રિસર્ચ / દુનિયાની સરેરાશ કિંમત કરતાં ભારતમાં 73% દવાઓ સસ્તી, અમેરિકામાં દવાઓની કિંમત સૌથી વધારે

In India, 73% of the drugs are cheaper than the average price of the world;

  • સરેરાશ કિંમત કરતાં દુનિયામાં સૌથી સસ્તી દવા (93.93%) થાઈલેન્ડમાં મળે છે
  • બ્રિક્સ દેશોમાંથી સૌથી સસ્તી દવા ભારતમાં મળે છે
  • ભારતમાં અસ્થમાની દવા વેન્ટોલિન સરેરાશ કિંમત કરતાં 64.76% સસ્તી

Divyabhaskar.com

Nov 27, 2019, 10:15 AM IST

હેલ્થ ડેસ્કઃ ભારતમાં લોકોને દુનિયાની સરખામણીએ દવાઓ માટે 73% ખર્ચો કરવો પડે છે. ઇંગ્લેન્ડના લંડન અને જર્મનીના બર્લિન બેઝ્ડ હેલ્થકેર કંપની મેડબેલના રિસર્ચ મુજબ ભારતમાં સરેરાશ કિંમત કરતાં 73.82% સસ્તી દવાઓ મળે છે. સરેરાશ કિંમત કરતાં સૌથી સસ્તી દવા થાઈલેન્ડમાં 93.93% મળે છે. ત્યારબાદ ક્રમશઃ કેન્યા (93.76%), મલેશિયા (90.80%) અને ઇન્ડોનેશિયા (90.23%) સ્થાન ધરાવે છે. બ્રિક્સ

દેશોમાં સૌથી સસ્તી દવા ભારતમાં મળી રહે છે.

આ રિસર્ચમાં 50 દેશોની દવાઓની કિંમતની સરખામણી કરવામાં આવી હતી. તેમાં હાઈ કોલેસ્ટેરોલથી લઈને બેક્ટેરિયલ ઇન્ફેક્શન માટે ઉપયોગી દવાઓને સામેલ કરવામાં આવી હતી.

સરકારી હેલ્થકેરની દવાઓ પણ સામેલ
રિસર્ચમાં હૃદય રોગ, અસ્થમા અને બ્લડ પ્રેશરની દવાઓને સામાન્ય કેટેગરીમાં સામેલ કરવામાં આવી હતી. તેમાં સરકારી હેલ્થકેરની દવાઓને પણ સામેલ કરવામાં આવી છે.

ભારતમાં સસ્તી દવાઓ
ભારતમાં હૃદય અને હાઈ કોલેસ્ટરોલ રોગથી જોડાયેલી દવાઓ વૈશ્વિક સરેરાશ કિંમત કરતાં 84.82% સસ્તી છે. અમેરિકામાં આ દવાઓ 2175% મોંઘી છે. એંગ્ઝાયટિની દવા 91.13% સસ્તી છે. અમેરિકામાં તે સરેરાશ કરતાં 1071% મોંઘી છે. બેક્ટેરિયલ ઇન્ફેક્શનની દવા ભારતમાં સરેરાશ કરતાં 88.46% સસ્તી છે જ્યારે અમરિકામાં તેની કિંમત 1755% વધારે છે. જોકે ભારતમાં HIV એઇડ્સ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની દવાઓ સરેરાશ કિંમત કરતાં મોંઘી વેચાઈ રહી છે.

  • ભારતમાં અસ્થમાની દવા વેન્ટોલિન સરેરાશ કિંમત કરતાં 64.76% સસ્તી કિંમતમાં વેચાઈ રહી છે, જ્યારે આ દવાની અમેરિકામાં કિંમત 1191.01% વધારે છે.
  • અમેરિકામાં ચામડીના રોગની દવા હુમિરા સરેરાશ કિંમત કરતાં 482.91% મોંઘી કિંમતે વેચાઈ રહી છે, જ્યારે ભારતમાં તે 74.20% સસ્તી છે.
  • ટાઈપ-1 અને ટાઈપ-2 ડાયાબિટીસની દવા લાંટસ સરેરાશ કિંમત કરતાં ભારતમાં 6.62% મોંઘી છે, જ્યારે અમેરિકામાં તે 557.86% મોંઘી છે.
X
In India, 73% of the drugs are cheaper than the average price of the world;

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી