાર્ટ અટેકની આંશકા અન્ય લોકોની સરખામણી કરતાં 5-7 ટકા વધારે હોય છે.જો કોઈ એવું સમજતું હોય કે સ્મોકિંગ ન કરવાથી અથવા તમાકુ ન ખાવાથી હાર્ટ અટેકનું જોખમ નથી, તો આ ખોટી માન્યતા છે. આવા લોકો શારીરિક રીતે સક્રિય નથી રહેતા. જો તમે આખો દિવસ સીટ પર બેસીને કામ કરતા હોય તો પણ જોખમ રહેલું છે. આવા લોકોએ દરરોજ 30 મિનિટ સુધી વર્ક આઉટ અથવા વોક કરવું જોઈએ તેનાથી ફાયદો થાય છે. ઘી-તળેલી વસ્તુઓ ઓછી ખાવી જોઈએ. દરરોજ ફ્રૂટ અને સલાડ ખાવું જોઈએ. 

બાળકોમાં હૃદય રોગનું જોખમ
ભારતમાં બાળકોમાં મેદસ્વિતાના કિસ્સા ઝડપથી વધી રહ્યા છે. જંક ફૂડ, મોબાઈલનો વધું પડતો ઉપયોગ અને બાળકો ઘરથી બહાર ઓછા નીકળતા હોવાથી ભવિષ્યમાં બાળકોમાં હાર્ટ ડિસીઝના કિસ્સા રોકવા હોય તો અત્યારે જ તેના પર નિયંત્રણ કરવું રાખવું જરૂરી છે. બાળકોની ફિઝિકલ એક્ટિવિટી વધારવી, મોબાઈલથી દૂર રાખવા, હેલ્ધી ડાયટ આપવી જેથી આગળ જતા તેમનામાં હાર્ટ ડિસીઝનું જોખમ ઓછું રહે. પરંતુ જરૂરી છે તમે આજથી આ તૈયારીઓ શરૂ કરી દો. 

અન્ય સમાચારો પણ છે...