મંકીપોક્સ પર ચોંકાવનારું રિસર્ચ:પુરુષોમાં રિકવરી બાદ પણ અઠવાડિયાં સુધી વાઇરસ રહે છે, થૂંક, યુરિનમાં પણ જોવા મળે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિશ્વના લગભગ બધા જ દેશોમાં મંકીપોક્સે પગપેસારો કરી દીધો છે. ત્યારે દુનિયાભરના એક્સપર્ટ એ જાણવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે કે,મંકીપોક્સ યૌન રોગ છે કે નહીં. તાજેતરમાં જ લેન્સેટ જર્નલમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચમાં મંકીપોક્સને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, મંકીપોક્સના દર્દીઓ રિકવર થઇ જાય છે પછી પણ પુરુષોના સીમેનમાં ઘણા અઠવાડિયાં સુધી રહે છે.

અત્યાર સુધી હેલ્થ એક્સપર્ટ કહેતા હતા કે, મંકીપોક્સ સેક્સ્યૂઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ (STD) નથી. આ બિમારીનો ચેપ પથારીમાંથી પણ ફેલાય છે. જેમાં ચેપગ્રસ્ત દર્દીની ફોલ્લીઓ, શરીરના પ્રવાહી અથવા સ્પર્શ કરેલી વસ્તુઓથી પણ આ બીમારી ફેલાઈ છે.

ઘાવથી પણ ફેલાઈ છે બીમારીઓ
આ રિસર્ચમાં સામેલ ઇટાલીની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફેક્શિયસ ડિસીઝના રિસર્ચર ફ્રાન્સેસ્કા કોલાવિટાનું કહેવું છે કે, ઘાવમાં વાઇરસથી દૂષિત થવાથી મંકીપોક્સ પણ ફેલાઇ શકે છે. આ સાથે જ લાંબા સમય સુધી રૂબરૂ વાત કરવાથી શ્વાસના ટીપાં દ્વારા વાયરસ ફેલાવાનો ખતરો પણ રહે છે. જો કે, તે જનનાંગોના પ્રવાહીથી ફેલાય છે કે નહીં તે અંગે સંશોધન ચાલુ છે.

સીમેનમાં મળ્યા મંકીપોક્સના વાઇરસ
કોલાવિટાએ જણાવ્યું હતું કે, લક્ષણ જોવા મળ્યા બાદ મંકીપોક્સનો વાઇરસનું DNA દર્દીઓના સીમેનમાં જોવા મળે છે. રિસર્ચ ટીમ દ્વારા આ પરિણામ 39 વર્ષીય દર્દીના ટેસ્ટિંગ બાદ કરવામાં આવ્યું છે. આ વ્યક્તિ મેના પહેલા બે અઠવાડિયામાં ઓસ્ટ્રિયા ગયો હતો. તેણે કહ્યું હતું કે તે એક સેક્સ વર્કર છે અને તેણે એક મહિના પહેલા ઘણા પુરુષો સાથે અસુરક્ષિત સંભોગ કર્યો હતો.

તો આ દર્દીને HIV પણ હોય મંકીપોક્સના લક્ષણ જોવા મળ્યાના 5 દિવસ બાદ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. લક્ષણોની વાત કરવામાં આવે તો, તાવની સાથે પ્રાઇવેટ પાર્ટમાં પણ ફોલ્લીઓ જોવા મળી હતી. કોલાવિટાનું આ બાબતે કહેવું છે કે, આ કેસથી સાબિત થાય છે કે, મંકીપોક્સ સેક્સ્યૂઅલી એક્ટિવિટીથી ફેલાઈ શકે છે. આ દર્દી પહેલાં STD સામે ઝઝૂમી રહ્યો હોય તેથી વધારે રિસર્ચ કરવાની જરૂર પડી હતી.

પેશાબ, મળ અને થૂંકમાં મંકીપોક્સ
સ્પેનમાં કરવામાં આવેલા અન્ય એક સંશોધનમાં પણ થૂંક અને પેશાબ જેવી વસ્તુઓમાં મંકીપોક્સ વાયરસની પુષ્ટિ થઈ છે. 12 દર્દીઓના આ અભ્યાસમાં વાયરસના ડીએનએ નાક, ગુદામાર્ગ અને મળમાંથી પણ મળી આવ્યા છે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે મંકીપોક્સ લોહીથી પણ થઇ શકે છે.

દુનિયામાં 28 હજારથી વધુ કેસ
Monkeypoxmeter.comના ડેટા અનુસાર, અત્યાર સુધીમાં 93 દેશમાં 28 હજારથી વધુ કેસની પૃષ્ટિ થઇ છે. જેમાંથી યૂરોપમાં 17,036 લોકો મંકીપોક્સની ઝપેટમાં આવી ગયા છે. આ સાથે જ આ બીમારીથી પીડિત ટોપ 10 દેશોમાં બ્રિટન, સ્પેન, અમેરિકા, જર્મની, ફ્રાંસ, પોર્ટુગલ, કેનેડા, નેધરલેન્ડ, ઈટાલી અને બ્રાઝીલ સામેલ છે.