તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • In Some Patients Of Corona, A Special Type Of Gene Gives Protection, So They Neither Show Symptoms Nor Are The Condition Critical.

એસિમ્પ્ટોમેટિક દર્દીઓમાં કેમ લક્ષણો દેખાતા નથી?:ખાસ પ્રકારનાં જીન કોરોનાનાં અમુક દર્દીઓનું રક્ષણ કરે છે, આથી તેમાં લક્ષણ નથી દેખાતા કે તબિયત બગડતી નથી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુરોપિયન લોકોમાં આ જીન વધારે હોવાની શક્યતા છે
  • બ્રિટનમાં રહેતા દર પાંચમાંથી એક યુરોપિયન વ્યક્તિમાં આ જીન છે

કોરોનાનાં ઘણા કેસમાં સંક્રમણ પછી પણ દર્દીઓમાં લક્ષણ દેખાતા નથી. આ દર્દીઓ એસિમ્પ્ટોમેટિક કહેવાય છે. વૈજ્ઞાનિકોએ સંક્રમિત દર્દીઓમાં લક્ષણ કેમ દેખાતા નથી તેનું કારણ જણાવ્યું છે. બ્રિટનની ન્યૂકેસલ યુનિવર્સીટીના સંશોધકોએ દાવો કયો છે કે, આમ થવા પાછળનું કારણ HLA-DRB1*04:01 નામનું જીન છે. એસિમ્પ્ટોમેટિક દર્દીઓમાં આ જીન ત્રણ ગણો હોય છે.

જીન કોરોનાથી રક્ષા કરે છે
રિસર્ચ રિપોર્ટ પ્રમાણે, સંક્રમિત થયા પછી આ ખાસ પ્રકારનું જીન દર્દીઓનું સ્વાસ્થ્ય બગડતા અટકાવે છે. તેને સુરક્ષિત રાખવાના પ્રયત્નો કરે છે. HLA જર્નલમાં પબ્લિશ રિસર્ચ પ્રમાણે, આ સમજવા માટે વૈજ્ઞાનિકોએ લક્ષણ વગરના અને કોરોનાનાં ગંભીર દર્દીઓની સરખામણી અને તપાસ કરી.

યુરોપિયન લોકોમાં આ જીન હોવાની શક્યતા
સંશોધકોનું કહેવું છે કે, આ જીનનું કનેક્શન જગ્યા સાથે પણ છે. તપાસમાં ખબર પડી કે, આ જીન ઉત્તર અને પશ્ચિમ યુરોપના લોકોમાં વધારે હોય છે. એનો અર્થ એ થાય કે યુરોપના લોકો સંક્રમિત થયા પછી મોટાભાગે એસિમ્પ્ટોમેટિક રહેશે તો તેનાથી બીજામાં આ બીમારી ફેલાવાનું જોખમ રહેશે. બ્રિટનમાં રહેતા દર પાંચમાંથી એક યુરોપિયન વ્યક્તિમાં આ જીન છે .

કોને વેક્સિનની વધારે જરૂર? તે ખબર પડી શકશે
રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિક ડૉ. કારલોસ ઇકહેવેરિયાએ કહ્યું, રિસર્ચનું પરિણામ ઘણું મહત્ત્વનું છે કારણકે તેનાથી ખબર પડે છે કે, ઘણા લોકો સંક્રમિત થયા પછી પણ બીમાર થતા નથી . રિસર્ચથી ખબર પડે છે કે, જીન ટેસ્ટ પણ કરી શકાય છે અને ભવિષ્યમાં વેક્સિનની જરૂર કોને વધારે છે તે પણ ખબર પડશે.

અન્ય સમાચારો પણ છે...