રિસર્ચ / મેટ્રો સિટીમાં પુરુષોની સરખામણીએ મહિલાઓ વધુ ખાંડનું સેવન કરે છે

In Metro City, women consume more sugar than men

Divyabhaskar.com

Jan 07, 2020, 02:56 PM IST

હેલ્થ ડેસ્કઃ શુગર એ ઘણા લોકોની વીકનેસ ગણાય છે. ગળ્યું જોતાં જ મોઢામાં પાણી આવી જતું હોય છે. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે પુરુષોની સરખામણીએ મહિલાઓ વધુ ખાંડનું સેવન કરે છે. તાજેતરમાં થયેલા એક સંશોધનમાં આ વાત સામે આવી છે. રિસર્ચમાં જણાવ્યા અનુસાર, મેટ્રો સિટીઝ ખાસ કરીને મુંબઇ જેવા શહેરોમાં પુરુષો કરતાં મહિલાઓ વધારે માત્રામાં ‘એક્સ્ટ્રા શુગર’ લે છે. ખોરાકની મીઠાશ વધારવા માટે રસોઈ દરમિયાન ‘એક્સ્ટ્રા શુગર’ ઉમેરવામાં આવતી હોય છે. વધુ માત્રામાં ખાંડનો વપરાશ કરવાથી સ્થૂળતા, ડાયાબિટીઝ અને હૃદયરોગના જોખમોમાં વધારો થવો વગેરે જેવી આરોગ્ય સમસ્યાઓ થઈ શકે છે.

રિસર્ચ મુજબ, હૈદરાબાદમાં પુરુષોમાં ‘એક્સ્ટ્રા શુગર’ લેવાની માત્રા સૌથી ઓછી છે. આ રિસર્ચ કરવા માટે ‘એક્સ્ટ્રા શુગર’ની માત્રાને દરરોજ ગ્રામ પ્રમાણે માપવામાં આવી. આ સર્વે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન હૈદરાબાદ દ્વારા કરવામાં આવ્યો છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, તમામ મેટ્રો સિટીઝમાં શુગરનું સરેરાશ સેવન દરરોજ 19.5 ગ્રામ હોય છે, જે ICMR (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) દ્વારા નક્કી કરવામાં આવેલા સ્તર 30 ગ્રામ/દિવસદીઠથી ઓછું છે.

નેશનલ ન્યુટ્રિશન મોનિટરિંગ બ્યુરોએ વર્ષ 2015-16 દરમિયાન 16 મહાનગરોના ફૂડ-સંબંધિત ડેટા એકત્રિત કર્યા અને સર્વે પછી નિષ્કર્ષ કાઢ્યો. ILSA ઇન્ડિયાના અધ્યક્ષ પી.કે.સેઠનું આ બાબતે કહેવું છે કે, સર્વેમાં એ વાત બહાર આવી છે કે મુંબઇ અને અમદાવાદના લોકો દરરોજ ૨ 26..3 ગ્રામ અને 25.9 ગ્રામ જેટલી ‘એક્સ્ટ્રા શુગર’ લે છે, જે દિલ્હીમાં (23.2 ગ્રામ દિવસદીઠ)બેંગલુરુ (19.3 ગ્રામ દિવસદીઠ), કોલકાતા (17.1 ગ્રામ દિવસદીઠ) અને ચેન્નાઈ (16.1 ગ્રામ દિવસદીઠ)થી વધારે છે.

રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું કે, મહિલાઓમાં ખાંડ લેવાની સરેરાશ માત્રા (20.2 ગ્રામ દિવસદીઠ) પુરુષો (18.7 ગ્રામ દિવસદીઠ) કરતાં વધારે છે. સંશોધનથી એવું પણ બહાર આવ્યું કે, અમદાવાદને છોડીને અન્ય 15 શહેરોમાં પુખ્ત વયના લોકો અને વૃદ્ધ લોકો ‘એક્સ્ટ્રા શુગર’નું સેવન વધુ કરે છે.

X
In Metro City, women consume more sugar than men

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી