રિસર્ચ:કોરોનાવાઈરસથી રક્ષણ મેળવવા માટે મીઠાંનું ઓછું સેવન કરવું જોઈએ, વધારે માત્રાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ રિસર્ચ યુનિવર્સિટી ઓફ બોન દ્વારા કરવામાં આવ્યું હતું
  • વધારે પ્રમાણમાં મીઠાંનુ સેવન કરવાથી ગ્લુકોકોરટિસોઈડનું સ્તર વધે છે, જે રોગ પ્રતિકારક શક્તિ ઘટાડે છે

હેલ્થ ડેસ્ક: કોરોનાવાઈરસની કોઈ રસી કે દવા અત્યાર સુધી શોધવામાં આવી નથી. તેનાથી બચીને રહેવુ એ જ ઉપાય છે. કોરોનાવાઈરસ સામે રક્ષણ મેળવવા માટે મીઠાંનું  ઓછું સેવન કરવું જોઈએ. વધારે માત્રામાં તેનું સેવન કરવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે. ‘સાયન્સ ટ્રાન્સલેશન મેડિકલ’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. આ રિસર્ચ યુનિવર્સિટી ઓફ બોન દ્વારા કરવામાં આવ્યું હતું.

રિસર્ચ
રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિકોએ ઉંદરો અને મનુષ્યો પર રિસર્ચ કર્યું હતું. રિસર્ચમાં જે ઉંદરોને વધારે માત્રામાં મીઠું આપવામાં આવ્યું હતું તેમનામાં બેક્ટેરિયલ અને વાઈરલ ઈન્ફેક્શન વધારે જોવા મળ્યું હતું. રિસર્ચમાં સામેલ વોલન્ટિયર્સને પ્રતિ દિવસ વધારાનું 6 ગ્રામ મીઠું આપવામાં આવ્યું હતું, આ તમામ વોલન્ટિયર્સને 2 વાર બર્ગર અને ફ્રેન્ચ ફ્રાઈસ ફાસ્ટ ફૂડ આપવામાં આવતું હતું. તેમાં 6 ગ્રામ વધારાનું મીઠું સામેલ હતું. ત્યારબાદ તેમના પર અવલોકન કરવામાં આવ્યું જેમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી જોવા મળી હતી.

પરિણામ
રિસર્ચમાં સામેલ વોલન્ટિયર્સના બ્લડ સેમ્પલ્સનું અવલોકન કરવામાં આવ્યું હતું. તેમાં ગ્રેનુલોસાઈટની માત્રાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. ગ્રેનુલોસાઈટ લોહીમાં રેહલી પ્રતિરોધી કોશિકાઓ હોય છે. રિસર્ચમાં જોવા મળ્યું કે વોલન્ટિયર્સમાં ગ્રેનુલોસાઈટની ઓછી માત્રા જોવા મળી હતી. વધારે પ્રમાણમાં મીઠાંનુ સેવન કરવાથી ગ્લુકોકોરટિસોઈડનું સ્તર વધે છે, જે રોગ પ્રતિકારક શક્તિ ઘટાડે છે.

પ્રતિદિવસ 5 ગ્રામ મીઠાંની માત્રા પૂરતી ગણાય છે
રિસર્ચ અનુસાર, એક પુખ્તવયની વ્યક્તિએ 5 ગ્રામથી વધારે મીઠાંનુ સેવન ન કરવું જોઈએ. પરંતુ હકીકત એ છે કે લોકો તેનાથી વધારે માત્રામાં મીઠાંનું સેવન કરે છે. રોબર્ટ કોચ ઈન્સ્ટિટ્યૂટના એક રિસર્ચ અનુસાર, એક પુરૂષ સરેરાશ 10 ગ્રામ અને મહિલાઓ 8 ગ્રામ મીઠાંનું સેવન કરે છે.

અન્ય સમાચારો પણ છે...